દૂધીના કોફતા – દૂધી ખાવા માટે ઘરના આનાકાની કરે છે તો આવી રીતે બનાવો બધાને પસંદ આવશે…

નાના બાળકો દૂધી ખાવા ની પસંદ ના હોય તો આ નવીન રીતે દૂધીના કોફતા ની સબ્જી બનાવશો તો હોંશે હોંશે ખાશે. અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે. નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો..

• સામગ્રી:-

• ગ્રેવી માટે

  • 1. 2 સમારેલાં ટામેટા
  • 2. 3 સમારેલી ડુંગળી
  • 3. 8 થી 10 કળી લસણ
  • 4. 2 લીલા મરચાં
  • 5. 1 ટુકડો આદું
  • 6. 2 લવિંગ
  • 7. 2 ઈલાયચી
  • 8. 4 થી 5 કાળામરી
  • 9. 6 કાજું
  • 10. 1 તમાલપત્ર
  • 11. 2 ચમચી તેલ
  • 12. ½ ચમચી જીરું
  • 13. ½ ચમચી હળદર
  • 14. 1 ચમચી લાલ મરચું
  • 15. 1 ચમચી ધાણાજીરું
  • 16. સ્વાદ પ્રમાણે મીઠું

• કોફતા બનાવવા માટે:-

  • • 1 બાઉલ છીણેલી દૂધી
  • • ½ બાઉલ ચણાનો લોટ
  • • ½ ચમચી હળદર
  • • 1 ચમચી લાલ મરચું
  • • 1 ચમચી ધાણાજીરું
  • • સ્વાદ પ્રમાણે મીઠું
  • • 1 ચમચી ગરમ મસાલો
  • • ½ ચમચી બેકિંગ સોડા

• ગ્રેવી વઘાર માટે:-

  • • 3 ચમચી તેલ
  • • 1 ચમચી જીરું
  • • ચપટી હિંગ
  • • ગ્રેવી
  • • ½ ચમચી હળદર
  • • 1&1/2 ચમચી લાલ મરચું
  • • 1 ચમચી ધાણાજીરું
  • • સ્વાદ પ્રમાણે મીઠું
  • • 1 ચમચી ગરમ મસાલો
  • • ½ ગ્લાસ પાણી
  • • કોથમીર

રીત:-

• સ્ટેપ 1:- સૌપ્રથમ એક પેનમાં 2 ચમચી તેલ લો. અને તેમાં જીરું ઉમેરી બધા જ ખડા મસાલા ઉમેરી લો. અને લીલા મરચાં નાખી ડુંગળી સાંતળી લો. સંકળાઈ જાય ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી લો. પછી તેમાં લસણ અને કાજું ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

• સ્ટેપ 2:- હવે તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમરેવું અને મિક્ષ કરી લો. અને ઢાંકીને 5થી7 મિનિટ સુધી કુક થવા દો અને કુક થાય ત્યારે ગેસ બંધ કરી ઠંડું થવા માટે મૂકો.

• સ્ટેપ 3:- ઠંડું થાય ત્યાં સુધી કોફતા બનાવી લઇએ. તો કોફતા બનાવવા માટે છીણેલી દૂધીમાથી પાણી નિતારી લો અને ½ બાઉલ ચણાનો લોટ ઉમેરી લો. અને એમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્ષ કરી લો અને કોફતા બનાવી લો અને તળવા માટે તેલ ગરમ કરી લો.

• સ્ટેપ 4:- હવે કોફતા તળી લેવા અને ગેસ ની સ્લો ટુ મિડીયમ આંચ પર કોફતા તળી લેવા. અને ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળવા. એવી જ રીતે બધા જ કોફતા તળી લેવા.

• સ્ટેપ 5:- હવે ગ્રેવી પણ ઠંડી થઈ ગઈ છે અને મિક્ષર જારમાં ક્રશ કરી લો અને તે જ પેનમાં તેલ ઉમેરી લો અને એમાં જીરું અને હિંગ નાખી ગ્રેવી ઉમેરી લો.

• સ્ટેપ 6:- હવે એમાં ½ ચમચી હળદર, લાલ મરચું, ધાણાજીરું, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્ષ કરી લો. અને પાણી ઉમેરી ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને કુક થવા દો.

• સ્ટેપ 7:- કુક થાય ત્યારબાદ ગેસ બંધ કરી લો અને સવૅ કરી લો. ઉપરથી કોફતા અને કોથમીર ઉમેરી લો. તો ખૂબ જ ટેસ્ટી દૂધીના કોફતા ની સબ્જી રેડી છે.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *