ઢાબા સ્ટાઈલ દમ અરબી – આવી રીતે ઘરે બનાવશો તો આંગળી ચાટતા રહી જશો

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “ઢાબા સ્ટાઇલ દમ અરબી” આની અંદર ફાઈબરનું પ્રમાણ પણ બોઉં જ હોય છે. જોતા જ મોઢામાં પાણી આવી ગયું હશે?? ઝટપટ ખાવાનું પણ મન થઈ જઈ એવું ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધું હોય આવું શાક એક વખત બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી કેહશો.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈ આંગળા ચાટતા જ રહી જશે.એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૫૦૦ ગ્રામ અરબી
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • કાશ્મીરી લાલ મરચું પાવડર
  • ધાણાજીરું પાવડર
  • આમચૂર પાવડર
  • ગરમ મસાલો
  • જીરું
  • અજમો
  • ડુંગળી
  • લસણ
  • લીલા મરચા
  • કસૂરી મેથી
  • કોથમીર
  • દહીં
  • સરસ્યુ

રીત :

૧. અરબી ને કૂકર માં એક સીટી વગાડી ને બાફી લેવી.

૨. બાફેલી અરબી ને છોલી ને હાથ થી દબાવી લેવી.

૩. હવે આની પર ૧ ટી સ્પૂન મીઠું, ૧ ટી સ્પૂન કાશ્મીરી મરચું, ૧ ટી સ્પૂન ધાણાજીરું પાવડર, ૧/૨ ટી સ્પૂન આમચૂર પાવડર અને ૧ ટી સ્પૂન સરસ્યુ ઉમેરી ને સરસ મિક્સ કરી દેવું અને અડધો કલાક રહેવા દેવું.


૪. હવે એક પેન માં ૩ ટેબલ સ્પૂન સરસ્યુ ગરમ કરી ને અરબી ને બે બાજુ થી તળી લેવી.

૫. હવે એક મિક્સર માં ૨ ડુંગળી, ૫ કળી લસણ ની અને ૨ લીલા મરચા ક્રશ કરી લેવા.

૬. અરબી તળેલા તેલ માં ૧ ટી સ્પૂન તેલ બીજું ઉમેરી ને એમાં ૧ ટી સ્પૂન જીરું અને ૧/૨ ટી સ્પૂન અજમો ઉમેરી દઈશું.

૭. જીરું તતડે એટલે એમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરવી.

૮. પેસ્ટ સંતળાય ત્યાં સુધી ૩ ટેબલ સ્પૂન દહીં લેવું અને ફેટી લેવું.

૯. દહીં માં ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર, ૧ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, ૧/૨ ટી સ્પૂન હળદર, ૨ ટી સ્પૂન ધાણાજીરું પાવડર, ૧ ટી સ્પૂન ગરમ મસાલો અને ૧ ટી સ્પૂન મીઠું ઉમેરી ને મિક્સ કરી લેવું.

૧૦. આ દહીં ને સાંતળાયેલી પેસ્ટ માં ઉમેરી દેવું અને ઉકળે નહિ ત્યાં સુધી સતત હલાવતા રેહવું.

૧૧. આમ ૧/૪ કપ પાણી ઉમેરી ને ઉકળે એટલે તૈયાર કરેલી અરબી ઉમેરી દેવી.

૧૨. થોડું વધુ પાણી ઉમેરી ને ઢાંકી ને ૧૦ મિનિટ ચઢવા દેવું. વચ્ચે વચ્ચે હલાવતા રેહવું.

૧૩. હવે આમ મીઠું ચેક કરી ને જરૂર મુજબ પાણી ઉમેરી ને ઉકાળી લેવું.

૧૪. છેલ્લે એમાં કસૂરી મેથી અને કોથમીર ઉમેરી દેવી.

૧૫. ગરમાગરમ દમ અરબી ને રોટી, નાન કે પરાઠા જોડે સર્વ કરો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *