હેલ્ધી અને સોફ્ટ દુધીના ઢોકળા – ગુજરાતીઓ હવે ઢોકળા બનાવો તો આવીરીતે બનાવજો ઘરમાં બધાને પસંદ આવશે…

આજે આપણે ટેસ્ટી હેલ્ધી અને સોફ્ટ દુધી ના ઢોકળા બનાવીશું. આ એકદમ ટેસ્ટી લાગે છે.ઘર માં બધા ને પસંદ આવશે.તો તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો,જો તમારા ઢોકળા સારા સોફ્ટ એવા ના બનતા હોય તો આ વિડિયો ને ચોક્કસથી જોજો.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • ચોખા
  • ચણા ની દાળ
  • તુવેર દાળ
  • છાસ
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • તલ
  • મીઠું
  • આદુ અને મરચા ની પેસ્ટ
  • દુધી
  • ઈનો
  • તેલ

રીત

1- સૌથી પહેલા આપણે બે વાડકી ચોખા લઈશું.ત્યારબાદ એક વાડકી ચણાની દાળ લઈ લઈશું.ત્યારબાદ અડધી વાડકી તુવેર દાળ લઈ લઈશું. માપ લેવું ખૂબ જરૂરી છે.હવે આ બધું જ આપણે આઠ કલાક માટે પલાળી ને રાખી દઈશું.

2- હવે બધું એક તપેલી માં મિક્સ કરી લઈશું પહેલા આ બધું જ આપણે ધોઈ લઈશું.હવે તેને આઠ કલાક સુધી રહેવા દઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે સાત થી આઠ કલાક થઈ ગયા છે દાળ અને ચોખા સરસ પલળી ગયું છે.

3- હવે દાળ અને ચોખા માંથી પાણી કાઢી લઈશું.હવે આને ક્રશ કરી લઈશું. ક્રશ કરવા માટે પાણી ના બદલે છાસ નો ઉપયોગ કરવાના છે.હવે થોડી થોડી છાસ નાખતા જઈશું અને ક્રશ કરી લઈશું.

4- તમે વીડિયોમાં જોઇ શકો છો કે સરસ ક્રશ થઈ ગયું છે જ્યારે આપણે ક્રશ કર્યું ત્યારે આપણે બે વાડકી છાસ એડ કરી છે આપણે છાસ એટલે યુઝ કરી છે કે જેથી આથો સરસ આવે. હવે એક વાસણમાં કાઢી લઈશું.

5- હવે તેને પાંચ થી છ કલાક આથો આવે ત્યાં સુધી રહેવા દઈશું.હવે આને ઢાંકી ને મૂકી દઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે છ કલાક થઈ ગયા છે સરસ આથો આવી ગયો છે હવે તેમાં બધા મસાલા કરી લઈશું.સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.

6- હવે તેમાં બે મોટી ચમચી આદુ અને મરચા ની પેસ્ટ નાખીશું.હવે કલર માટે ચપટી હળદર નાખીશું.હવે બધું મિક્સ કરી લઈશું,આપણે દુધી ૨૫૦ ગ્રામ લઈ લીધી છે જેને આપણે છાલ ઉતારી લીધી છે હવે તેને છીણી લઈશું.

7- હવે દુધી ને ખીરા માં મિક્સ કરી લઈશું.હવે આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીશું.હવે તેમાં એક મોટો ચમચો તેલ ઉમેરી લઈશું. આમ કરવાથી આપણા ઢોકળા એકદમ સોફ્ટ થાય છે.

8- હવે આમાં ઈનો અથવા બેકિંગ સોડા નાખીશું ઈનો આપણે બધા મા નથી નાખી દેવાનો જેમ જેમ આપણે ઉતારતા જઈશું,આપણે એક થાળી ખીરું લઈશું તેમાં થોડો થોડો ઈનો નાખતા જઈશું.

9- હવે એક થાળી માટે નું ખીરું લઈ લઈશું.સૌથી પહેલા આપણે થાળી ને તેલ થી ગ્રીસ કરી લઈશું.હવે એક થાળી જેટલું ખીરું એક અલગ તપેલી માં લઈ લઈશું.હવે તેમાં ૧/૪ ટી સ્પૂન ઈનો નાખીશું.હવે તેને સરસ મિક્સ કરી લઈશું.

10- હવે તેને થાળી માં પોર કરીશું હવે તેમાં ઉપર તલ નાખીશું અને થોડું લાલ મરચું ભભરાવી લઈશું.હવે આ થાળી ને સ્ટીમર માં સ્ટીમ કરવા મૂકી દઈશું. ચાર થી પાંચ મિનિટ થાળી રેડી હશે. હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે ઢોકળા સરસ રેડી થઈ ગયા છે હવે તેને સર્વ કરીએ.

11- હવે ગરમા ગરમ થાળી માં જ એક ચમચી સીંગતેલ લગાવીશું,હવે તેના પિસિસ કરી લઈશું.તો તમે વિડિયો માં જોઈ શકો છો કે ગરમા ગરમ દૂધી ના ઢોકળા તૈયાર છે તો તમે એકવાર જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *