હેલ્ધિ ડ્રાય ફ્રૂટ મખાના ખીર – હવે કોઈપણ ઉપવાસ હોય ખીર ખાવી હોય તો બનાવો આ ખાસ ખીર…

મખાના… હમણા હમણા ખૂબજ પોપ્યુલર થયેલું નામ છે. તેને શિયાળ બદામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને ફરાળ માં પણ ખાઇ શકાય છે. મખાના એક જાતના નવા પોપકોર્ન છે. તેને કમળ ના બીજમાંથી વર્ષો થી બનાવવામાં આવે છે. તે ક્રંચી, સ્વાદમાં મમરા જેવા છતાંયે સ્વાદિષ્ટ, બનાવવા સરળ અને પૌષ્ટિક છે. કમળના બીજ તરીકે જાણીતા મખાનાના બીજને શુભ મનાતા હોવાથી હંમેશા કોઇ તહેવારઅથવા ધાર્મિક કાર્યો દરમ્યાન દેવને પૂજન માં અર્પણ કરવામાં આવે છે.

તેમાંથી પોરિંજ, પુડિંગ્સ, નાસ્તા, વેજીટેબલ, સ્વીટ વગેરેની વાનગીઓ બનાવવામાં આવે છે. તે ટ્રાંસ ફેટ થી મુક્ત હોવાથી તેનો ઉપયોગ કરવો ખૂબજ આરોગ્યપ્રદ છે. એવું કહેવામાં આવે છે કે, મખાનાની તુલાનામાં બદામ, અખરોટ, કાજુ અને અન્ય ડ્રાય ફ્રૂટ્સ પણ ન્યુટ્રિશનલ વેલ્યુમાં કમ છે. તેના અસંખ્ય ફાયદાકારક ગુણધર્મો છે.

તો તેમાંથી આપણે મખાનાના હેલ્થ માટેના થોડા લાભ જોઇ લઇએ.

* મખાના ભરપૂર ફ્લેવોનોઇડ્સ હોવાથી રક્તવાહિનીના જોખમને ઘટાડે છે. બળતરા ઘટાડે છે.

* મખાનામાં એંટી-બેક્ટેરિયલ ગુણધર્મો હોવાથી શરીરને સ્વસ્થ રાખે છે.

* તેમાં એંટિઓક્સિડેંટ્સ હોવાથી એજીંગ પ્રોસેસ ડાઉન કરે છે અને હેલ્થ ઇમ્પ્રુવ કરે છે.

* મખાના બરોળમાં થતી રક્તકણોની ક્રીયા ને ડિટોક્સિફાઇ કરી યોગ્ય રીટે કાર્ય કરવામાં મદદ કરેછે

* મખાનામાં પોટેશિયમનું પ્રમાણ વધારે અને સોડિયમનું પ્રમાણ ઓછુ હોવાના કારણે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને સિસ્ટોલિક બ્લડ પ્રેશરના લેવલને જાળવીરાખવામાટે માટે શ્રેશ્ઠ છે.

* શરીરને હાઇડ્રેટેડ રાખવામાં અને પાણીનું સ્તર જાળવી રખવામાં મદદરુપ થાય છે. સૌંદર્ય,વાળ અને રીપ્રોડક્ટિવ સિસ્ટમ માટે ખૂબજ લાભદાયક છે.

* મખાના કેલ્શિયમથી સમ્રુધ્ધ હોવાથી શરીરની કેલ્શિયમની જરુરિયતને પુર્ણ કરે છે, તેમજ દાંત અને હાડકાને મજબૂત બનાવે છે. ઓસ્ટિયોપોરોસિસ વાળા લોકો ને પણ ફાયદાકારક છે. આર્થરાઇટિસ અને તેને સંબંધિત સમસ્યાઓ માં પણ ખૂબજ સારા છે.

આ અને આવા અનેક પ્રકારના હેલ્થ માટેના ફાયદાઓ માખાનામાં રહેલા હોવાથી સારા એવા પ્રમાણમાં હંમેશા, કોઇ ને કોઇ પ્રકારની વાનગી બનાવીને હેલ્થ બેનીફીટ્સ મેળવતા રહેવું જોઇએ.

તેના માટે આપણે તહેવારો, પ્રસંગો અને ઉપવાસ ના દિવસો માં ફરાળમાં આ ખીર જરુરથી બનાવીશુ. તો એના માટે આજે હું તમને બધાને હેલ્ધી ડ્રરાય ફ્રૂટ મખાના ખીર ની રેસિપિ આપી રહી છું તો જરુર થી બનાવજો.

હેલ્ધી ડ્રાય ફ્રૂટ મખાના ખીર બનાવવા માટે ની સામગ્રી :

  • 1 કપ મખાના
  • 2 ક્પ ફુલ ફેટ મિલ્ક
  • 1 ½ ટેબલ સ્પુન સુગર
  • 1 ½ ટેબલ સ્પુન કંડેંસ્ડ મિલ્ક
  • 1 ટેબલ સ્પુન ઘી
  • 1 ટી સ્પુન એલચી પાવડર
  • 8-10 રેસા કેશર – ઓપ્શનલ
  • 15 કાજુ ‌- ફાઇનલી ચોપ્ડ
  • 15 પિસ્તા – ફાઇનલી ચોપ્ડ
  • 10 બદામ – ફાઇનલી ચોપ્ડ
  • 1 ટેબલ સ્પુન પિસ્તા સ્લિવર્સ – કતરણ

હેલ્ધી ડ્રાય ફ્રૂટ મખાના ખીર બનાવવા માટે ની રીત :

સૌ પ્રથમ મખાના ને ચોખ્ખા પાણીથી ધોઇ લ્યો. કારણકે કમળ ના બીજ ને રેતીમાં શેકીને ધાણીની જેમ તેમાંથી ફૂલ( પોપ્કોર્ન ) બનાવવામાં આવે છે. (ફેક્ટરીમાં ઇલેક્ટ્રીસીટી થી મશીનમાં બનાવવામાં આવે છે).

ત્યાર બાદ તેને ગળણી માં નાખીને તેમાંથી પાણી નિતારી લ્યો.

( મખાનાને ઘીમાં રોસ્ટ કરીને અધકચરા ગ્રાઈંડ કરીને પણ તેની ખીર બનાવી શકાય છે ).

ધોઇ ને પાણી નિતારેલા મખાના ને ગ્રાઇંડરમાં અધકચરા ગ્રાઇંડ કરી લ્યો.

હવે એક થીક બોટમનું પેન લઇ ને તેમાં 1 ટેબલ સ્પુન ઘી લ્યો.

ત્યારબાદ પેન માં લીધેલું ઘી ગરમ કર્યા વગર જ તેમાં ગ્રાઇંડ કરેલા મખાના ઉમેરી બન્નેને બરાબર મિક્સ કરી દ્યો.

હવે ઘી અને મખાનાનું મિશ્રણ મિડિયમ ફ્લૈમ પર મૂકી અધકચરા કરેલા મખાના કૂક કરો. કૂક થાય ત્યાં સુધી હલાવતા રહો.

બરાબર કૂક થઇ જાય પછી જ 2 કપ ફુલ ફેટ મિલ્ક ઉમેરો. (જો તમે હેલ્થ કોંશિયશ હોવ તો લો ફેટ મિલ્ક ઉમેરો).

મિડિયમ ફ્લૈમ પર ઉકાળો. મિશ્રણ ઉકળીને થોડું ઘટ્ટ થાય એટલે તેમાં 1 ½ ટેબલ સ્પુન સુગર ઉમેરી મિક્સ કરી ફરી 1-2 મિનિટ ઉકળવા દ્યો.

ચમચા વડે હલાવતા રહો. જેથી બોટમ પર મિશ્રણ બેસીને દાઝી ના જાય. ( તેમ થવાથી ખીર ની અરોમા સ્મોકી થઇ જશે ).

થોડું વધારે ઘટ્ટ થાય એટલે તેમાં 15 કાજુ ‌- ફાઇનલી ચોપ્ડ, 15 પિસ્તા – ફાઇનલી ચોપ્ડ અને 10 બદામ – ફાઇનલી ચોપ્ડ ઉમેરીને મિક્સ કરીને 2.મિનિટ ઉકાળો.

તેમાં 1 ½ ટેબલ સ્પુન કંડેંસ્ડ મિલ્ક ઉમેરી મિક્સ કરી 2 – 3 મિનિટ ઉકાળી લ્યો. બરાબર ઘટ્ટ થઇ જાય એટલે તેમાં 1 ટી સ્પુન એલચી પાવડર મિક્સ કરી ગેસ ની ફ્લૈમ બંધ કરી. ઉતારી લ્યો.

હેલ્ધી ડ્રાય ફ્રૂટ મખાના ખીર ગરમ અથવા ઠંડી કરીને સર્વિંગ બાઉલમાં સર્વ કરો. ઉપરથી પિસ્તાના સ્લિવર્સથી ગાર્નિશ કરો.

ખૂબજ યમ્મી, સાથેસાથે હેલ્થ માટેના અનેક ફાયદાઓથી સમ્રૃધ્ધ એવી આ હેલ્ધી મખાના ખીર ઉપવાસના ફરાળમાં તેમજ તહેવારોમાં બનાવો.

આ હેલ્ધી ડ્રાય ફ્રૂટ મખાના ખીર ખરેખર ખૂબજ સ્વાદિષ્ટ બનતી હોવાથી બધા જ ને ચોક્કસ ભાવશે.

તો મિત્રો મારી આ રેસિપિ તમને કેવી લાગી એ મને લાઇક કરી, કોમેંટ માં જરૂર થી જણાવજો.

બાળકો અને વડીલોને માટે તો બહુજ ફાયદા કારક છે. કેમકે મખાના પચવા માં ખૂબજ હલકા છે. વ્રુધ્ધ લોકો ની પાચન શક્તિ નબળી પડી ગઇ હોય છે અને બાળકો ભારે ખોરાક પચાવી શકતા નથી. તેથી બન્ને માટે લાભદાયક છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *