જેગરી મિક્સ નટ્સ ચિક્કી – ચિક્કીની સીઝનમાં એકવાર આ ચિક્કી જરૂર બનાવજો, બધાને પસંદ આવશે…

જેગરી મિક્સ નટ્સ ચિક્કી :

જગરી મિક્સ નટ્સ ચિક્કી મગફળી શિંગ ની ચિક્કીનું બીજું એક ન્યુટ્રિશ્યસ વર્ઝન છે. ગોળ માં બનતી આ ચિક્કી આયર્નથી સમ્રુધ્ધ છે. સામાન્ય રીતે શિયળો તેમજ લોહરી અને મકરસંક્રાંતિ જેવા તહેવારો દરમ્યાન ખાવામાં આવે છે. આ ચિક્કીમાં ગોળ અને મિક્સ નટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચિક્કી બનાવવા માટે ગોળની પરફેક્ટ કંન્સિસટંસી ખૂબજ જરુરી હોય છે. આ ચિક્કીમાં કાજુ, બદામ, પિસ્તા, મગજતરીના બી અને કોપરાના ખમણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ખરેખર હેલ્થ માટે અતિશય પૌષ્ટિક છે.

બદામ :

બદામ સ્કીન માટે ખૂબજ પૌષ્ટિક છે, અને પ્રોટીન થી ભરપૂર છે.

બદામ પ્રોટીન, ખનિજો અને વિટમિન્સ નો સમ્રુધ્ધ સ્ત્રોત છે.

તે કોરોનરી આર્ટરી રોગ અને સ્ટ્રોક્સને અટકાવે છે.

એનિમિયા અને શ્વસન રોગોથી બચાવે છે.

કાજુ :

કાજુ નો દૈનિક વપરાશ ટ્યુમર પેદા કરી શકે તેવા કોષો સામે લડવામાં મદદ કરે છે.

તેમાં કોલેસ્ટરોલ ના હોવાથી હ્રદય રોગ થી દૂર રાખે છે.

કાજુમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનીજો હોવાથી તે હાડકાને સ્વસ્થ રાખે છે.

પિસ્તા :

પિસ્તામાં એફ્રોડિસિયાક ગુણધર્મો હોવાથી ફેટી એસિડ્સ હોય છે, ત્વચાને શુષ્કતાથી બચાવે છે.

તે કોપર, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને બી 6, 30 વિટામિન, ખનિજો અને ફાયટોન્યુટ્રિએંટ્સનો સારો સ્ત્રોત છે.

પિસ્તામાં અન્ય ફાઇબરવાળા ખોરાક કરતા વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે

તેમાં કેરોટિનોઇડ્સ નામના વિવિધ પ્રકારના પોષક તત્વો છે. જે આંખના સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે.

આ ઉપરાંત ચીકી માં વપરાયેલા કોપરું, મગજતરીના બી અને ઘી પણ એટલા જ પૌષ્ટિક છે. તો આ

જેગરી મિક્સ નટ્સ ચીકી બનાવી શિયાળાની ઠંડી સિઝનમાં આ બધાં પૌષ્ટિક તત્વોનો લાભ લ્યો.

મારી આ રેસિપિ ફોલો કરીને ચિકી જરુરથી બનાવજો. તમારાથી કેવી બની એ જરુરથી જણાવજો.

જેગરી મિક્સ નટ્સ ચિક્કી બનાવવા માટે ની સામગ્રી :

  • ¾ કપ કોપરાનું જાડું ખમણ
  • ½ કપ બદામ
  • ½ કપ કાજુ
  • 1/4 કપ પિસ્તા
  • 3 ટેબલ સ્પુન મગજતરીના બી
  • 1 ½ કપ ગોળ (જેગરી)
  • 1 ટી સ્પુન ઘી
  • 1ટી સ્પુન ઓઇલ ગ્રીસ કરવા માટે

જેગરી મિક્સ નટ્સ ચિક્કી બનાવવા માટે ની રીત :

સૌ પ્રથમ પ્લેટફોર્મ સાફ કરી તેને ઓઇલ થી ગ્રીસ કરી લ્યો.

ત્યારબાદ કાજુ, બદામ અને પિસ્તાને ઓવનની બેકિંગ ટ્રે માં મૂકી 10 મિનિટ બેક કરી ક્રંચી કરી લ્યો.

અથવા થીક બોટમવાળા પેન માં ડ્રાય રોસ્ટ કરી લ્યો.

ત્યારબાદ તેના બારીક ટુકડાં કરી લ્યો.

કોપરાના ખમણને થોડો જ કલર ચેંજ થાય એટલું અથવા ક્રંચી થાય ત્યાં સુધી ડ્રાય રોસ્ટ કરો.

મગજ્તરીના બીને પણ ક્રંચી થાય ત્યાંસુધી ડ્રાય રોસ્ટ કઈ લ્યો.

એક થીક બોટમ પેન માં 1 ½ કપ ગોળ લઈ મિડિયમ ફ્લૈમ પર મેલ્ટ કરો. ત્યારબાદ તવેથાથી સતત હલાવતા રહો. પાઇ નો કલર ચેંજ થાય એટલે તેમાં 1 ટી સ્પુન ઘી ઉમેરો.

પાઇ એકદમ ફ્લફી થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.

પાઇ ચેક કરવા માટે એક બાઉલમાં, અર્ધુ બાઉલ રુમ ટેમ્પરેચર પર હોય તેવું પાણી ભરો.

તે પાઇ માંથી તવેથા વડે પાણીના બાઉલમાં 3-4 ડ્રોપ્સ પાઇના પાડો.

ડ્રોપ્સ પાણીમાં પડતા તરતજ ક્રંચી થઇ જાય તો ચીકી માટેની પાઇ તૈયાર છે.

હવે રોસ્ટેડ બદામ, કાજુ, પિસ્તાના બારીક ટુકડા, મગજ્તરીના બી અને રોસ્ટેડ કોપરાનું જાડું ખમણ પાઇમાં ઉમેરી મિક્સ કરી દ્યો. ઓલ ઓવર બધામાં પાઇ બરાબર લાગીને કવર થઇ જાય એ રીતે મિક્સ કરો.

હવે ચિકીના મિશ્રણને ઓઇલથી ગ્રીસ કરેલા પ્લેટફોર્મ પર ટ્રાંસફર કરો. મિશ્રણ બન્ને હાથથી દબાવી, ભેગુ કરી બોલ બનાવી, ગ્રીસ કરેલા વેલણ વડે ઝડપથી મિશ્રણ ગરમ હોય ત્યાં જ પાતળું વણી લ્યો.

*ઠંડું પડી જામી જાશે તો વણાશે નહી.

પાથરેલી ચિકી ગરમ હોય ત્યારેજ શાર્પ ચપ્પુ વડે સ્ક્વેર કે ડાયમંડ શેઇપમાં કટ કરો.

ચિકી ઠરે એટલે તેને એર ટાઇટ કંન્ટૈનરમાં સ્ટોર કરો.

નાસ્તા સાથે કે એમજ પણ આ ચિકી ખાઇ શકાય છે.

બાળકો તથા મોટાઓને શિયાળામાં ખાસ હેલ્થફુલ એવી આ જેગરી મિક્સ નટ્સ ચિક્કી ચોક્કસથી ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *