ડિલીશ્યસ દૂધ – પોહે જયારે ઈચ્છા થાય ત્યારે બનાવો અને આનંદ માણો આ ડિલીશ્યસ દૂધ પૌઆનો…

પરંપરગત રીતે– વર્ષો થી શરદ પૂર્ણિમા નો આ શુભ ઉત્સવ દૂધ – પૌઆ ખાઇ ને તેમજ રાસ ગરબા રમી ને ઉજવવા માં આવે છે.

શરદ પૂનમ ના આ શુભ પર્વ નિમિત્તે ધાર્મિકતા ની સાથે સાથે આરોગ્ય ની દ્રષ્ટિએ પણ દૂધ અને પૌઆ ની આ વાનગી ખાવા નું ખૂબજ મહત્વ છે. કેમકે પૌઆ માં થી ઘણા એવા સારાપ્રમાણ માં કેલરી મળે છે. તેમાં આયર્ન , વિટામિન 6, વિટામિન બી 12, વિટામિન એ અને વિટામિન સી તેમજ સેલેનિયમ નો સારો સ્ત્રોત છે. એટલે કે વિટામિન અને ખનિજો થી સમ્રુધ્ધ છે. તેમજ પ્રોટીન અને કાર્બ્સ પણ તેમાં સારાપ્રમાણ માં છે.

જ્યારે તેમાં ઉમેરેલા દૂધ તેમજ ડ્રાયફ્રુટ માં પણ સારા એવા પ્રમાણમાં ન્યુટ્રિશન સમાવિષ્ટ છે. તેમજ સાકર ની ઠંડક તો ખરી જ…… તો જરુરથી ડિલીશ્યસ દૂધ – પોહે ની રેસિપિ બનાવી ને, મીઠા-મધુરા સ્વાદ ની સંગતે, શરદ પૂર્ણિમાના ઉત્સવમાં રાસ ગરબા રમી ને આનંદ માણો. નાના-મોટા સૌ આ વાનગીનો સ્વાદ હોંશે હોંશે લેશે.

સામગ્રી :

500 એમ.એલ. ફૂલ ફેટ દૂધ (1/2 લિટર)

1 કપ ચોખા ના પૌઆ – રાઇસ ફ્લેક્સ –ધોયા વગર ના

1 ટેબલસ્પુન મિલ્ક પાવડર + ½ કપ દૂધ.- મિલ્ક પાવડર મિક્સ કરવા માટે

1 ટેબલ સ્પુન ઘી

1/3 કપ ડ્રાય ફ્રુટ સ્લિવર્સ – કતરણ ( કાજુ, બદામ, પિસ્તા )

6-7 કાજુ ના નાના ટુકડા

6-7 બદામના નાના ટુકડા

1 ટી સ્પુન એલચી પાવડર

3 ટેબલ સ્પુન સાકર પાવડર – ખાંડ

ગાર્નિશિંગ માટે :

1 ટેબલ સ્પુન પિસ્તા

10-12 રોઝ પેટલ્સ

ડિલીશ્યસ દૂધ – પોહે બનાવવા ની રીત :

સૌ પ્રથમ પૌઆ ધોઇ ને ચાળણીમાં નિતરવા મૂકી દ્યો.

એક થીક બોટમ નું પેન લ્યો. તેમાં 1 ટેબલસ્પુન ઘી ઉમેરી ગરમ કરો.

તેમાં 6-7 કાજુ ના નાના ટુકડા અને 6-7 બદામના નાના ટુકડા કરી ને ઉમેરો અને લાઇટ પિંક કલર ના થાય ત્યાં સુધી એકદમ ધીમાં તાપે સાંતળો.

હવે એક નાના બાઉલ માં 1 ટેબલસ્પુન મિલ્ક પાવડર અને ½ કપ દૂધ મિક્સ કરો.

સંતળાઇ જાય એટલે તેમાં 500 એમ.એલ. ફૂલ ફેટ દૂધ (1/2 લિટર) ઉમેરો.

દૂધ ગરમ થાય એટલે તેમાં મિલ્ક પાવડર અને દૂધ નું મિશ્રણ ઉમેરો. બરાબર મિક્સ કરી ને હલાવતા રહો.

ધીમી ફ્લૈમ ઉપર દૂધ ઉકાળો.

દૂધ ઉકળી જાય એટલે તેમાં 1/3 કપ ડ્રાય ફ્રુટ સ્લિવર્સ – કાજુ, બદામ, પિસ્તાની કતરણ ઉમેરો.

ડ્રાય ફ્રુટ સ્લિવર્સ થોડા કૂક થાય એટલે તેમાં 3 ટેબલ સ્પુન સાકર પાવડર અથવા ખાંડ ઉમેરી મિક્સ કરી, હલાવતા રહો.

ટિપ્સ : સાકર વાપરવાથી દૂધ –પોહે ની ઠંડક આપવા ની ગુણવત્તા વધી જશે.

2-3 મિનિટ ફરી ઉકાળો.

હવે તેમાં ધોઇ ને પાની નિતારેલાં પૌઆ ઉમેરો. થોડાં ઉકળશે એટલે પૌઆ ઉપર આવી જતાં દેખાશે.

હવે તેને ફ્લૈમ પર થી ઉતારી લ્યો.

ટિપ્સ : પૌઆ ઉપર દેખાવા લાગે એટલે તરત જ ફ્લૈમ પરથી નીચે ઉતારી લેવા. વધારે કૂક થવા થી પૌઆ નો લચકો થઇ જશે.

હવે પેન માંથી દૂધ પૌઆ ને બીજા બાઉલ માં ટ્રાંસફર કરો.

રુમ ટેમ્પરેચર પર આવે એટલે ફ્રીઝમાં ½ કલાક ઠંડા થવા મૂકો.

ફ્રીઝ માંથી કાઢી સર્વિંગ બાઉલ માં ભરો. પિસ્તા થી ગાર્નિશ કરો.

10 થી 12 રોઝ પેટલ્સ લઇ દુધ પૌઆ પર સ્પ્રીંકલ કરી ડેકોરેટ કરો.

રોઝ ને હંમેશા શીતળતા નું પ્રતિક માનવામાં આવે છે કેમકે તેનાથી ઠંડક મળે છે. એટલે તેમાં રોઝ પેટલ્સ સ્પ્રિંકલ કરવાનું મહત્વ છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *