ડ્રાય ફ્રુટ એન્ડ ટુટી-ફ્રુટી કેક – ખૂબજ ટેસ્ટી ડ્રાયફ્રુટ, ટુટી-ફ્રુટીના ક્રંચવાળી બનશે જેથી બધાને ખૂબજ ભાવશે.

ડ્રાય ફ્રુટ એન્ડ ટુટી-ફ્રુટી કેક :

કેક બાળકો અને યંગ્સ માટે સુપર હોટ ફેવરીટ છે. તેમાંયે ટુટી-ફ્રુટી કેક તો બાળકોને ખૂબજ પ્રિય છે. તો આજે હું ટુટી-ફ્રુટી સાથે થોડા કાજુ, બદામ અને વોલ્નટ – ડ્રાયફ્રુટ ઉમેરીને વધારે હેલ્ધી અને ટેસ્ટી કેક બનાવવા માટેની રેસિપિ અહીં આપી રહી છું. તો તમે પણ તમે પણ આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી ડ્રાયફ્રુટ ટુટી-ફ્રુટી કેક બનાવજો. ખૂબજ ટેસ્ટી ડ્રાયફ્રુટ, ટુટી-ફ્રુટીના ક્રંચવાળી બનશે જેથી બધાને ખૂબજ ભાવશે. બાળકોની બર્થડે પાર્ટીમાં આ રીચ કેક બનાવીને બાળકોને ખુશ કરી દેજો.

ડ્રાય ફ્રુટ એન્ડ ટુટી-ફ્રુટી કેક બનાવવા માટેની સામગ્રી :

  • 1 ½ કપ મેંદો + 1 ટેબલ સ્પુન ( ડ્રાયફ્રુટ અને ટુટીફ્રુટીમાં મિક્સ કરવા માટે)
  • 1 કપ રેડ, ગ્રીન અને યલો ટુટીફ્રુટી
  • 15-20 કાજુના ટુકડા
  • 25-30 નાની બદામ
  • 2 ટેબલ સ્પુન વોલ્નટ – અધકચરા કરેલા
  • ¼ પિંચ યલો ફુડ કલર
  • 1 ¼ ટી સ્પુન બેકીંગ પાવડર
  • ½ ટી સ્પુન બેકીંગ સોડા
  • 1 પિંચ સોલ્ટ
  • ¾ કપ સુગર (આખી સુગર, પાવડર નહી)
  • ½ કપ બટર (મેલ્ટેડ) અથવા ઓઇલ (અહિં ઓઇલ યુઝ કરેલ છે)
  • 1 કપ મિલ્ક (રુમ ટેમ્પરેચર પર હોય તેવું )
  • 1 ¼ ટેબલ સ્પુન વિનેગર અથવા લેમન જ્યુસ
  • ¾ ટેબલ સ્પુન વેનિલા એસેન્સ

થોડી ટુટીફ્રુટી મેંદો મિક્ષ કર્યા વગરની અલગ રાખી લેવી. બેટર મોલ્ડમાં પોર કર્યા પછી ઉપરથી બેટર પર તેને સ્પ્રીંકલ કરવાની છે.

સૌ પ્રથમ 8 બાય 4 ઇંચનું લોફ પેન ( મોલ્ડ) અથવા 7 થી 8 ઇંચ ની કેક ટ્રે લ્યો.

હવે તેને ગ્રીસ કરી તેના પર મેંદાથી ડસ્ટિંગ કરી લ્યો અથવા ગ્રીસ કરી તેમાં પર બટર પેપર મૂકી તેને પણ ગ્રીસ કરી લ્યો. હવે તેને એકબાજુ મૂકી દ્યો.

ત્યારબાદ ઓ ટી જી – ઓવનને 17૦* સેંટીગ્રેડ પર 10-15 મિનિટ પ્રીહીટ કરી લ્યો.

હવે બાકીના ડ્રાયફ્રુટના ટુકડા અને ટુટીફ્રુટીમાં 1 ટેબલ સ્પુન મેંદો મિક્ષ એક બાજુ રાખી લ્યો.

ડ્રાય ફ્રુટ એન્ડ ટુટી-ફ્રુટી કેક માટેનું બેટર બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ 1 કપ મિલ્ક લઈ તેમાં 1¼ ટેબલ સ્પુન વિનેગર અથવા લેમન જ્યુસ ઉમેરી મિક્ષ કરી એકબાજુ રાખી દ્યો. ( મિલ્ક થોડું ફાટવા લાગશે).

ત્યારબાદ એક મિક્ષિંગ બાઉલ લઇ તેના પર ચાળણી રાખી તેમાં 1 ½ કપ મેંદો ઉમેરી ચાળી લ્યો.

હવે તે ચાળેલા લોટમાં 1 ¼ ટી સ્પુન બેકીંગ પાવડર, ½ ટી સ્પુન બેકીંગ સોડા અને 1 પિંચ સોલ્ટ ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો. તેમાં ¼ પિંચ યલો ફુડ કલર પણ ઉમેરીને મિક્સ કરી લ્યો.

( વધારે સારા રીઝલ્ટ માટે આ લોટ નું મિશ્રણ હજૂ એક્વાર વધારે ચાળે લ્યો).

હવે વિનેગર કે લેમન જ્યુસ ઉમેરેલા મિલ્કમાં ¾ કપ સુગર (આખી સુગર, પાવડર નહી) અને ½ કપ બટર (મેલ્ટેડ) અથવા ઓઇલ (અહિં ઓઇલ યુઝ કરેલ છે) અને વેનીલા એસેંસ ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ બનેલા આ મિશ્રણમાં હેંડ વ્હીપર કે ચમચા વડે સતત હલાવતા રહી તેમાં ઉમેરેલી આખી સુગર કંપ્લીટ્લી મેલ્ટ કરો.

હવે આ મિશ્રણને મેંદાના મિશ્રણમાં થોડુંથોડું ઉમેરતા જઈ કટ એંડ ફોલ્ડ સ્ટાઈલથી મિક્ષ કરો. બેટરને ઓવર મિક્ષ કરશો નહી. (તેમ કરવાથી તેમાંથી એર નીકળી જશે અને કેક ફુલશે નહી).

આ સ્ટેજ પર બેટરની રિબન કંસીસટંસી હશે.

હવે આ તૈયાર થયેલા બેટરમાં મેંદો મિક્ષ કરેલા ડ્રાયફ્રુટના ટુકડા અને ટુટીફ્રુટીને ઉમેરી હલકા હાથે મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ રેડી કરેલા લોફ પેન કે કેક ટ્રેમાં બેટર પોર કરી દ્યો. ( મેં અહીં 8 બાય 4 ઇંચનું લોફ પેન ( મોલ્ડ) લીધેલું છે). બેટર પોર કર્યા પછી તેને 2-3 વાર હ્લ્કા હાથે ટેપ કરી લ્યો.

હવે બેટર પર અલગ રાખેલા મેંદા વગરની ટુટીફ્રુટી અને 25-30 નાની બદામને ઓવર ઓલ સ્પ્રિંકલ કરી લ્યો.

ત્યારબાદ પ્રી હીટ કરેલા ઓવનમાં મૂકી, બન્ને કોડ પર રાખી, 40 થી 45 મિનિટ પર સેટ કરી બેક કરો.

કેક 35 મિનિટ પછી એક વાર સ્ક્યુઅર ઇંસર્ટ કરીને ટેસ્ટ કરી લ્યો. ક્લીન બહાર આવે તો રેડી છે. નહી તો બાકી ની 10 મિનિટ બેક થવા દ્યો. ( બધાના ઓવન અલગ- અલગ હોય છે માટે).

ડ્રાય ફ્રુટ એન્ડ ટુટી-ફ્રુટી કેક બરાબર બેક થઈ જાય એટલે તેને બહાર કાઢી રુમ ટેમરેચર પર આવવા દ્યો.

ત્યારબાદ તેને મોલ્ડમાંથી રેક પર કાઢી લ્યો. એકદમ ઠરી જાય પછી જ તેની સ્લાઈઝ કરો.

તો હવે ખૂબજ ટેસ્ટી સ્પોંજી એવી આ ડ્રાય ફ્રુટ એન્ડ ટુટી-ફ્રુટી કેક સર્વ કરવા માટે રેડી છે. નાના મોટા બધાને ચોક્કસથી ભાવશે. તો તમે પણ ડ્રાય ફ્રુટ એન્ડ ટુટી-ફ્રુટી કેક બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *