દૂધી ની સૂકી ભાજી – હવે જયારે પણ સૂકી ભાજી ખાવાનું મન થાય ત્યારે બનાવો આ ખાસ વાનગી…

જ્યારે માર્કેટ માં ઓછા શાક મળતા હોય ત્યારે શું શાક બનાવીએ એ એક પ્રશ્ન હોય છે . અને બીજો પ્રશ્ન એ થાય કે એક ના એક રીત ના શાક પણ કંટાળો જ લાવે.

બાળકો અને મોટા બંને ને અપ્રિય એવી દૂધી ના શાક ની સરસ વેરાયટી આજે હું લાવી છું. દૂધી ની સૂકી ભાજી. એકદમ ઓછા તેલ માં બનતી , સરળ અને ફટાફટ બની જતી આ સૂકી ભાજી ખૂબ જ સ્વાદિષ્ટ છે.

સામગ્રી ::

• 500 gm દૂધી

• 2 ચમચી તેલ

• 1.5 ચમચી ચણા ની દાળ

• 1 ચમચી અડદ ની દાળ

• 1/2 ચમચી રાઇ

• હિંગ

• મીઠું

• હળદર

• 2 થી 3 લીલા મરચા

• લીમડા ના પાન

• 1 નાનો કટકો આદ

• સ્વાદાનુસાર આમલી નો પલ્પ અથવા લીંબુ નો રસ

• 1/2 વાડકો ખમણેલું તાજું નારિયળ

• બારીક સમારેલી કોથમીર

રીત ::

આ સૂકી ભાજી બનાવવી ખૂબ જ સરળ છે. તો એના માટે સૌ પ્રથમ દૂધી ને ધોઈ એની છાલ ઉતારી લો. ત્યારબાદ એના નાના કટકા કરો. જોકે કટકા ની સાઈઝ આપ પર આધાર રાખે છે. નાના હશે યો જલ્દી બફાઈ જશે.

કડાય માં તેલ ગરમ મુકો. એમાં ચણા ની દાળ , અડદ ની દાળ શેકો. હલકા બ્રાઉન કલર ની થવા માંડે એટલે એમાં લીલા મરચા , લીમડા ના પાન અને રાઈ ઉમેરો , બધું સરસ શેકાય જવા દો..

ત્યારબાદ એમાં દૂધી ઉમેરો . સાથે મીઠું, થોડી હળદર અને ખમણેલું આદુ ઉમેરી સરસ મિક્સ કરી લો. જરૂર લાગે તો 1 થી 2 ચમચી પાણી ઉમેરવું. ધીમા ગેસ પર રાખવું. કડાય ને ઢાંકી દો અને ઉપર થોડું પાણી રાખવું.

વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. દૂધી એકદમ બફાય જાય એટલે એમાં ખમણેલું નારિયળ અને બારીક સમારેલી કોથમીર ઉમેરો. ત્યારબાદ આમલી નો પલ્પ ઉમેરો. સરસ મિક્સ કરો.

બસ સૂકી ભાજી તૈયાર છે. ગરમ ગરમ પીરસો. મારા પરિવાર ને આ સૂકી ભાજી ખૂબ જ પસંદ છે. આશા છે આપને પણ પસંદ આવશે..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *