શા માટે તમારું ડાયેટીંગ નિષ્ફળ જાય છે ? જાણો તેની પાછળ જવાબદાર કારણોને

શું તમે જાણો છો કે શા માટે તમારું ડાયેટ નિષ્ફળ જાય છે ?

Advertisement

તે માટે આ ચાર કારણો જવાબદાર છે

ડાયેટિંગ કરતાં લોકોની આ સર્વસામાન્ય સમસ્યા છે. કે તેઓ ડાયેટિંગ કરે છે છતાં તેમને કોઈ જ ફેર દેખાતો નથી. તેમના વજનમાં કોઈ જ ફરક પડતો નથી. તો તે પાછળ કેટલાક મહત્ત્વના પરિબળ જવાબદાર હોઈ શકે છે જેનો ડાયેટ કરનારને ખ્યાલ નથી હોતો. અમારો આજનો લેખ તે કારણો પર પ્રકાશ પાડે છે.

Advertisement

ભવિષ્યના પ્રસંગો વિષે વિચાર્યા વગર ડાયેટનું પ્લાનિંગ કરવું

Advertisement

તમે ડાયેટિંગ શરૂ કરો તે પહેલાં તમારે એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે નજીકના ભવિષ્યમાં કોઈ જ મહત્ત્વનો પ્રસંગ ન આવતો હોય કે જેનાથી તમારું ડાયેટ ડીસ્ટર્બ થાય. પછી તે લગ્ન, પ્રવાસ, મુસાફી, કામ કે ગમે તે હોઈ શકે.

Advertisement

આમ થવાથી તમારું ડાયેટીંગ ખોરવાશે અને તેનો લાભ તમને મળી નહીં શકે અને ક્યારેક તે ઉલટું પણ પડી શકે છે.

અતિશય ડાયેટિંગ

Advertisement

ડાયેટ નિષ્ફળ જવાનું બીજું એક કારણ એ હોઈ શકે કે તમે અત્યંત ડાયેટિંગ કરતા હોવ. તેનાથી થશે એવું કે તારામાં ઉર્જાનો અભાવ રહેશે અને તમે થાકેલા રહેશો. અને જ્યારે તમે તમારા ડાયેટમાં કાર્બોહાઇડ્રેટને મોટા પાયે બંધ કરી દો છો ત્યારે તેની અસર ખુબ જ માઠી પડે છે.

Advertisement

ખુબ જ ઓછું કાર્બોહાઇડ્રેટ લેવાથી માંડીને જરા પણ કાર્બોહાઇડ્રેટ નહીં લેવું તે ડાયેટીંગ કરતા લોકોની સૌથી મોટી ભુલ છે. તમે લાંબા સમય માટે ખુબ જ નીચા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ લો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી.

Advertisement

બધું જ અથવા તો કંઈ જ નહીંની માનસિકતા

જ્યારે લોકો ડાયેટની શરૂઆત કરતા હોય છે ત્યારે શરૂઆતના દિવસોમાં, તેઓ પોતાના ખોરાક પ્રત્યે અત્યંત જાગૃત રહે છે. તે એટલું કડક ડાયેટ અપનાવતા હોય છે કે તેઓ ખુબ જ ઓછા પ્રમાણમાં મીષ્ટાન પણ ખાઈ શકતા નથી.

Advertisement

તેઓ એવું માને છે કે તેમણે મોટું પાપ કરી લીધું ! તેના કારણે તમને હંમેશા તે મીષ્ટાનની લાલચ રહ્યા કરે છે. અને તેના કારણે તમે પોતાની જાતને નબળા મગજના અનુભવો છો અને અહીંથી તમારી તમારા ડાયેટીંગ પ્રત્યેની નકારાત્મકતાની શરૂઆત થાય છે.

Advertisement

બિનસહાયક વાતાવરણ

Advertisement

કેટલાક લોકો સ્વ પ્રેરિત હોય છે. જ્યારે કેટલાક લોકોને પોતાની યોજનામાં આગળ વધવા માટે લોકોની સહાયની જરૂર પડે છે એટલે કે લોકોના પ્રોત્સાહનની જરૂર પડે છે. તેમાં તમારું કુટુંબ, મિત્રો અને સાથે કામ કરતાં કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

Advertisement

માટે તમારે એ વાતનુ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે તેવા લોકોથી ઘેરાયેલા રહો જે તમને તમારું લક્ષ પ્રાપ્ત કરવામાં તેમજ તમારા પ્રયાસોને પ્રોત્સાહિત કરતા રહે.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *