ડાયટની નવી પરિભાષા – Episode – 1 New Definition Of Diet, Food Mantra – Surbhi Vasa ! Diet Tips

આજથી આપણે નવી સીરીઝ જોઈશું.”ડાયટ ની નવી પરિભાષા” કેટલું સરસ છે નઈ? તમારું વજન બે ત્રણ મહિના માં ચોક્કસ ઘટે છે.પણ પાચ કે છ મહિના પછી શું? ત્યારે તમે નોર્મલ ડે ટુ જ્યારે તમે નોર્મલ ખાતા હોય તેવું ખાવાનું ચાલુ કરો ત્યારે વજન તમારું જે હતું ત્યાંનું ત્યાં આવી ને ઉભુ રહી જતું હોય છે. અને તેની સાથે સાથે વાળ બહુ ઉતરતા હોય છે. અને સ્કિન પ્રોબ્લેમ થતા હોય છે. સ્કિન ડ્રાય થઇ જાય. સ્કિન કરચલી વાળી થઈ જાય. પછી તેના પર જે ગ્લો હોય પછી તેના સિવાય બોડીમાં પ્રોબ્લેમ્સ પણ ઊભા થતા હોય છે. ઢીચણ માં દુખાવો શરૂ થઇ જતો હોય છે. આવા બધા કેટલાક પ્રોબ્લેમ થતા હોય છે. તમે તમારું રોજનું ચાર્ટ બનાવવો. તમે જ શું ખાવ છો. અને પછી તમારી જાતે જ ચાર્ટ તૈયાર કરો.

1- તમે તમારી જાત ના જ ડોક્ટર છો. તમને શું ફાવે છે શું નથી ફાવતું. તો નાની નાની વસ્તુ તમે ખબર પડશે અને તમારો ડાયટ ચાર્ટ ખુદ જ બનાવી શકશો. હવે અલગ અલગ વાનગીઓ વિશે ની સમજણ જોઈશું.જ્યારે જે વસ્તુ તમારી આસપાસ હોય કે નજીક હોય અને તમારી પાસે ચાલી ને ના આવી હોય એ વાનગી તમારી અને એ વસ્તુ છે કે તે સામગ્રી તમારી એટલે કે તમારે ડાયટ કરવા માટે બ્રોકોલી અલગઅલગ ધાન છે બકવિત છે તે કંઈ જ ખાવાની જરૂર નથી.

2- દરેકે દરેક વસ્તુ ના નામ અને લેબલ મોટા છે.અને પ્રાઈઝ પણ મોટી છે જ્યારે આપણી પાસે એટલું સરસ છે ને જુવાર, બાજરી છે એટલા બધા સરસ મજા ના ધાન્ય છે.અલગ ટાઇપ ના શાકભાજી પણ છે. તેને તમે સારી રીતે ઉપયોગમાં લઈ શકો છો. અને તમારા ડાયટ પ્લાનને એકદમ પરફેક્ટ બનાવી શકો છો. જે વસ્તુ કે વાનગી તમારી પાસે ચાલીને આવે તે તમારી નથી. તેની સાથે સાથે આપણા પૂર્વજો એટલે કે તમારા દાદી એ નાની એ જે ખાધું છે ને તે જ આપણે ખાવાનું છે.

એટલે કે ધારો કે તમે ગુજરાત માં રહેતા હોય તો ખાખરા ખાતા હોય અથવા થેપલા ખાતા હોય તો તમારું બોડી એ જ રીતે ટેવાયેલું હોય છે.જો તમે બ્રેડ ખાસો તો તમને નઈ પચી શકે.એ જ રીતે જે લોકો સાઉથ ઇન્ડિયન છે જે સાઉથ માં રહે છે એ લોકોનું મોટા પ્રમાણમાં રાઈસ ની વાનગીઓ ખાતા હોય છે. તેમના માટે ભાત વધારે સુપાચ્ય છે. એવી જ રીતે નોર્થ માં જાવ તો પરાઠા છે રાઈસ છે તે બધી અલગ અલગ વાનગીઓ ની વિશેષતા છે.

3- તેવી જ રીતે ભારત એક એવો દેશ છે કે તેમાં બધી બવ વાનગીઓ રહેલી છે. અને તે વાનગી વિશે વિચાર કરીએ તો અખૂટ ભંડાર છે. આપણે ક્યાંય જવાની જરૂરત જ નથી. તો ખરેખર તમે ડાયટ કરવા ઈચ્છતા હોય તો તમારા બેઝિક તમારા મૂડ તરફ પાછા ફરવું. તમે ચોક્કસ ડાયટ-પ્લાન અનુસરશો તો તમારું વજન ચોક્કસથી ઘટશે.

આજે આપણે ડાયટ પ્લાન જોઈશું. જેથી તમારું વજન બે ત્રણ મહિનામાં નહિ ઉતરે પણ ધીરે ધીરે ઉતરશે. એક વર્ષ પછી તમને લાગશે કે વજન ઓછું થયું છે. અને આમ છતાં પણ વધારે પડતાં હેલ્ધી થયા છો.તમારી સ્કિન ગ્લો કરે છે.અને તમારા વાળ છે તે સરસ થયા છે.તો આવી બધી વસ્તુ છે.તેનું પેકેજ આપુ તો ચોક્કસ થી ગમશે.આપણે વાનગી ના પ્લાન જોઈશું.અને જો નવી નવી વાનગી જોઈએ છે.તો તમે ચોક્કસથી ફોલો કરજો. સૌથી પહેલા તેના માટે શું કરવાનું કે તમને એવું થાય કે મારા ઘરે અત્યારે લોક ડાઉન માં બધાએ જોયું કે બહાર નું ફૂડ સાવ બંધ કરી દીધું હતું.તો આપણા માં ઘણી બધી સારી અસર થઈ છે.

ઘર માં બનાવેલી વસ્તુ ખાસો તો તમારું અડધું ડાયટ થઈ જશે. એ વાતનું ધ્યાન રાખજો. ડાયટ પ્લાન ફોલો કરતા હોય તો તમારે ડાયટ કરવાની કે વજન ઘટાડવા ની ઈચ્છા હોય તો સૌથી પહેલાં શું ખાવાનું કે સૌથી પહેલાં તો તમારે કઈ રીતે ખાવું જોઈએ. હંમેશા બેસીને ખાવાનું. જ્યારે પણ બાળકો હોય તેનું વજન વધતું હોય છે. તે કંઇક નું કંઇક મોઢામાં મૂક્યા કરતા હોય છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે હંમેશા તમે કઈ પણ ખાવ તો બેસી ને ખાવાનું. એટલે કે તમે જમવા બેસો શાંતિ જમવા બેસવા માટે ટેબલ ખુરશી કા તો નીચે બેસીને જમી લેવાનું.

4- હંમેશા હાથથી જ ખાવા નું.અને ત્રજુ જે છે તે ચાવી ચાવી ને ખાવાનું.તમે જે પણ ખાવ એટલું સરસ રીતે ચાવો ને એ તમારા શરીર માં એકદમ સરસ રીતે ભળી જાય.તો આ ત્રણ વાત ખાસ ધ્યાનમાં રાખવાની.અત્યાર ની હજુ એકવાત છે કે જ્યારે તમે જમવા બેસો ત્યારે મોબાઈલ, ફોન, લેપટોપ અથવા તો ટીવી કોઈપણ વસ્તુ તમારી જોડે ન હોવી જોઈએ. ફક્ત અને ફક્ત તમારી વાનગી અને તમારી થાળી અને તમે અને તમારું ફેમેલી એ સાથે થઈ ને જમસો ને તો એ જમવાનો આનંદ આવશે ને એ તમે કલ્પના પણ નઈ કરી શકો. કે કેટલો સરસ આનંદ મળી રહ્યો છે.

તો આ રીતે તમે બેસી ને ખાવ અને કોઈ ગેસેટ સાથે ના ખાવ.અને જે રીતે તમે ઘરે રસોઈ બનાવો વાનગી જ્યારે પણ બનાવો ત્યારે હમેશાં વિચારતા હોઈએ છે કે હું શું બનાવ તો સરસ મારા ફેમેલી ને હેલ્ધી અને હેલ્થ ને હેલ્પ ફુલ થઈ શકે.અને તમે પોઝિટિવ વિચાર સાથે વાનગી બનાવશો તો તે સરસ બનશે.આ બેઝિક થઈ.કે આપણે ડાયટ કરતા હોય ત્યારે આ ધ્યાન માં રાખવાનું.

5- હવે જ્યારે ડાયટ નો વિચાર કરતા હોય કે ડાયટ પ્લાન કરતા હોય ત્યારે એવું થાય હવે ના અમુક દિવસો સુધી અમુક મહિના સુધી અમુક અમુક વાનગી નઈ ખાય શકું.એટલે કે સૌથી પહેલા ટોપ ઉપર શું નામ આવે જંગ ફૂડ નું જ નામ આવે ને એટલે કે પાઉં ભાજી, પાસ્તા, પીઝા,ચાયનીઝ આ બધી વસ્તુ હું નઈ ખાય શકું ના એવું નથી ચોક્ક્સ થી ખાય શકો પણ તેના પ્રમાણ નું ખાસ ધ્યાન રાખવાનું છે.

હવે જ્યારે તમે ડાયટ કરવા ઈચ્છતા હોય કે તમે હેલ્ધી રેહવાં ઈચ્છા હોય.તો કંઈ વસ્તુ ના કોમ્બિનેશન કોની સાથે પરફેક્ટ જાય છે.એ વાત નું ધ્યાન રાખવાનું.તમે જે વાનગી બનાવી રહ્યા છો.અને જે વાનગી ઘર ના ને ખવડાવી રહ્યા છો.જ્યારે તમે ખાવ ત્યારે ઓવર ઇટીંગ ના કરો.તમે જે ફૂડ ખાવ છો એટલે કે આપણી હોજરી માં પચાસ ટકા ફૂડ આવે અને ૨૫ ટકા જેટલું પાણી આવે અને ૨૫ ટકા હવા માટે જગ્યા રાખતા હોય છે. જેના કારણે અંદર જે પ્રોસેસ થાય છે ફરવા માટેની જગ્યા મળે. પણ જ્યારે આપણે ઓવર ઈટ કરીએ છીએ ત્યારે નથી પાણી માટે જગ્યા નથી હવા માટે જગ્યા તેના કારણે અલગ પ્રોબ્લેમ ઊભા થતા હોય છે.

ગેસ નો પ્રોબ્લેમ થાય,એસિડિટી નો પ્રોબ્લેમ થાય,મજા ના આવે અને એવું થાય કે ક્યાં ખાય લીધું ખાતી વખતે બહુ ખવાય જતું હોય છે.અને પછી આવા પ્રોબ્લેમ થતા હોય છે. એટલે જ્યારે આવું ખાવ ત્યારે બે કોળિયા ઓછા ખાવાના. 3 રોટલી ખાતા હોય તો અડધી રોટલી ઓછી ખાવાની છે. અત્યારે એવું ચાલી રહ્યું છે કે ઘઉંની રોટલી તો ખવાય જ નહીં તો શા માટે ના ખવાય. ઘઉં બહુ સારા એવા એનર્જી નો સોર્સ છે. એટલે કે કાર્બોહાઈડ્રેટ નો સારા માં સારો સોર્સ છે.

6- ઘઉં હંમેશા ખાવા જોઈએ. તમે અલગ-અલગ ધાન્યનો કોમ્બિનેશન કરી શકો છો એટલે કે જુવાર બાજરી એ બધી જ વેરાયટી ને તમે એડ કરી શકો છો.રાગી ને એડ કરી શકો છો.પણ ઘઉંના ખાવા એના કારણે તમારું વજન પણ ઘટી શકશે.એવું કોઈ લોઝિક જ નથી.એની સાથે સાથે રાઈસ ન ખાવા.ભાત તો ખાવા જ ના જોઈએ. ભાત ખાવાથી વજન વધે છે. એવું નથી રાઈસ માં પ્રોટીન તત્વો રહેલા છે. એવા તત્વો રહેલા છે કે આપણા શરીર ને વધારે હેલ્થ ફૂલ થાય છે.

તો હંમેશા આપણું બેઝ છે તેને છોડો નઈ અલગ અલગ વાતો ઉપર ના જાવ.આજે આપણે જોયું કે શું ખાવું જોઈએ કે શું ન ખાવું જોઈએ.અને કઈ રીતે તેમાં આગળ વધવું જોઈએ.આપણે દરેકે દરેક ટોપિક ઉપર ચર્ચા કરવાની છે કે તમારું ડાયટ પ્લાન છે તે શરૂઆત કરો એટલે કે ઉઠો ત્યારથી કઈ રીતે ચાલવાનું તમે બ્રેકફાસ્ટમાં શું લઈ શકો છો.તમે જમવા માં શું લઈ શકો છો.

7- તમે ડિનર માં શું લઈ શકો છો.વચ્ચે પાચ થી છ વાગે નાસ્તા ના ટાઈમ માં શું લઈ શકો છો.તેમાં બધી બવ વેરાયટીઓ છે.અને એવી હેલ્ધી વાનગી ઓ છે કે જેની તમે કલ્પના પણ ના કરી શકો કે આ બધી જ વાનગી ખાઈ શકુ છું. હંમેશા આપણે ડાયટ કરતા હોય ત્યારે આપણી પાસે લીસ્ટ બહુ ઓછું હોય છે કે હું આ ખાય શકું છું.તમારે સૂપ અને સલાડ ઉપર જ રહીશ તેવું કરવાની જરૂર નથી.હવે આગળ ના જે એપિસોડ જોઈશું.એમાં આપણે આવી જ રીતે મસ્ત મજાનો ડાયટ પ્લાન જોઈશું.જે એક એક વસ્તુ ઉપર ફોકસ કરીશું.જેમાં બ્રેકફાસ્ટ પણ આવશે.ડિનર પણ આવશે.અને અઢળક વાનગીઓ વિશેની ચર્ચા પણ કરીશું.અને અલગ અલગ ધાન્ય ઉપર પણ ફોકસ કરીશું.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *