ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માંગો છો? અપનાવો આ સરળ અને સહેલા ઉપાય…

ફાયબર્સ તમારા ડાયાબીટીસને કંટ્રોલ કરવા માટેનું મોટું સાધન છે. વજનને ઉતારવામાં અથવા ઉતરેલા વજનને જાળવી રાખવા માટે પણ ફાયબર્સ ઘણા ઉપયોગી રહે છે. આપણે એ તો જાણીએ છીએ કે વધુ પડતા વજનના કારણે હાર્ટના રોગો, અમુક ટાઇપના કેન્સર, ટાઈપ 2 ડાયાબીટીસ, આર્થરાઇટીસ, ડિપ્રેશન વિગેરે રોગો થઈ શકે છે. વધુ ફાઈબરવાળો ખોરાક વજનને વધતું અટકાવે છે આ ઉપરાંત કબજીયાત અને કબજીતાથી થતાં રોગોને દૂર કરે છે.આપણે જે ફાઇબરવાળો ખોરાક ખાઈએ છીએ તે નાના આંતરડામાંથી કોલોનમાં થઈને શરીરમાંથી બહાર નીકળી જાય છે. અને કોલોનને હેલ્ધી રાખે છે. માટે જ ફાઈબર્સને આપણે કુદરતી સ્ક્રબર કહી શકીએ. જે આંતરડાને સાફ કરવાનું કામ કરી આપે છે. આ ડાયેટરી ફાયબર્સ આપણને આખા અનાજ, જાડા લોટ, શાકભાજી, ફળફળાદી તેમ જ સુકામેવામાંથી ભરપૂર પ્રમાણમાં મળી શકે છે.આપણા ખોરાકમાંથી મળતાં આ ડાયેટરી ફાઇબર્સમાં કોઈપણ પ્રકારની કેલેરી હોતી નથી. તે પેટમાં જઈને વજન કરે છે અને ચાવવાનો સંતોષ આપે છે. અને પેટ ભરાઈ જઈ અને ખોરાક ખાધાનો સંતોષ આપે છે. ફાયબર્સ બે પ્રકારના હોય છે. વોટર ઇનસોલ્યુબલ અને વોટર સોલ્યુબલ. વોટર ઇનસોલ્યુબલ ફાઇબર્સ શાકભાજી, આખા અનાજ, બ્રેડ તથા જાડા લોટમાંથી મળે છે. તે ખાવાથી પેટ ભરાઈ જવા ઉપરાંત લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. વોટર સોલ્યુબલ ફાઇબર્સ ફળફળાદી, કઠોળ, તેલીબીયા તથા ઓટ્સમાંથી મળે છે. અને આવા ફાઈબર્સ પેટમાં લાંબો સમય સુધી પડ્યા રહે છે અને લાંબો સમય ભૂખ લાગતી નથી. આ ઉપરાંત વધુ ફાઈબર્સવાળો ખોરાક ખાવાથી તેને ખાતાં પણ લાંબો સમય લાગે છે અને તેથી થોડું ખાવાથી જ પેટ ભરાઈ જવા જેવું લાગે છે.
હાઇફાઈબર્સવાળો ખોરાક ખાવાથી ઘણાબધા રોગોથી દૂર રહી શકાય છે, જેમ કે ઇસોલ્યુબલ ફાયબર્સવાળો ખોરાક એટલે કે વિપુલ પ્રમાણમાં શાકભાજી અને જાડો લોટવાળો ખોરાક ખાવાથી કોલોન કેન્સર થતું અટકે છે. ઇનસોલ્યુબલ ફાયબર્સ કોલોનમાંથી જલદીથી પસાર થઈ જાય છે. અને કેન્સર કરતાં કોશોને પણ કોલોનમાંથી જલદી નીકળી જવું પડે છે. આ ઉપરાંત સોલ્યુબલ ફાયબરવાળા ખોરાક એટલે કે ફળફળાદી, કઠોળ, અને ડ્રાયફ્રુટ લેવાથી સ્ટ્રોકના રોગો અટકાવાય છે. ઉપરાંત ડાયાબીટીસ અને ગેસને લગતા રોગો પણ દૂર રહે છે. આ ઉપરાંત સોલ્યુબલ ફાઈબર્સથી હાઇકોલેસ્ટેરોલમાં ફાયદો થાય છે. અને હાર્ટના રોગોથી બચી શકાય છે. આ ઉપરાંત ફાયબર્સ ઓગળીને જાડા થઈ એક જેલ ઉત્પન્ન કરે છે. આ જેલ શરીરમાં શુગરનું ઉત્પાદન ઓછું કરી અને શરીરમાં બ્લડ ગ્લુકોઝ લેવલ બરોબર રાખે છે. આ ઉપરાંત આ જેલ કબજીયાત દૂર કરી હરસમસા જેવા રોગોમાં પણ ફાયદો કરે છે.
નેશનલ કેન્સર ઇન્સ્ટીટ્યુટ દરરોજ 20થી 35 ગ્રામ ફાઇબર્સ લેવા માટે કહે છે. તેનો અર્થ એવો નથી કે ફાયબર્સ લેવાથી વજનનો કંટ્રોલ થઈ જવાનો છે, પરંતુ જો તમારા હેલ્ધી ન્યુટ્રીશિયસ ડાયટમાં ફાયબર્સનો ઉમેરો કરવામાં આવે તો તે તમને વજન ઉતારવામાં મદદરૂપ થાય છે. ફાયબર્સ ખોરાકમાં એક સામટા જ ઉમેરી દેવાથી ગેસ અને વધુ પડતો અપચો વિગેરે થઈ શકે છે. જ્યારે તમારો ખોરાક વધુ ફાયબર્સવાળો હોય ત્યારે અચૂક પાણીનું પ્રમાણ પણ વધારવું પડે છે. નહિંતર કબજીયાત થઈ જાય છે.
બન્ને પ્રકારના ફાઇબર્સનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને વોટર-સોલ્યુબલ અને વોટર-ઇનસોલ્યુબલ બન્ને જાતના ફાઇબર્સનો ફાયદો મળે અને માટે જ ફળફળાદિના જ્યુસ પીવા કરતા તેને છાલ સાથે ખાવા વધુ હિતાવહ ગણવામાં આવે છે. આ ઉપરાંત બાફેલા શાકભાજી અને ફળફળાદીનો ઉપયોગ બને તેટલો વધારી શકાય છે. બાળકો શાક ન ખાતા હોય તો તેને બનાવવાની રીત બદલીને એટલે કે બાફેલા શાકના બદલે શેકેલી કટલેસ, અથવા બ્રાઉન બ્રેડની સેનવીચ અથવા બેક્ડ વેજી બનાવીને ખોરાકમાં ફાઇબર્સ ઉમેરી શકાય છે. આ ઉપરાંત ઘરમાં બનાવવામાં આવતાં સૂપને ગાળ્યા વગર જ પી જવો હિતાવહ છે.

હાઇ ફાઇબર્સ ફુડ (પેક્ડ ખાદ્ય સામગ્રી ઉપર ફાઇબર્સનું પ્રમાણ અવશ્ય વાંચવું)

ઉપરનું હાઇફાબર્સનું લીસ્ટ દરેક વ્યક્તિએ પોતાના ટેસ્ટનું પોતાના શરીરને અનુરૂપ વસ્તુઓ સીલેક્ટ કરવામાં મદદરૂપ થશે અને હેલ્ધી નોર્મલ કોલેસ્ટેરોલ અને નોર્મલ બ્લડશુગર રાખવામાં મદદરૂપ થશે તેવી આશા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *