ડ્રાય કાજુ કારેલા નું શાક – કરેલા નહિ ભાવતા હોય એ પણ ખુશી ખુશી ખાવા લાગશે આ શાક…

કારેલા ખાવા એ બહુ જ ગુણકારી છે, કોઈ ને કોઈ રીતે કારેલા તો ખાવા જ જોઈએ તો આજે આપણે એકદમ ફટાફટ બની જાય અને ટેસ્ટી પણ બને તે રીતે કાજુ કારેલા નું શાક બનાવીશુ , કારેલા નું શાક કડવું લાગે તે લોકો માટે આ શાક બહુ જ ઉપયોગી છે , તો ચાલો રેસિપી જોઈ લઈએ.

સામગ્રી

  • ૨ ચમચી તેલ
  • ૧ કપ કાજુ –
  • થોડું રાય અને જીરું –
  • અડધી ચમચી હિંગ –
  • અડધો કપ આદુ-લસણ-લીલા મરચા અને મીઠા લીમડા ની પેસ્ટ –
  • . ૧ ચમચી મીઠું –
  • હળદર
  • ૧ ચમચી લાલ મરચું પાઉડર –
  • ૧ ચમચી ધાણાજીરું પાઉડર –
  • અડધી ચમચી ગરમ મસાલો –
  • અડધો કપ કાપેલો કે વાતરેલો ગોળ

સૌ થી પેલા એક કડાઈ માં ૨ ચમચી તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે તેમાં ૧ કપ કાજુ રોસ્ટ કરી લેવાના છે મીડીયમ ગેસ પર , કાજુ નો કલર ચેન્જ થવા આવે ત્યાં સુધી રોસ્ટ કરી લેવાના છે , પછી કાજુ ને નીકાળી લેવાના છે ,

પછી તે જ ગરમ તેલ માં થોડું રાય અને જીરું નાખી દો , બંને વસ્તુ ફૂટે એટલે અડધી ચમચી હિંગ નાખી દો , પછી અડધો કપ આદુ-લસણ-લીલા મરચા અને મીઠા લીમડા ની પેસ્ટ નાખી દેવાની છે , અને ૨-૩ મિનિટ સુધી સાંતળી લેવાનું છે , મીઠા લીમડા થી શાક માં ખુબ જ સરસ ફ્લેવર આવશે.

હવે તેમાં બી કાઢી લઇ રાઉન્ડ માં કટ કારેલા કારેલા નાખી દેવાના છે . ૧ ચમચી મીઠું નાખી દઈ હલાવી લેવાનું છે , ઢાંકી દઈ કારેલા સોફ્ટ થાય ત્યાં સુધી કુક થવા દેવાનું છે , વચ્ચે વચ્ચે હલાવતા રેવાનું છે , જેથી બધા કારેલા સરખી રીતે કૂક થાય , કારેલા સોફ્ટ થવા માં ૮-૧૦ મિનિટ જેટલો ટાઈમ લાગશે.

કારેલા કૂક થઇ જાય એટલે થોડી હળદર નાખી મિક્સ કરી લો , હવે તેમાં ૧ ચમચી લાલ મરચું પાઉડર , ૧ ચમચી ધાણાજીરું પાઉડર , અડધી ચમચી ગરમ મસાલો , આટલી વસ્તુ નાખી દઈ બરાબર રીતે મિક્સ કરી લો ,

હવે તેમાં અડધો કપ કાપેલો કે વાતરેલો ગોળ નાખી દો , ગોળ ને બરાબર મિક્સ કરી ઢાંકી દઈ અને ૩-૪ મિનિટ સુધી મીડીયમ ગેસ પર કુક થવા દેવાનું છે , જેથી ગોળ છે તે કારેલા સાથે બરાબર રીતે મિક્સ થઇ જાય .

ત્યાર પછી તળી ને એક સાઈડ રાખેલા કાજુ નાખી દેવાના છે. અને મિક્સ કરી લો . આ રીતે ગોળ માં બનાવેલું કારેલા નું શાક ટેસ્ટી લાગશે , કારેલા નું શાક નઈ ખાતા લોકો ને પણ આ શાક ભાવશે. તો એક વાર ચોક્કસ થી આ રીતે બનાવજો કારેલા નું શાક.



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *