ડ્રાય અને ફ્રેશ ફ્રુટ શ્રીખંડ – બહારથી નથી લાવી શકતા તો ઘરે બનાવો અને ખુશ કરી દો બધાને…

ગરમી પડવા લાગે એટલે ઠંડીમાં ભૂલાઇ ગયેલો શ્રીખંડ યાદ આવી જાય. જમવાના મેનુમાં બીજી બધી સ્વીટ સાથે સ્વીટ તરીકે શ્રીખંડ એડ થઇ જાય. આ શ્રીખંડ ફરાળમાં પણ લઈ શકાય છે. માર્કેટમાં અનેક ફ્લેવર્સ સાથે નેચરલ ટેસ્ટ લાવે તેવા ડ્રાય ફ્રુટ્સ અને ફ્રેશ ફ્રુટ્સમાંથી બનાવેલા શ્રીખંડ મળતા હોય છે. માત્ર ફ્લેવર્સમાં જોઇએ તો વેનિલા, પાઇનેપલ, ઓરેંજ, સ્ટ્રોબેરી, મેંગો, પિસ્તા, ઇલાયચી, ચોક્લેટ, રાજભોગ વગેરે ફ્લેવર્સમાં શ્રીખંડ મળતો હોય છે. તેમજ ફ્રેશ ફ્રુટમાં જોઇએ તો લીલી – કાળી દ્રાક્ષ, ચીકુ, પાઇનેપલ, મેંગો, કોકોનટ, લીચી, કિવિ, સ્ટ્રોબેરી, લીલુ નારિયેળની મલાઇ વગેરેમાંથી બનતો હોય છે.

શ્રીખંડ ઘરે પણ ખૂબજ સરળતાથી બનાવી શકાય છે. આજે અહીં હું ડ્રાય અને ફ્રેશ ફ્રુટના કોમ્બિનેશન સાથે એલાયચીની ફ્લેવર સાથે શ્રીખંડ બનાવવાની રેસિપિ આપી રહી છું. મારી આ રીત ફોલો કરીને જરુરથી ડ્રાય ફ્રુટ અને ફ્રેશ ફ્રુટ શ્રીખંડ બનાવી ટેસ્ટ કરજો. ચોક્કસથી ભાવશે.

ડ્રાય અને ફ્રેશ ફ્રુટ શ્રીખંડ બનાવવામાટેની રીત :

1 કિલો રેડી દહીં

 • 5 ટેબલસ્પુન સુગર પાવડર – તમારા સ્વાદ મુજબ સુગર લેવી
 • 1 ટી સ્પુન એલચી પાવડર અથવા 5-6 એલચીના દાણા અધકચરા ખાંડેલા દાણા
 • 2 ટેબલ સ્પુન કાજુનો અધક્ચરો કરેલ ભુકો
 • 2 ટેબલ સ્પુન બદામના સ્લિવર્સ
 • 2ટેબલ સ્પુન મગજ્તરીના બી
 • 2 ટેબલ સ્પુન જેલી સ્વીટ્સ
 • 15-20 કેશમીશ
 • 1 ટેબલ પિસ્તાના સ્લિવર્સ
 • 5 ટેબલસ્પુન સુગર પાવડર – તમારા સ્વાદ મુજબ સુગર લેવી
 • 15-17 લાંબી લીલી દ્રાક્ષના નાના ટુકડા કરવા
 • 1 કપ બારીક કાપેલા ચીકુ
 • 3-4 ટેબલ સ્પુન રેડ જેલી સ્વીટ

ગાર્નીશિંગ માટે:

 • 1 ટી સ્પુન પીસ્તા સ્લિવર્સ
 • 1 ટી સ્પુન બદામના સ્લિવર્સ
 • કાજુ
 • કીશમીશ
 • કલર્ડ સુગર સ્પ્રીંક્લર્સ
 • જેલી સ્વીટ્સ

ડ્રાય અને ફ્રેશ ફ્રુટ શ્રીખંડ બનાવવા માટેની રીત :

1 કિલો રેડી દહીં લ્યો. અથવા તો ઘરે ફુલ ફેટ દૂધ મેળવીને દહીં બનાવો. પહેલા દહીંને 1 કલાક ફ્રીઝમાં મૂકીને ઠંડું કરી લ્યો.

ત્યારબાદ પાણી ગાળવાની ઉંડી ગરણી(પિક્ચરમાં છે તેવી) લઇ તેમાં બધું ઠંડું કરેલું દહીં ઉમેરી દ્યો.

હવે તેમાંથી 3-4 કલાક પાણી નીતરવા દ્યો. વચ્ચે થોડીવારે સ્પુનથી દહીં ઉપર નીચે કરો.

અથવા મુસલિનનું કપડું લઇ તેમાં બધું દહીં ઉમેરી, ચારેય બાજુથી કાપડ ભેગું કરીને બાંધીને લટકાવી દ્યો. જેથી 3-4 કલાકમાં પાણી નીતરી જશે. વચ્ચે થોડીવારે પ્રેસ કરી પાણી નીતારતા રહેવું.

પાણી નીતરી ગયા પછી ગરણીમાંથી કે લટકાવેલા કાપડમાંથી શ્રીખંડ માટેનો પાણી નીતારેલ દહીંનો લચકો એક મિક્સિંગ બાઉલમાં કાઢી લ્યો.

હવે તેમાં 5 ટેબલસ્પુન સુગર પાવડર (તમારા સ્વાદ મુજબ સુગર લેવી) ઉમેરી સરસથી મિક્ષ કરી લેવી.

એકદમ સ્મુધ શ્રીખંડ બનાવવો હોય તો વાયરની ગળણીમાં સુગર મિક્ષ કરેલો શ્રીખંડનો લચકો ઉમેરી, સ્પુનથી પ્રેસ કરતા જઇને ગાળી લેવો.

હવે તેને બરાબર મિક્ષ કરી લેવો. સરસ સ્મુધ-લીસો શ્રીખંડ બનશે, ઘણા લોકોને આવો શ્રીખંડ પસંદ નથી હોતો. તો તેના માટે આ સ્ટેપ ઓપ્શનલ છે.

ત્યારબાદ શ્રીખંડના લચકામાં 2 ટેબલ સ્પુન કાજુનો અધક્ચરો કરેલ ભુકો, 2 ટેબલ સ્પુન બદામના સ્લિવર્સ, 2 ટેબલ સ્પુન મગજતરીના બી, 2 ટેબલ સ્પુન જેલી સ્વીટ્સ, 15-20 કેશમીશ અને 1 ટેબલ પિસ્તાના સ્લિવર્સ ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 15-17 લાંબી લીલી દ્રાક્ષના નાના ટુકડા અને 1 કપ બારીક કાપેલા ચીકુ ઉમેરી હલાવીને બરાબર મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં એલચી પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે બનેલા શ્રીખંડને 1 કલાક ફ્રીઝમાં ઠંડો થવા મૂકો. સરસ સેટ થઇ જશે. શ્રીખંડમાં ઉમેરેલા ડ્રાય ફ્રુટનો ખાવામાં આવતો ક્રંચ નાના મોટા બધાને ખૂબજ ભાવશે.

ખુબજ સરસ ઠંડો, સ્મુધ તેમજ ડ્રાય ફ્રુટ અને ફ્રેશ ફ્રુટ શ્રીખંડ સર્વ કરવા માટે રેડી છે.

સર્વિંગ બાઊલમાં ભરી શ્રીખંડને કાજુ, બદામ, કીશમીશ, જેલી સ્વીટ્સ, અને કલર્ડ સ્પ્રિંકલરથી ગાર્નીશ કરો.

પુરી, પરોઠા, રોટલી કે ફરાળમાં રાજગરાની ગરમાગરમ પૂરી સાથે ચીલ્ડ શ્રીખંડ સર્વ કરો. બધાને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *