દૂધ પુલિ પિટટે – આ નવીન બંગાળી મીઠાઈ તમારો દિવસ બનાવી દેશે, તો ક્યારે બનાવશો?

દૂધ પુલિ પિટટે

આ એક બંગાલી સ્વીટ ડીશ છે. આ રેસીપી બંગાળી લોકો ઠંડી ના સીઝન માં બનાવતા હોય છે. બધી ગુજરાતી ડીશ તો આપણે બનાવતા જ હોઈએ છે. તો ક્યારેક બંગાળી ડીશ પણ બનાવી જોઈએ તો આજે મેં દૂધ પુલી પિટટે બનાવાનું ટ્રાય કરી જોઉં ખરેખર ખૂબ મસ્ત ડીશ બની છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો…

તો જાણી લો તેના માટે સામગ્રી :-

    • ચોખા નો લોટ – ૧/૪ કપ
    • છીણેલું કોપરું – ૧ કપ
    • ગોળ – ૧ કપ
    • ઈલાયચી પાવડર – ૧ ચમચી
    • મીઠું – ૧/૪ નાની ચમચી
    • તેલ -૧ ચમચી
    • પાણી – ૧/૨ કપ
    • દૂધ – ૧/૨ લિટર
    • ડ્રાયફ્રુટ – પ્રમાણસર

રીત :-

સૌપ્રથમ એક કઢાઈ માં છીણેલું કોપરું અને ગોળ ભેગું કરી જાળું થાય ત્યાંસુધી કૂક કરી લેવું.તેમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રુટ નાખી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરવું.

ગૅસ ઉપર એક વાસણ માં ઉકળતા પાણી માં મીઠું અને તેલ નાખી મિક્સ કરી તેમાં ચોખાનો લોટ નાખી સરખું મિક્સ કરી થોડી વાર ઢાકી મૂકવું.

ઠંડુ પડે પછી લોટ સરખો મસળી લેવો એકદમ સોફ્ટ થાય ત્યાંસુધી મસડવો.

મીડીયમ સાઈજ ના ગોલા બનાવા.

એક એક ગોલો લઈ તેને પુરી જોઉં કરી તેમાં સ્ટફિંગ ભરી ઘૂગરા જેવો આકાર આપી વ્યવસ્થીત બંદ કરી લેવું.અવિરીતે બધા ઘૂઘરા બનાવી ભીના કપડામાં ઢાંકી રાખવા.

હવે એક પ્યાન માં દૂધ ઉકાળવા મૂકવું.હવે તેમાં ૧/૪ ચમચી ચોખાનો લોટ નાખવો જેથી દૂધ એકદમ ઘાટું થાય. હવે તેમાં ગોળ નાખી ઓગળી જય એટલે એક એક પુલિ (ઘૂઘરા) નાખી ૫-૭ મિનિટ ઉકાળી ગૅસ બંદ કરવું.

દૂધ પુલિ પિટટે તૈયાર છે તમે ઠંડા કે ગરમ ખાયી સકોછો.

સર્વ કરતી વખતે ઉપર થી ડ્રાયફ્રુટ નાખી સર્વ કરવું.

ટીપ :- ,

ગોળ નું પ્રમાણ આપણા ટેસ્ટ પ્રમાણે ઓછું વધું કરી શકાય છે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *