38માં બર્થડેની એમ.એસ ધોનીએ કરી આવી રીતે ઉજવણી…

ગઈ કાલે 7 જુલાઈએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને હાલના વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના 38મા જન્મ દિવસની ઉજવણી કરી હતી. આપણા પેજ તરફથી પણ તેમને જ્ન્મદિવસની હાર્દિક શુભકામનાઓ આપવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by ZIVA SINGH DHONI (@zivasinghdhoni006) on

છઠ્ઠી જુલાઈએ શ્રીલંકા સાથેની મેચમાં શાનદાર જીત મેળવ્યા બાદ ધોનીએ પોતાના મિત્રો તેમજ પોતાના સાથી ક્રીકેટરો અને પોતાની દીકરી તેમજ પત્ની સાથે જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેની તસ્વીરો ધોનીની પત્ની સાક્ષીએ પોતાના સેશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

તસ્વીરોમાં જોઈ શકાય છે કે ઉજવણીમાં ખુબ જ મસ્તી કરવામાં આવી છે. ધોનીના આખા ચહેરા પર કેક લગાવી દેવામાં આવી છે. હાર્દીક પંડ્યા પણ મસ્તીના મુડમાં લાગી રહ્યો છે

આ ઉપરાંત ધોની પોતાની દીકરી ઝીવા સાથે પણ મસ્તી કરતા એક વિડિયોમાં જોઈ શકાય છે. તે તેની દીકરી સાથે ડાન્સ કરતો જોઈ શકાય છે. સાક્ષીએ પોસ્ટ કરેલા ફોટો સાથે પતિ ધોનીને જન્મદીવસની ખુબ બધી શુભકામનાઓ આપી છે.

 

View this post on Instagram

 

A post shared by ZIVA SINGH DHONI (@zivasinghdhoni006) on

તમને જણાવી દઈએ કે માત્ર ધોનીની પત્ની સાક્ષી જ સોશિયલ મિડિયા અકાઉન્ટ નથી ધરાવતી પણ તેની દીકરી ઝીવાનું પણ એક સોશિયલ મિડિયા અકાઉન્ટ છે જેના પર અવારનવાર તેના મસ્તી ભર્યા અને ક્યૂટ વિડિયોઝ તેમજ ફોટોઝ શેયર કરવામાં આવે છે. ડેડીના બર્થડે સેલિબ્રેશનની વિડિયો ઝીવાના ઇન્સ્ટાઅકાઉન્ટ પર પણ શેયર કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli) on

ધોનીને માત્ર પોતાની પત્ની તેમજ દીકરી તરફથી જ વિશ નથી કરવામાં આવ્યું પણ હાલના કેપ્ટન વિરાટ કોહલીએ પણ એક સુંદર મજાના મેસેજ સાથે સોશિયલ મિડિયા દ્વારા ધોનીની તસ્વીર શેયર કરીને તેમને બર્થડે વિશ કરી છે. આ પોસ્ટના કેપ્શનમાં કંઈક આવો મેસેજ હતો. “હેપ્પી બર્થડે માહીભાઈ. ઘણા ઓછા લોકો વિશ્વાસ અને સમ્માનનો અર્થ સમજે છે અને મને ખુશી છે મારી અને તમારી મિત્રતા ઘણા વર્ષોથી છે. તમે અમારા બધાના મોટાભાઈ સમાન છો. અને મેં પહેલાં પણ કહ્યું છે કે તમે હંમેશા મારા કેપ્ટન રહેશો. ”

 

View this post on Instagram

 

A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on

તો આપણા માસ્ટરબ્લાસ્ટર સચીન તેંડુલકર પણ ધોનીને સોશિયલ મિડિયા થ્રુ વિશ કર્યા વગર ના રહી શક્યા. તેમણે પણ પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર ધોની સાથેનો એક સરસમજાનો ફોટો શેયર કર્યો અને કેપ્શન લખ્યું, “તમને જન્મદીવસની ખુબ ખુબ શુભકામનાઓ ! આવનારું વર્ષ ખુબ જ સારું જાય. અને આવનારી બન્ને ગેમ્સ માટે પણ ખુબ ખુબ શુભકામનાઓ”

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

ધોનીએ 2007ના ટી20 વર્લ્ડકપમાં કપ્તાન બનીને ટીમની આગેવાની લીધી હતી. અને ટી-20 વર્લ્ડકપ જીતીને બતાવ્યો હતો ત્યાર બાદ તેમણે ODIમાં પણ કપ્તાની સંભાળી. અને આ કપ્તાની ભારતીય ટીમને ખુબ ફળી અને માત્ર 28 વર્ષની ઉંમરે ધોનીએ ભારતને તેનો બીજો વર્લ્ડકપ અપાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by ZIVA SINGH DHONI (@zivasinghdhoni006) on

માત્ર આટલું જ નહીં પણ ભારતમાં દર વર્ષે યોજાતી ઇન્ડિયન પ્રિમયર લીગમાં પણ ધોની એક સફળ કપ્તાન સાબિત થયા છે. તેમણે ચેન્નઈ સુપર કીંગ્સ ટીમની આગેવાની કરીને ટીમને ત્રણ વાર ટાઈટલ અપાવ્યું. ચેન્નઈ સુપર કીંગ્સને આઈપીએલ ટુર્નામેન્ટની કન્સીસ્ટન્ટ ટીમ કહેવા છે. કારણ કે તે અત્યાર સુધીમાં આંઠ વાર ફાયનલમાં પહોંચી છે.

ધોનીને શુભેચ્છા આપીએ કે તેના આવનારા વર્ષો પણ આટલા જ તેજસ્વી પસાર થાય. અને આવનારી પેઢીને તે સતત પ્રેરણા આપતા રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Join the discussion

Your email address will not be published. Required fields are marked *