ડ્રાય ભરવા આલુ બેંગન – રીંગણનું શાક નહિ ભાવતું હોય તો પણ ભાવશે, એકવાર તો જરૂર બનાવજો..

ડ્રાય ભરવા આલુ બેંગન :

રોજિંદા જમણ માં આપણે રસાવાળા કે થોડા ઓછા રસાવાળા શાક બનાવતા હોઇએ છીએ. પરંતુ જ્યારે લંચ બોક્સમાં કે ટ્રાવેલિંગ આ પ્રકારનું શાક લઇ જવામાં થોડું અનક્મફર્ટેબલ રહે છે. તેમાં રહેલો રસો ક્યારેક બોક્સમાંથી લીક થાય છે. તો એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આજે હું અહીં ડ્રાય ભરવા આલુ બેંગનના શાક ની રેસિપિ આપી રહી છું. મારી આ રેસિપિ ફોલો કરીને ડ્રાય ભરવા આલુ બેંગન બનાવી આ શાક લંચ બોક્સ માં ભરશો કે લોંગ ટ્રાવેલીંગમાં સાથે લઇ જવામાં ખુબજ સરળતા રહેશે.

ડ્રાય ભરવા આલુ બેંગન બનાવવા માટેની સામગ્રી:

  • 4 નાના રિંગણ
  • 4 નાના બટેટા
  • 2 ટમેટા
  • 1 કપ મેથીની ભાજી –બારીક સમારેલી
  • 1 ટેબલસ્પુન ઓઇલ – ભરવાના મસાલા માટે
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ½ ટી સ્પુન લાલ મરચુ પાવડાર
  • 2 ટેબલ સ્પુન તલ
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • 1 ટી સ્પુન ગોળ
  • 1 ટી સ્પુન બ્રેડ ક્રમ્સ – ફ્રેશ અથવા ડ્રાય
  • 1 ટી સ્પુન શેકેલો ચાણાનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ટેબલ સ્પુન લેમન જ્યુસ (વેજ. બની ગયા પછી મિક્સ કરવું)
  • કોથમરી ગાર્નિશિંગ માટે જરુર મુજબ

વઘાર માટે :

  • 3 ટેબલ સ્પુન ઓઇલ
  • ½ ટી સ્પુન રાઇ
  • ½ ટી સ્પુન આખુ જીરું
  • પિચ હિંગ
  • 2-3 સ્ટ્રીંગ લીમડો
  • ½ ટી સ્પુન હળદર
  • ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર,
  • 1 ટેબલ સ્પુન ભરતા વધેલો ગ્રાઇંડ કરેલો મસાલો

ડ્રાય ભરવા આલુ બેંગન બનાવવા માટેની રીત :

મિક્ષર જાર લઇ તેમાં 1 ½ ટેબલ સ્પુન લાલ મરચુ પાવડર, 1 ટી સ્પુન હળદર પાવડર, ½ ટી સ્પુન ગરમ મસાલો, 1 ટેબલ સ્પુન ગોળ, 2 ટેબલ સ્પુન તલ, મીઠું સ્વાદ મુજબ અને 1 ટી સ્પુન ઓઇલ લઇ તેને ગ્રાઇંડ કરી લો.

હવે તેને બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો.

હવે પાણીથી ધોઇને સાફ કરેલા રીંગણ – બટેટામાં 2-2 ઉભા કાપા પાડીને તેમાં ગ્રાઇંડ કરેલો મસાલો ભરી લો.

હવે મિડિયમ ફ્લૈમ પર કુકર મૂકી તેમાં વઘાર માટે 3 ટેબલસ્પુન ઓઇલ મૂકો.

ગરમ થાય એટલે તેમાં ½ ટી સ્પુન રાઇ અને ½ ટી સ્પુન આખુ જીરું અને લીમડો ઉમેરો. બન્ને તતડે એટલે તેમાં પિંચ હિંગ, હળદર પાવડર અને લાલ મરચુ પાવડર ઉમેરો. જરા સંતળાય એટલે તેમાં બારીક સમારેલી મેથીની ભાજી ઉમેરી સાંતળો. તેમાં બારીક સમારેલા ટમેટા ઉમેરી કુક કરો. તેમાં ગ્રાઇંડ કરેલો, ભરતા વધેલો મસાલો ઉમેરો. જરા સંતળો.

હવે તેમાં ભરેલા રીંગણ બટેટા ઉમેરી, ઉપરથી થોડી કોથમરી ઉમેરી મિક્સ કરી લ્યો. તેમાં 1 ટી સ્પુન બ્રેડ ક્રમ્સ અને શેકેલો ચણા નો લોટ ઉમેરી મિક્ષ કરો.

હવે તેમાં ¾ કપ પાણી ઉમેરી હલાવી લ્યો. 3 વ્હીસલ કરી લ્યો.

કુકર ઠરે એટલે તેમાં લેમન જ્યુસ ઉમેરી મિક્સ કરો.

સર્વિંગ બાઉલ માં સર્વ કરી કોથમરીથી ગાર્નીશ કરો.

ટ્રાવેલિંગ કે લંચ બોક્ષ માં સાથે પરોઠા લઇ જાઓ. બન્ને સાથે ખરેખર ટેસ્ટી લગશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *