દૂધી પનીરની ખીર – દૂધીનું શાક ખાવું ઘણાને પસંદ નથી તો તેમના માટે ખાસ મીઠી મીઠી ખીરની રેસિપી…

દૂધી પનીરની ખીર (Bottle Gourd Paneer Kheer)

દૂધી માટે બહુ ગુણકારી હોય છે અને સાથે પનીર તો ગુણો ભરેલું હોય છે આ બંને કોમ્બિનેશનથી મે ખીર બનાવવાનો વિચાર કર્યો તો ખીર એવો ઓપ્શન છે કે જેમાં તમે કંઈપણ નાખો એના ટેસ્ટ અલગ જ બની જાય છે તો મે દૂધ અને પનીરના કોમ્બિનેશનથી ખીર બનાવી છે. દૂધી વાળ આંખો ચામડી અને શરીર માટે ઘણુ ફાયદાકારક છે પનીર ડાયજેસ્ટ સિસ્ટમ માટે હાડકા માટે વેટ લોસ માટે વધામાં ઘણુ ફાયદાકારક હોય છે. ઘણીવાર બાળકોને ભાવતી નથી હોતી તો આપણે દૂધીનો હલવો બનાવતા હોય છે પણ આપણે તો એને ખીર પણ આપીએ તો બાળકોને કઈ નવું હોય અને એ પણ ફટાફટ ખાતા થઈ જશે.

સમય : ૩૦ મિનિટ

સામગ્રી :

  • ૨૫૦ ગ્રામ દૂધી
  • ૨ ચમચી ઘી
  • ૫૦૦ ગ્રામ દૂધ
  • ૨૫૦ ગ્રામ પનીર
  • ૨૦૦ ગ્રામ ખાંડ
  • જરૂર મુજબ કેસર ના તાતણા સજાવટ માટે
  • જરૂર મુજબ બદામ ની કતરણ
  • ચપટી લીલો કલર

રીત :

⏭ એક કડાઈ લો ધીમા તાપે તેમા ઘી નાખો પછી દૂધી ને છીણી લેવાની એમાં નાખી દો પછી તેમાં ગેસ પર દૂધી ને સાતડયા કરો દૂધી બરાબર શેકાય જાય પછી દૂધ માપ મુજબ અંદર ઉમેરો.

⏭ પછી ની અંદર ખાંડ નાખો બરાબર ખાંડ ઓગળી જાય દૂધ થોડું બડી જાય

⏭ સાઇટ પર પનીરને છીણી પછી એને દૂધમાં નાખી દો અને તેમાં ધીમા તાપે પાંચ મિનિટ ઉકળવા દો ચપટી લીલો કલર નાખી દો અને બરાબર હલાવી ધીમા તાપે થવા દો

⏭પછી ઉપર કેસરના તાંતણા અને બદામની કતરણ નાખો અને ગરમા ગરમ પનીર અને દૂધની ખીર સર્વ કરો.

રસોઈની રાણી : ખુશ્બુ વોરા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *