દૂધી- ગાંઠિયાનું શાક – ઉનાળામાં દૂધી સારી અને સસ્તી પણ મળતી હોય છે તો આજે જ લાવો અને બનાવો આ મસાલેદાર શાક…

દૂધી ઉનાળા માં બહુ આવે. અને ઉનાળા માં દૂધી ખાવી જ જોઈ એ। દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. પણ ઘર ના બધા દૂધી નું નામ સાંભળી ને મ્હોં બગાડે. પણ હા જો દૂધી- ગાંઠિયાનું શાક બનાવો તો એમાં ના બગાડે. વળી દૂધી ગાંઠિયા ના શાક માંથી પ્રોટીન અને ફોલિક એસિડ મળે છે. એટલે ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. અહીંયા દૂધી અને ગાંઠિયાનું શાક બનાવ્યું છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે આ રીત એક વાર દૂધી ગાંઠિયાનું શાક બનાવશો તો વારંવાર બનાવશો.

  • સામગ્રી – 50 ગ્રામ દૂધી
  • – 50 ગ્રામ જીના સમારેલા બટેકા
  • – 1/2 કપ ગાંઠિયા
  • – 2 ચમચી વાટેલા આદુ મરચાં
  • – 1/2 ચમચી લસણની પેસ્ટ
  • – મીઠું સ્વાદાનુસાર
  • – 1/4 ચમચી હળદર પાવડર
  • – 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • – 2 ચમચી તેલ
  • – 2 ચમચી ધાણાજીરૂ
  • – 1 ચમચી રાઈ
  • – 1/4 ચમચી હિંગ
  • – 3 કપ પાણી
  • – 1 ચમચી સમારેલી કોથમીર

ગાંઠિયા બનાવા માટે :

બાઉલમાં ગાંઠિયા માટે ચણાનો લોટ અને મસાલા ઉમેરો. જરૂર પ્રમાણે પાણી ઉમેરી બરાબર લોટ બાંધી લો. ૧૫ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. ત્યાર બાદ લોટમાંથી એકસરખા લુઆ બનાવી લો. લાંબા ગાંઠિયા વણી લો.

સ્ટેપ :2

હવે દૂધી અને બટાકા ની છાલ ઉતારી જીના કટકા કરી લો. તેમાં શાકનો મસાલો કરી લો. કૂકરમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું તતડે એટલે તેમાં હિંગ અને આદુ મરચાં અને લસણ વઘાર કરી શાક ઉમેરો બરાબર હલાવી ૨ કપ પાણી રેડી ઉકાળો.

સ્ટેપ :3

ઉકાળેલા ગાંઠિયા મા નાનાં નાનાં ટુકડા કરી મૂકી દો. હવે બાકીનું ૧ કપ પાણી ઉમેરી કૂકર બંધ કરી ૨ સીટી વગાડી લો.અથવા બનાવેલા ગાંઠિયા પણ ઉમેરી શકો છો પણ આ ગાંઠિયા દૂધી અને બટેકા ચડે પછી બનાવેલા ગાંઠિયા ઉમેરવા .મેં અહીં બનાવેલા ગાંઠિયા લીધા છે.

સ્ટેપ :4

અહીં મેં રોટલા સાથે સર્વ કર્યું છે ……


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *