ઢોકળી નું શાક – બહાર હોટલમાં કે ઢાબામાં જમવા જાવ છો તો આ શાક જરૂર ખાતા હશો, હવે તમારા રસોડે પણ બનશે.

ગુજરાતીઓ ધાબા ઓ માં ખાવાના શોખીન હોય છે . ધાબા ની ફેવરિટ વાનગીઓ માં ની એક છે ઢોકળી નું શાક .. આ શાક રોટલા , ભાખરી કે જાડી રોટલી સાથે ખાવાની મજા જ કઈક ઔર છે .. સાથે છાસ અને તળેલા મારચા..

મેં અહીં બતાવેલ રીત માં લસણ નથી વાપર્યું , આપ ચાહો તો વઘાર માં ઉમેરી શકો છો . ઢોકળી બનાવાની ઘણી રીતો છે , અહીં બતાવેલી રીત સરળ અને ફુલ પ્રુફ છે . આશા છે પસંદ પડશે .

સામગ્રી :

ઢોકળી માટે :

1. મીઠું

2. 1 ચમચી લાલ મરચું

3. 1/2 ચમચી હળદર

4. 1/4 ચમચી હિંગ

5. 2 ચપટી અજમો

6. 3 ગ્લાસ પાણી

7. સવા વાડકો ચણા નો લોટ

8. ચપટી ખાવા નો સોડા (optional)

9. 3 ચમચી તેલ

શાક માટે ની સામગ્રી :

1. 4 થી 5 ચમચી તેલ

2. 2 લાલ સૂકા મરચા

3. 1.5 વાડકો થોડું ખાટું દહીં

4. મીઠું

5. 1/2 ચમચી જીરું

6. 1/2 ચમચી હિંગ

7. 1 ચમચી લાલ મરચું

8. 1/2 ચમચી હળદર

9. 1/2 ચમચી ધાણા જીરું

10. સજાવટ માટે બારીક સમારેલી કોથમીર

રીત :


સૌ પ્રથમ આપણે ઢોકળી બનાવીશું . એના માટે પાણી એક થોડા મોટા તપેલા માં ઉકળવા મુકો . એમાં અજમો, મીઠું , હળદર , લાલ મરચુ અને હિંગ ઉમેરો. આ મસાલા પાણી ને 2 મીનીટ માટે ઉકાળવા દો.

ત્યારબાદ તેમા સોડા અને તેલ ઉમેરો . સોડા ઉમેરવા થી ઉભરો ચડશે પણ થોડી સેકન્ડ માં જ બેસી જશે . સોડા અને તેલ બેય ઢોકળી ને પોચી રાખવા માં મદદ કરશે .

હવે ગેસ ધીમો કરી પાણી માં ચણા નો લોટ ઉમેરો અને એકદમ સરસ હલાવો . લોટ ના ગાંઠા ના દેખાવા જોઈએ. પાણી ના પરપોટા બંધ થઈ જશે અને એકદમ સરસ કણક જેવું લાગશે . હવે આ ઢોકળી ના લોટ ને તેલ લગાવેલી થાળી માં લઇ લો. 5 7 સેકેન્ડ માટે રાહ જોવી કેમ કે લોટ બહુ જ ગરમ હોય છે

હવે આ લોટ ને તેલ લગાવેલા હાથ કે ચમચા થી પહોળું કરવું. આંગળીઓ પર તેલ લગાવી એકસરખું પાતળું પાથરી લેવું. હવે એને એકદમ ઠરવા દો. ઠર્યા બાદ છરી થી નાના ટુકડા કરી લેવા . આપ ફોટો માં જોઈ શકો છો, ઢોકળી બહુ જાડી કે પાતળી ના પાથરાવી, છાસ માં ભૂકો થઈ જશે.

દહીં માં મીઠું અને 1.5 થી 2 ગ્લાસ પાણી ઉમેરી છાસ તૈયાર કરો .

જાડી કડાય માં તેલ ગરમ કરો . ત્યારબાદ તેમાં જીરું , લાલ સૂકા મરચા, હિંગ અને 1/2 ચમચી લાલ મરચું ઉમેરી છાસ ને વઘારી લો .. તેમાં હળદર, ધાણા જીરું અને લાલ મરચું ઉમેરો ..

છાસ ને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દો. ત્યારબાદ તેમાં ટુકડા કરેલી ઢોકળી ઉમેરો અને 5 મીન માટે થવા દો. ઢોકળી ઉમેરાય બાદ બહુ ઉકાળવા ની જરૂર નથી, ઢોકળી ભાંગી જાશે. ઢોકળી થઈ જશે એટલે ઉપર તરવા માંડશે ..


ગેસ બંધ કરી દો અને 5 મીન માટે ઢાંકી ને સિજવા દો.

કોથમીર થી સજાવટ કરી ગરમા ગરમ પીરસો ..

બહુ સ્વાદિષ્ટ શાક બને છે , એકવાર જરૂર ટ્રાય કરજો…


રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *