વજન ઘટાડવા માટે ઘણું કર્યું ફેર નથી પડતો તો ટ્રાય કરો ડી –ટોક્સ ડાયટ, પણ તેના વિષે બધું જાણી લો…

આજકાલ ડી-ટોક્સ ડાયટ ખૂબ ચાલ્યા છે. પરંતુ તે જે દાવો કરે છે તે હજી સુધી સાબીત થયો નથી. તેઓ એમ કહે છે કે તેનાથી સીસ્ટમ ફ્લશ થાય છે અને ટોક્સીન નીકળી જાય છે. જે સાચુ નથી. પંરતુ જલદીથી વજન ઉતારવાની દોડમાં આવા ખોટા ડાયટો કરવામાં આવે છે.ડી-ટોક્સમાં શું ખવાય અને શું નહીં. તે તમે ક્યા પ્રકારનું ડાયટ ફોલો કરો છો તેની ઉપર આધાર રાખે છે. અત્યારે ઘણા જુદા જુદા ડાયટ પ્રવર્તે છે. ઘણામાં ઉપવાસ કરાવે છે ઘણા ડાયટ ફક્ત લીક્વીડ પર રહેવાનું કહે છે. ઘણા ફક્ત ફળ, વેજીટેબલ પર રહેવાનું કહે છે. પરંતુ આવા પ્રકારના ડાયટ આપણે થોડા દિવસ માટે કરી શકીએ છીએ, લાંબા સમય માટે કરી શકાતું નથી.

ડી-ટોક્સ ડાયટથી શું થાય ?
તેનાથી દિવસ દરમિયાન વારંવાર ભૂખ લાગે છે અને નબળાઈ પણ ખૂબ આવી જાય છે. મોટાભાગના લોકો આવા ડાયટ દરમિયાન સારું ફીલ કરતા નથી હોતા. ખાસ કરીને લોકોને નબળાઈ, લો બ્લડ શુગર, મસલ્સ દુઃખાવા, ચક્કર આવવા, માથું ભારે રહેવું અથવા ઉબકા ઉલટી થવા જેવી સાઇડ ઇફેક્ટ થાય છે.તમારે જો આવા ડાયટ કરવા જ હોય તો ફળ, શાકભાજી, આખા અનાજ અને હળવુ પ્રોટીન વગેરે વાપરતા ડાયટ કરી શકાય છે. આ ડાયટ કરવાથી કદાચ વેઇટલોસ પણ લાંબો સમય રહી શકે છે. જો તમે સાથે કસરત પણ કરતા હોવ તો વધારે સારું રહેશે.

મર્યાદાઃ-

ડી-ટોક્સ ડાયટમાં વારંવાર એકનો એક ખોરાક ખાવાનો હોવાથી વ્યક્તિ કંટાળી જાયછે વળી ઘણા ડાયટમાં ગોળીઓ, પડીકીઓ, જડીબુટ્ટી આપવામાં આવે છે વળી ઘણા વારંવાર એનિમા આપે છે. જે શરીરને નુકસાન પણ કરી શકે છે.
દરેક વ્યક્તિ માટે સારું નથી

અમુક પ્રકારના રોગો ધરાવતા વ્યક્તિઓ આવા ડાયટ કરી શકતા નથી.
રોજબરોજના જીવનમાં જ ફેરફાર કરીને વજન ઉતારો અથવા ઉતારેલું વજન મેનટેઇન કરોઃ-

1. ખૂબ પાણી પીવોઃ-

beautiful young woman drinking water in the morning

ચીપ્સ ખાવાનું શરૂ કરો તે પહેલા પાણી પીવો. ઘણી વખત તરસને શરીર ભૂક તરીકે પ્રેઝન્ટ કરે છે . જો પાણીથી તરસ ના છીપાય તો લીંબુપાણી, છાશ, ગ્રીન ટી પીવો.

2. રાત્રીના સમયે મર્યાદીત ખાઓઃ-જ્યારે રાત્રે જમીને શાંતીથી બેસો ત્યારે ટીવી જોતા ખોટા નાસ્તા ખાતા હોવ તો તે બંધ કરો. રાત્રે એકાદ હળવુ ફ્રુટ જેમ કે તરબુચ, ટેટી, પપૈયુ વગેરે વાપરો. દિવસ દરમિયાન કેરી ના ખાધી હોય તો ઠંડા દૂધ સાથે રાત્રે કેરી ખાવાની રાખો.

તમારી ભાવતી વસ્તુઓ બીલકુલ બંધ ના કરોઃ-

જે ખોરાક જેમ કે ચોકલેટ કે બીસ્કીટ તદ્દ્ન બંધ ના કરી દો. અઠવાડિયામાં એક-બે વખત જમ્યા પછી થોડા-થોડા ખાવ.
દિવસ દરમિયાન થોડા-થોડા અંતરે ખાવઃ-
દિવસ દરમિયાન થોડું થોડું વારંવાર ખાધા કરો. બહુ જ ભૂખ લાગે તે પહેલાં થોડું ખાઈ લો. 1 મુઠ્ઠી. ડ્રાયફ્રુટ, 1 ચમચો મીક્સ સીડ્સ, દિવસ

દરમિયાન 2-3 ફ્રૂટ થોડા થોડા અંતરે ખાવ.

બપોરના ભોજનમાં પ્રોટીન અવશ્ય લોઃ-

બપોરે જમતી વખતે દાળ, કઠોળ વાપરો જ. પ્રેટીનવાળો ખોરાક લેવાથી વારંવાર ભૂખ લાગતી અટકશે. લાંબા સમય સુધી આડુઅવળુ ખાવું પડશે નહીં. તે મસલ માસને પણ ટકાવી રાખે છે અને ફેટ બર્નીંગ ફાસ્ટર કરશે.

મરી-મસાલાથી ભરપૂર ભોજન ખાવઃ-

તમારા ખોરાકમાં તેલ ઘી ઓછા કરવાના છે. મરીમસાલા નહીં. મસાલેદાર ખોરાક સ્વાદિષ્ટ લાગશે અને લાંબોસમય આડુઅવળુ ખાવાનું મન થશે નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *