આખરે ડાયાબીટીસ શું છે ? આજે જાણો ડાયાબિટીશ વિષે !!

ડાયાબીટીસ એવો રોગ છે જેને ડાયટથી આગળ વધતો અટકાવી શકાય છે. ઉપરાંત જો દવાનો ડોઝ વ્યવસ્થીત રીતે એડજસ્ટ કરવામાં આવે તો તે નુકસાન કરતો નથી. પરંતુ જો ધ્યાનમાં રાખવામાં ન આવે તો અનકન્ટ્રોલ્ડ ડાયાબીટીસ શરીરના દરેક ભાગને નુકસાન પહોંચાડી શકે છે. હું અહીં પગથી માથા સુધીના અવયવોને ડાયાબીટીસથી શું નુકસાન થાય છે તે સમજાવવાનો પ્રયાસ કરું છું.
મગજઃ
ડાયાબીટીસ ધરાવતા વ્યક્તિઓને સાધારણ વ્યક્તિ કરતાં 2થી 4 ગણો સ્ટ્રોક (લકવા) થવાનો ચાન્સ વધી જાય છે.
આંખઃ-
વધુ પડતાં ડાયાબીટીસથી આંખોમાં ધુંધળુ દેખાવું ઉપરાંત આગળ જતાં ડાયાબીટીક રેટીનોપેથી (આંખોના રોગ) અને આગળ જતાં ધ્યાન રાખવામાં ન આવે તો અંધાપાનું કારમ બને છે.
દાતઃ-વધુ પડતી શુગરના કારણે પેઢાના પ્રોબ્લેમ તથા પેઢાના રોગો થતાં હોય છે. પેઢા તથા દાંતના સડાને કારણે આંતરડામાં અપચો અથવા શરીરના વિવિધ અવયવના રોગો થઈ શકે છે.
હાર્ટઃ-
હાઇ બ્લડ શુગરવાળા લોકોને હાર્ટ એટેકનું રીસ્ક વધુ રહે છે. હાર્ટએટેક આવે ત્યારે ડાયાબીટીસના કારણે ખબર જ નથી પડતી એટલે કે ‘સાયલન્ટ એટેક’ હોય છે. અને તેમાં જીવનું જોખમ રહેલું હોય છે.
ફેફસાઃ- ન્યુમોનિયા, ઇન્ફ્લુએન્ઝાના પ્રોબ્લેમ્સ ડાયાબીટીસના પેશન્ટોમાં વધુ જોવા મળે છે. તેના કારણે મૃત્યુ પણ થઈ શકે છે.
પેટની તકલીફો તથા કબજીયાતઃ-
વધુ પડતા ડાયાબીટીસના કારણે નર્વ્ઝ ડેમેજ થાય છે અને પાચનશક્તિના પ્રોબ્લેમ વધી જાય છે. જેમ કે ખોરાક ઉતારવાની તકલીફ, ઉલટી થઈ જવી, વારંવાર ઝાડા થઈ જવા ઉપરાંત અપચો, કબજીયાત વિગેરે થઈ શકે છે.
કિડનીની તકલીફોઃ-હાઇ બ્લડ પ્રેશરની સાથે સાથે જ્યારે અનકન્ટ્રોલ્ડ ડાયાબીટીસ હોય ત્યારે કિડનીની તકલીફો વધી જાય છે અને ડાયાલીસીસ કરાવવો પડતો હોય છે.
રિપ્રોડક્ટીવ સીસ્ટમઃ-
ડાયાબીટીસના કારણે પુરુષોને ઇન્ફેક્શનનો પ્રોબ્લેમ થઈ શકે છે. તેમ જ સ્ત્રીઓને વજાઈટીસ થઈ જાય છે.
પગના તળિયાઃ-
પગના તળિયામાં વારંવાર ખાલી ચડી જવી. સોય ભોંકાવા જેવું દુઃખવું ઉપરાંત પગમાં લોહીનું પરિભ્રમણ ઓછું થઈ જવું અને ખૂબ જ એક્સ્ટ્રીમ કેસમાં ગેન્ગરીન થઈને પગ કપાવવો પડે છે. આ બધા જ કોમ્પ્લીકેશન વધુ પડતાં અનકન્ટ્રોલ્ડ ડાયાબીટીસથી થઈ શકે છે.
આ તો થયા ડાયાબીટીસના ગેરફાયદા, આપણને આવી કોઈપણ તકલીફ ન આવે જો આપણે ડાયાબીટીસને કન્ટ્રોલમાં રાખીએ તો. ડાયાબીટીસને કન્ટ્રોલમાં રાખવાના સરળ ઉપાયો છે.
– સૌથી સરળ ઉપાય વજન ઉતારવાનો છે. અને ઉતારેલા વજનને મેઇનટેઇન કરવાનો છે. તમારા ટોટલ બોડીવેઇટ કરતાં જો તમે 5% થી 10% વજન ઓછું કરો તો તમારું બ્લડશુગર ખુબ જ ઓછુ થઈ જાય છે. ઉપરાંત બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ બધામાં ફાયદો થાય છે.

– જેઓને પેટ ઉપર ચરબી વધુ હોય તેઓને ડાયાબીટીસ અથવા લાઇફસ્ટાઇલ ડીસીઝના પ્રોબ્લેમ વધુ થાય છે. જેમના હીપ્સ, થાઈસ વધુ છે તેમને ચામડીની નીચે જ ચરબીના થર જામેલા છે. જ્યારે વધુ પેટવાળા લોકોને પેટમાં અંદર ચરબીનો ભરાવો થાય છે. આંતરડાં, પેટનાં અંદરનાં અવયવો, લીવર વિગેરે પર ચરબી જામેલી હોય છે.– તમારા રોજિંદા ખોરાકમાં ખાંડ બીલકુલ બંધ કરવાની જરૂર નથી. દિવસ દરમિયાન 1 ચમચી ખાંડ અથવા 1 ચમચો ગોળ વાપરી શકો છો.

– બને ત્યાં સુધી ખાંડના બદલે વપરાતા ‘શુગર સબસ્ટીટ્યુટ’ વાપરશો નહીં. શુગર સબસ્ટીટ્યુટ વાપરવાથી વારંવાર ગળ્યું ખાવાનું મન થતું હોય છે.
– ફક્ત વધુ પ્રોટીનવાળો જ ખોરાક લેવાની જરૂર નથી, તમારા રોજીંદા ખોરાકમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફેટ બધું જ લેવાનું રાખો.
– ‘બેલેન્સ્ડ ફૂડ’ ખાવ. કાર્બોહાઇડ્ર્ટેટ્સ વધુ પડતા લેશો નહીં. મેંદો અને તેમાંથી બનાવેલા બ્રેડ, બીસ્કીટ વાપરશો નહીં તેના બદલે જાડા લોટમાંથી બનાવેલી ભાખરી, રોટલી(જવની), ભૈડકુ વિગેરે વાપરો.
– ઠંડા પીણા, શરબત વિગેરે વાપરવાનું રાખશો નહીં. તેના બદલે છાશ, ખાંડ વગરનું લીંબુ શરબત, દૂધીનો જ્યુસ વિગેરે પીવાનું રાખો.
– ભાત, ખીચડી વિગેરે બ્રાઉન રાઇસ અથવા બોઇલ્ડ રાઇસમાંથી બનાવીને વાપરો.
– ફ્રુટ જ્યુસ અથવા બોટલ્ડ જ્યુસના બદલે આખા ફળોનો ઉપયોગ કરવાનું રાખો.
આટલું કરવાથી ડાયાબીટીસ કન્ટ્રોલમાં રહે છે અને તેની આડઅસરોથી દૂર રહી શકાય છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *