દૂધી ઓટસ ખીચડી – આ હેલ્થી અને ટેસ્ટી ખીચડી ખાવા માટે તો બાળકો ઓલવેઝ રેડી રહેશે…

દૂધી ઓટસ ખીચડી

ઓટસ ખીચડી બહુજ હેલ્થી હોય છે ઓટસ એ ડાયટ ફૂડ છે આજ કલ બધા લાઈફ મા બીઝી થઇ ગયા છે આ પરફેક્ટ મેલ છે સામાન્ય આપણે ખીચડી દાળ ચોખા ની બનાવતા હોય છે , આ ખીચડી મસ્ત ટેસ્ટ આવે છે ખીચડી બધા ના ઘર મા બનતી હોય છે આપણે થોડી ચેન્જ કરીએ તો ખાવા ની મઝા અલગ હોય છે ખીચડી એક સાત્વિક ફૂડ છે

આ ઓટસ ઉપયોગ કર્યો છે વેજ તો લીધા જ છે દૂધી ભી લીધી છે દૂધી આપણા બોડી માટે ફાયદા કારક છે આજે એક દમ પરફેક્ટ માપ સાથે ખીચડી લાવી છું

સામગ્રી

  • 1કપ ચોખા
  • 1કપ ઓટસ
  • 1/2 કપ તુવર દાળ
  • 1 કપ છીણી દૂધી
  • 1કપ મિક્સ વેજ
  • 1 ઓનિઓન
  • 1 સ્પૂન મીઠુ
  • 1 સ્પૂન ખાંડ
  • 1 સ્પૂન ગરમ મસાલો.
  • 1 સ્પૂન મરચું
  • 1/2 સ્પૂન હળદર
  • 4 કપ પાણી
  • 4 સ્પૂન ઘી
  • 1 સ્પૂન જીરું
  • તજ
  • લવિંગ
  • તમાલ પત્ર
  • લાલ મરચું

રીત

દાળ એન્ડ ચોખા બને 30 મિનિટ માટે પલાળો, બને વસ્તુ પલળવા થી ખીચડી સરસ મઝા ની સુગુંધ આવે છે, બધા વેજ એક સાઈઝ કટ કરી લો, દૂધી છીણી લો બધી સામગ્રી રેડી કરી લો હવે

એક કૂકર ઓર પેન ભી લઈ શકો છો ઘી ગરમ કરો, ઘી ની જગ્યાએ ઓઈલ લઈ શકો છો, ખીચડી ઘી થી વધારે મઝા આવે છે, પણ તેમાં જીરું(જીરું ઘી મા વધારે ટેસ્ટી લાગે છે)બધા ખડા મસાલા નાખો ખીચડી મા ખડા મસાલા નાખવા થી ટેસ્ટી બનેછે,

તેને 2 મિનિટ માટે સાંતળો હવે તેમાં ઓનિઓન નાખો એન્ડ દૂધી છીણ 2 મિનિટ માટે સાંતળો આ કરાવ થી બને વસ્તુ પાણી બળી જશે. બધા શાક નાખો ( કટ કરેલા )

બધામરચું, હળદર , મીઠુ એન્ડ ગરમ મસાલા નાખો.

તેને 2 મિનિટ માટે સાંતળો હવે મસાલો શાક મા મિક્સ થઇ ગયો હશે,

હવે તેને અંદર ઓટસ, દાળ ચોખા મિક્સ કરો પાણી નાખો હવે 3 મિનિટ માટે બોઈલ કરો

હવે કૂકર ઢાંકી દો 2 ઓર 3 સિટી મારો 5 મિનિટ માટે સ્લો ગેસ પર રાખો રેડી છે, ઓટસ દૂધી ખીચડી બૂંદી રાઈતા સાથે સર્વ કરો

આ ખીચડી તમે બીમાર હોય તયારે લઈ શકો છો

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *