ડ્રાયફ્રુટ મિલ્ક પાવડર – મોંઘા ચોકલેટ દૂધ નહિ હવે બાળકોને આપો આ હેલ્થી દૂધ..

આજે આપણે નાના બાળકો માટે દૂધ માં નાખવાનો પાવડર બનાવીશું.જે એકલા ડ્રાયફ્રુટ થી જ બનાવવામાં આવે છે. આ ડ્રાયફ્રુટ વાળું દૂધ તમારા બાળકોને પીવાથી તેનું સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે. તો આ પાવડર દૂધમાં નાખવાથી. બહારના પાવડર લાવવાની જરૂર નહીં પડે. અને એકદમ ટેસ્ટી તૈયારીમાં બાળકોને ગરમ દૂધમાં જ પાવડર નાખી ને આપી દેશો તો પણ એ ખુશી ખુશી પી લેશે. તો ચાલો જોઈએ તેની સામગ્રી.

સામગ્રી

  • બદામ પાવડર
  • કાજુ પાવડર
  • અખરોટ
  • પિસ્તા
  • ઈલાયચી પાવડર
  • જાયફળ
  • સૂંઠ પાવડર

રીત-

1- સૌથી પહેલા આપણે એક મિક્સર જાર લઈ લઈશું. અને તેમાં કાજુ, બદામ, અખરોટ અને પિસ્તા નાખીશું. અને તેને પીસી લઈશું. અને તેમાં બૂરું ખાંડ ઉમેરીશું.

2- આપણે છ ચમચી ખાંડ ઉમેરી છે. જો તમારે વધારે ગળ્યું જોઈતું હોય તો વધારે ઉમેરી શકો છો.

3- હવે નાની અડધી ચમચી જેટલી સુઠ પાવડર નાખી શું. બુરુ ખાંડ ફરી થી પીસવા થી આપણા ડ્રાયફ્રુટ નું તેલ અલગ પડતું નથી. અને એકદમ બારીક પાવડર થઈ જાય છે.

4- હવે બધું પીસી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ મિલ્ક ડ્રાયફ્રુટ પાવડર થઈ ગયો છે.

5- જો તમે આ પાવડર પીવડાવશો તો બાળકને બહારનો કોઇ પણ પાવડર ની જરૂર નહિ પડે. આપણે ઘરે બનાવેલો હાઇજેનિક પાવડર છે. તો હવે તેમાંથી દૂધ કઈ રીતે બનાવવુ તે જોઈશું.

6- સૌથી પહેલા એક ગ્લાસ લઈશું. તેમાં એક મોટી ચમચી પાવડર નાખીશું. તેમાં ગરમ કરેલું દૂધ ઉમેરી દઈશું. અને તેને હલાવી લઈશું.

7- જે તમે બાળકોને સવારે દૂધ આપતા હોય તો આ રીતે પાવડરનું બનાવીને આપશો તો એ ખુશી ખુશી પી લેશે. અને બહારના મોંઘા પાવડર લાવવાની પણ જરૂર નહીં પડે.


8- આ દૂધમાં તમારે કોઈપણ ખાંડ નાખવાની જરૂર નહીં પડે. અને આ આપણું હેલ્ધી દૂધ તૈયાર થઈ ગયું છે. જે તમે બહુ નાના બાળકોને પીવડાવતા હોય તો થોડું ગાળીને આપવું.

9- જો મોટા બાળકોને પીવું હોય તો તે ખૂબ લાભદાયી છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે નાના બાળકો માટે ડ્રાયફ્રુટ દૂધનો પાવડર તૈયાર થઈ ગયો છે.

10- આજથી જ તમારે બહારના કોઇ મોંઘા પાવડર લાવવાની જરૂર નહીં પડે. આ પાવડર તમે એરટાઇટ બરણીમાં ભરીને ફ્રિજમાં મુકશો તો બે થી ત્રણ મહિના સુધી સારો રહેશે. તો તમે આ પરફેક્ટ રીત જરૂરથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *