દૂધી નો હલવો – વ્રત ઉપવાસમાં બધાને અલગ અલગ ખાવાનું મન થતું હોય છે તો આ હલવો જરૂર બનાવજો..

આ વ્રતમાં કુંવારી કન્યાઓ કે સ્ત્રીઓ પાંચ દિવસ સુધી મોળો ખોરાક ખાઇને ભગવાન શિવજીની આરાધના કર્યા બાદ વ્રતના અંતિમ દિવસે યુવતિઓ આખી રાત્રીનું જાગરણ કરે છે .

આપણે ત્યાં દરેક તહેવાર માટે અલગથી વ્રત પ્રમાણે ભોજન બનાવવામાં આવે છે આજે જયા પાર્વતી વ્રત શરૂ થઈ રહ્યુ છે. કુંમારીકાઓ અને નાની બાળકીઓનું ગૌરી વ્રત એટલેકે ગોર ચાલી રહી છે, ત્યારે એકટાણામાં દેરેકે ઘરે બનાવવામાં અલગ અલગ વાનગીઓ બનવા માં આવે છે .

આજે હું તમને ગૌરી વ્રત સ્પેશ્યિલ વાનગી દૂધી નો હલવો બતાવીશ .જે ઝટપટ બની જશે .આ વાનગી 3 સામગ્રી માં જ બની જાય છે .

સામગ્રી :

– 1/2 કિલો દૂધી

– 200 ગ્રામ ખાંડ

– 1/2 ચમચી એલચી નો ભુકો

– 500 ગ્રામ દૂધ

– 2 ચમચી ઘી

– ચપટી ગ્રીન કલર

રીત :

સ્ટેપ :1


એક કડાઈ માં ઘી લઈ તેમાં છીણેલી દૂધી ઉમેરી .થોડી વારા દૂધી ને ઘી માં શેકવું .

સ્ટેપ :2


ત્યારબાદ શેકેલી દૂધી માં દૂધ ઉમેરી તેને બરાબર મિક્ષ કરી .થોડી થોડી વારે હલાવતા રેહવું .દૂધ ઓછું થાય પછી તેમાં ખાંડ ઉમેરી .ખાંડ બરાબર મિક્ષ થઈ જાય ત્યાર પછી તેમાં એલચી નો ભુકો ઉમેરવો .

સ્ટેપ :3


હવે ,આ દૂધી દૂધ માં બરાબર ચડી જશે .હવે એક વાડકી માં થોડું દૂધ લઇ તેમાં ચપટી જેટલું ગ્રીન ફુડ કલર મિક્ષ કરી તેને દૂધી ના હલવા માં ઉમેરી દેવું .આ હલવા ને મિક્ષ કરી એક બોવેલ માં કાઢી .ગરમ પીરશવું .

નોંધ :


દૂધ ઓછું થાય પછીજ ખાંડ ઉમેરવી નહિ તો હલવો કડક થઈ જશે . તમે દૂધ ને બદલે મોળો માવો પણ લઇ શકો છો .

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *