નવરાત્રી સ્પેશિયલ હલવાઈ સ્ટાઇલ પેંડા ઘરે બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની ખૂબ જ ઉપયોગી બેસ્ટ ટિપ્સ

નવરાત્રીનું મસ્ત મજાનો માહોલ જામી ગયો છે. હા બહાર આપણે ગરબા રમવા નથી જવાના પણ ગરબા કર્યા વગર તો ના જ રહી શકાય. એટલે શેરીમાં, ગલીમાં, આપણી કોલોનીમાં આપણે ગરબા કરીશું. અને એની સાથે માતાજીની આરતી પણ કરીશું. અને માતાજીને પ્રસાદ પણ ધરાવીશું. તો આજે આપણે આ પ્રસાદમાં કંઈક નવું શું બનાવી શકો અને નવા નવા આઈડિયા તમે વીડિયોમાં જોઈ શકો છો તમે બધા પ્રસાદ બહુ સરસ બનાવો છો.પણ એવું થાય કે આવખતે મારો પ્રસાદ બધાથી અલગ હોવો જ જોઈએ.

તો બસ આજે હું એવા આઇડિયા આપીશ કે એક નઈ પણ ત્રણ ચાર આઈડિયા મળી રહેશે. હવે આપણે શરૂઆત કરીશું.આજે આપણે નવરાત્રિ માં પ્રસાદ બનાવવા માટે નવા નવા આઈડિયા સૌથી પહેલા પેંડા એ એવી મીઠાઈ છે કે હંમેશા આપણે પ્રસાદમાં ધરાવતા હોય એ છે આપણે તેને પ્રસાદ યા પેંડા બોલાવતા હોઈએ છે. બરાબરને. અત્યારે માવો સરસ નથી મળતો હોતો તો આપણે ઘરે પેંડા કેવી રીતે સરસ બનાવીએ. દૂધ ઉકાળીને બનાવી શકાય છે. પણ એટલી લાંબી પ્રોસેસ કોણ કરે તેના માટે આપણે મિલ્ક પાવડર લય લઈ લેવાનો છે.તો મિલ્ક પાવડર સાથે બનાવતા હોઈએ ત્યારે મિલ્ક પાવડર મેજર મેન્ટ તમે ખાસ ધ્યાન રાખજો હો..

સામગ્રી

  • એક કપ મિલ્ક પાવડર
  • પા કપ ઘી
  • પા કપ ખાંડ
  • અડધો કપ દૂધ

રીત

1- એક કપ મિલ્ક પાવડર,પા કપ ઘી, પા કપ ખાંડ,અને અડધો કપ દૂધ.

2- આ ચાર વસ્તુ ને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને તેને ગરમ કરવા મૂકવાનું છે.

3- અને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. સરસ રીતે હલાવતા રો હલાવતા રો અને જે મિશ્રણ છે એ પેનને છોડવા લાગશે છે.

4- હવે તે બોલ્સ જેવો થઈ જશે ત્યારે સમજી લેવાનું કે પેંડા નું મિશ્રણ તૈયાર થઈ ગયું છે.

5- અને તેને ઠંડુ કરીને તેને શેપ આપી શકો છો.

6- તેમાં કેસર ઉમેરી ને પણ તમે પેંડા બનાવી શકો છો.

7- અને તેના એક ચમચી જેટલી મલાઈ પણ ઉમેરી શકો છો.

8- તો કેસર મલાઈ પેંડા થઈ જશે.

9- અને તમારે કોકોનટ ફ્લેવર બનાવી હોય તો.તેમાં કોકોનટ બોલ્સ બનાવવા હોય તો આજ મિશ્રણ ની અંદર ૧ કપ કોપરાનું છીણ તમે ઉમેરી દો.
10- એટલે કે એક કપ કોપરું, ૧ કપ મિલ્ક પાવડર, પા કપ ઘી, પા કપ ખાંડ અને એક અડધો કપ દૂધ.

11- હવે તેમાં ખાંડ નું પ્રમાણ તમને ગમે એવું રાખી શકો છો. વધઘટ કરી શકો છો.

12- હવે તે બધું મિક્સ કરીને હલાવતા રહો.

13- હવે તે મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે તેના બોલ્સ વારી લો. તો પણ બહુ જ સરસ કોકોનટ ફ્લેવરના બોલ્સ તૈયાર થઈ જશે. અને ઉપરથી કેસરથી સરસ મજાનો ટપકું મૂકી દો તો તમારો પ્રસાદ કેટલો સરસ લાગે. દેખાવમાં પણ બહુ જ સરસ લાગે.

14- હવે બીજા નવા નવા આઈડિયા આપુ.

15- જો તમારે રોઝ ફ્લેવર કરવી હોય તો મિશ્રણ ઘટ્ટ થઈ જાય પછી ગુલાબની પાંદડી એને કતરણ કરી ઉમેરી દેવાની.

16- એની સાથે લગભગ બે ચમચી કાજુ પાવડર ઉમેરો.

17- કાજુ અને ગુલાબ એ બંને નું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે.

18- એટલે આ બંને તમે ઉમેરી અને ફરીથી મિશ્રણને ઘટ્ટ કરી લેવાનું છે.

19- અને એ મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેના બોલ્સ બનાવી લો.

20- અને તમને મનગમતો સેપ આપવો હોય તો પણ આપી શકો છો. રોલ નો પણ સેપ આપી શકો છો.

21- હજુ પણ એક બીજો આઈડિયા છે.

22- તમારે પાનની ફ્લેવર કરવી હોય તો પાનની કતરણ કરી લો.

23- પાનની બારીક બારીક કતરણ તમે જ્યારે કુક કરતા હોય ત્યારે જ ઉમેરી દેવાની.

24- એના કારણે શું થશે લાઇટ ગ્રીન કલર મળશે. તમને અને પાનની બહુ જ સરસ ફ્લેવર પણ મળશે.

25- તો કેટલા બધા આઈડિયા આપી દીધા તમને બરાબરને હવે આ પ્રસાદ તમે ચોક્કસથી બનાવજો અને બધા જ ફોટોઝ શેર કરજો.

26- આજે નવા નવા પ્રસાદના બહુ જ સરસ આઈડિયા આપ્યા છે તો જરૂર થી આ નવરાત્રિ માં બનવાનો.

વિડિઓ :

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *