સરગવા દુધીનો સૂપ – પરિવાર સાથે આનંદથી પીવો આ હેલ્થી સૂપ, રીત છે…

સરગવા દુધીનો સૂપ (Drumstick & Bottle Gourd Soup )

શિયાળો હોય કે કોઈ પણ સીઝન હોય સરગવો એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ સૂપ કાયમ તમે પી શકો છો આ શરીર માટે ખૂબ જ ગુણકારી છે હાડકા માટે , માનસિક તણાવ માટે, હેર ગ્રોથ માટે ,પાચન ક્રિયા માટે , વેઈટ લોશ , ખાંડ લેવલ, લોહી શુદ્ધ કરવા ઘણા બધા માં સૂપ ફાયદાકારક નીવડે છે અને સૂપ પીવાની મજા શિયાળામાં પણ ઘણી સારી આવે છે તમારી ફેમિલી માં બધાને ખૂબ જ ભાવે છે.

સામગ્રી :

  • ૧૦૦ ગ્રામ સરગવો
  • ૫૦ ગ્રામ દૂધી
  • ૫૦ ગ્રામ કોથમીર
  • ૧ ચમચી આદુની પેસ્ટ
  • ૧ ચમચી મરી પાઉડર
  • ૧/૨ ચમચી સંચર પાઉડર
  • ૧ ચમચી તજ નો પાઉડર
  • ૧/૪ ચમચી ઘી
  • ૧/૪ ચમચી જીરુ
  • ૧/૨ લીબું
  • ૨ ચમચી પંપકીન સીડસ

રીત :

➡દુધી અને સરગવાને સુધારી દો પછી એને થોડું પાણી નાખી કૂકરમાં બાફી દો બફાઈ ગયા પછી ઠંડુ થાય એટલે એને મીક્સરમાં કોથમીર, આદુનો ટુકડો એની સાથે ક્રશ કરી લો પછી સૂપ ની ચારણીમાં એને ગાળી લો

બરાબર ગળાઈ જાય પછી એની અંદર સંચળ પાઉડર, મરી પાઉડર નાખો.

➡પછી એની અંદર તજ પાઉડર નાખવો સાઇટ પર વઘાર માટે ઘી અને જીરું ગરમ કરવા મૂકો એ વઘાર સૂપ પર નાખી દો પછી સૂપને પાંચ મિનિટ માટે ઉકડવા દો. પછી એની ઉપર લીંબુનો રસ અને ઉપર પંપકીન સીડસ નાખી ગરમ ગરમ સર્વ કરો

➡હેલ્થી શરીર માટે ફાયદાકારક જરૂરી દુધી સરગવા નો સૂપ રેડી છે

રસોઈની રાણી : ખુશ્બુ વોરા

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *