ઢોંસા-ઉત્તપમ-ઇડલી સાથે ખવાતી સીંગદાણાવાળી વ્હાઇટ ચટનીની બનાવવાની તદ્દન સરળ રીત

સાઉથ ઇન્ડિયન ક્યુઝિનમાં આપણે ઢોંસા-ઇડલી-વડા-ઉત્તપમ કંઈ પણ ખાઈએ પણ ચટની વગર જાણે તે અધુરુ જ લાગે. તો આજે અમે લાવ્યા છીએ સ્પેશિયલ ઢોંસા-ઇડલી સાથે ખવાતી વ્હાઇટ ચટનીની રેસીપી.

ઢોંસા-ઇડલી સાથે ખવાતી સીંગદાણાની વ્હાઇટ ચટની બનાવવા માટે સામગ્રી

1 કપ સીંગદાણા

1 કપ દહીં (ખાટું દહીં)

1 લીલુ મરચું સમારેલું

2 ટેબલ સ્પૂન તેલ

1 ટેબલ સ્પૂન જીરુ

સ્વાદઅનુસાર મીઠુ

ઢોંસા ઇડલી સાથે ખવાતી સીંગદાણાની વ્હાઇટ ચટની બનાવવાની રીત

સૌ પ્રથમ સીંગદાણાને અરધા કલાક માટે પાણીમાં પલાળી લેવા અને ત્યાર બાદ તેને બે પાણીએ ધોઈ લેવા. હવે મિડિયમ સાઇઝનો મિક્સરનો જાર લેવો અને તેમાં બધા જ સીંગ દાણા એડ કરવા. ત્યાર બાદ તેમાં બે ચમચી દહીં ઉમેરવું.

હવે તેમાં એક મરચું સમારીને એડ કરવું.

હવે આ બધી જ સામગ્રીને મિક્સરમાં ક્રશ કરી લેવી. તેની પેસ્ટ બનાવી લેવી અને તેને એક બોલમાં કાઢી લેવી.

હવે એક કડાઈ લેવી અને તેમાં તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય એટલે તેમાં એક ટેબલ સ્પૂન જીરુ એડ કરી તેને તતડાવી લેવું.

હવે તેમાં મિક્સરમાં વાટેલી દહીં-મરચા-સીંગદાણાની પેસ્ટ એડ કરી લેવી. અને તેને તેલ સાથે બરાબર મીક્સ કરી લેવું. પેસ્ટ નાખ્યા બાદ ગેસને સાવ જ ધીમો કરી દેવો.

હવે તેમાં અરધો ગ્લાસ જેટલું પાણી એડ કરવું અને તેમાં સ્વાદઅનુસાર મીઠું એડ કરવું. અહીં મીઠાનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવું કારણ કે તેનાથી સ્વાદ સારો આવે છે.

હવે તેને બરાબર હલાવી લેવું અને મિક્સ કરી લેવું.

હવે તેને બે-ત્રણ મિનિટ ઉકાળી લેવું. તેને ઉકાળતી વખતે તેને હલાવતા રહેવું જેથી તળિયે ચોંટી ન જાય.

તો તૈયાર છે ઢોંસા-ઇડલી-વડા-ઉત્તપમનો સ્વાદ વધારતી સીંગદાણાની વ્હાઇટ ચટની.

રસોઈની રાણીઃ ક્રિતિકા બેન

ઢોંસા-ઇડલી સાથે ખવાતી વ્હાઇટ ચટનીની વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *