ફાડા ની ખીચડી – ફાડા લાપસી તો બનાવતા જ હશો પણ હવે બનાવજો આ ફાડાની ખીચડી…

તમે ઘઉં ના ફાડા ની લાપસી તો ખાધી જ હશે અને ભાવતી પણ હશે જ. હું અહીં એજ ઘઉં ના ફાડા માંથી ખીચડી બનાવા ની રેસીપી લાવી છું. ઘઉં ના ફાડા માંથી બનતી ખીચડી બહુ જ સ્વાદિષ્ટ હોય છે. ડાયાબિટીસ હોય એ લોકો ચોખા માંથી બનાવેલી ખીચડી ખાઈ શકતા નથી એટલે તેમની માટે આ ઘઉં ના ફાડા માંથી બનાવેલી ખીચડી ઉત્તમ હોય છે.

ફાડા માં સૌથી વધારે પ્રમાણ માં ફાયબર હોય છે, ઓછી કૅલરી હોય છે અને વધારે પ્રમાણ માં નુટ્રિશન હોય છે. ફાડા ની ખીચડી ઘઉં ના ફાડા અને મગ ની દાળ માંથી બનાવા માં આવે છે. ફાડા ની ખીચડી પચવા માં પણ હલકી હોય છે એટલે એ સરળતા થી પછી જાય છે. તો આજે જ શીખી લો આ સ્વાદિષ્ટ ઘઉં ના ફાડા ની ખીચડી જે ડાયાબિટીસ માટે છે ઉત્તમ આહાર.

સામગ્રી :

– ૧/૨ કપ ઘઉં ના ફાડા

– ૧/૪ કપ મોગર દાળ ( મગ ની પીળી દાળ )

– ૧ નાનો કાંદો

– ૧ ટમેટા

– 1 નાનું બટકું

– ૬-૮ કળી લસણ

– 1 ઇંચ આદુ

– 1 ચમચી તેલ

– 1 ચમચી રાઈ ને જીરું

– 1 નંગ સૂકું મરચું

– 1/2 ચમચી હળદર

– 1 ચમચી મરચું પાવડર

– સ્વાદ મુજબ મીઠું

– ચપટી હિંગ

– 1/2 ગ્લાસ પાણી

– લીમડો

રીત :

સ્ટેપ :1


સૌ પ્રથમ ઘઉં ના ફાડા અને દાળ ને થોડી વાર પલાળી રાખવી .જેથી કરી સિટી ઓછી વગાડી શકાય .કારણકે ઘઉં ના ફાડા ચડતા વાર લાગે ..

સ્ટેપ :2


હવે ખીચડી માં ઉમેરવાં ના શાક જીણા સમારી લેવાં અને આદું ,મરચાં અને લસણ ની મિક્સર જાર માં પેસ્ટ તૈયાર કરી લેવી .જેથી કરી જયારે જમવા બેસવું હોય ત્યારે કૂકર માં વાઘરી સિટી જ વગાડવાની રેય .આ ખીચડી ગરમ ગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે .

સ્ટેપ :3


હવે ,કુકર લઇ તેમાં તેલ ઉમેરી ગરમ થાય એટલે તેમાં રાય ,જીરું અને સૂકું મરચું ઉમેરવું .હવે ,તતડે એટલે બધાં સુધરેલા શાક ઉમેરી થોડી વાર સાંતળવા દઈ .તેમાં બધાં મસાલા કરી .1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરવું . આ પાણી ઉકળે એટલે ઘઉં ના ફાડા અને દાળ ઉમેરી .કુકર નું ઢાંકણું લગાવી .ફુલ ગેસ ઉપર 2 સિટી વગાડી .પછી 2-3 મિનિટ ધીમા ગેસ ઉપર વિસમવા દઈ .કુકર ઠરે પછી બોવેલ માં કાઢી દહીં સાથે સર્વ કરવું .

નોંધ :

– જો તમારી પાસે ઘઉં ના ફાડા ઘરે ના હોય તો તમે ઘઉં નો જાડો લોટ ચાળી જે ચારણી માં આખા ઘઉં રેય એ પણ લઇ શકો છો.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *