ફરસાણ ની દુકાન જેવા ફાફડા અને કઢી – પરફેક્ટ લોટ ના માપ અને ફાફડા પાડવા ની ટિપ્સ સાથે

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે ગુજરાતી કાઠીયાવાડી ફેમસ ગરમાગરમ “ફાફડા અને કઢી” ફાફડા બનાવા બોઉં જ સેહલા છે જો તમને એની એકઝેટ ટિપ્સ અને ટ્રીક ખબર હોય અને કઈ રીતે ફાફડાને વણવા એ પણ ખબર હોય ફાફડા તમારા બજારથી પણ સરસ ક્રિસ્પી ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ બનશે અને તેની સાથે ખવાતી કઢી તો ચુટકીઓમાં બની જશે. લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા ફાફડા અને કઢી જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને ખાવાનું મન પણ થઇ જઈ એટલા મસ્ત મજેદાર લાગશે. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

ફાફડા માટે –

  • ૨ કપ બેસન
  • ૧ ટી સ્પૂન અજમો
  • ૧/૪ કપ તેલ
  • ૧/૨ ટી સ્પૂન ખાવા નો સોડા
  • ૧/૩ કપ પાણી
  • મીઠું સ્વાદ અનુસાર
  • તળવા માટે તેલ

કઢી માટે –

  • ૧ ટેબલ સ્પૂન બેસન
  • ૧ કપ પાણી
  • ૧/૨ ટી સ્પૂન રાઈ
  • ૩ થી ૪ મીઠા લીમડા ના પાન
  • ૧ લીલું મરચું
  • ૧/૨ ટી સ્પૂન હિંગ
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ૧ ટેબલ સ્પૂન ખાંડ
  • ૧ ટી સ્પૂન તેલ
  • મીઠું સ્વાદ અનુસાર

રીત

૧. ફાફડા બનાવવા માટે પેહલા ફાફડા માટે આપેલી પાણી અને સોડા સિવાય ની સામગ્રી ને ભેળવી લો.

૨. હવે પાણી માં સોડા મિક્સ કરી ને એ જ પાણી થી કઠણ લોટ બાંધી લો. લોટ પરાઠા થી થોડો કઠણ અને પૂરી થી થોડો ઢીલો હોવો જોઈએ. લોટ ને ૩૦ મિનિટ માટે ઢાકી ને મૂકી રાખો.

૩. હવે ત્યાં સુધી કઢી બનાવવા માટે બેસન, પાણી, મીઠું, હળદર અને ખાંડ બરોબર મિક્સ કરી દો જે થી કરી ને ગાંઠો ના રહે.

૪. હવે એક તપેલી માં તેલ મૂકી ને એમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે મીઠા લીમડા ના પાન, લીલા મરચા અને હિંગ ઉમેરો. હવે એમાં બેસન નું મિક્સ ઉમેરી ને ધીમા તાપે હલાવતા રહો. ૨ મિનિટ પછી જેવું જાડું થાય એટલે ગેસ બંધ કરી દો. કઢી ને એક બાઉલ માં કાઢી લો.

૫. હવે ફાફડા નો લોટ ૩૦ મિનિટ પછી પાછો મસળી લો અને એના ૧/૨ ઇંચ જાડા ગુલ્લાં કાપી લો.

૬. ફાફડા બનાવવા માટે ગુલ્લાં ને લંબગોળ આકાર આપી ને હાથ ના પાછળ ના ભાગ થી દબાવી ને લાબું કરી ને ફાફડા વણી લો.

૭. ૪ થી ૫ ફાફડા વણી લો અને પછી તેલ માં ધીમા થી મધ્યમ આંચ પૂર તળી લો.

૮. ફાફડા ને લાલ ના થવા દો.

૯. ગરમાગરમ ફાફડા ને કઢી અને પપૈયા ના સંભારા જોડે સર્વ કરો.

વિડિઓ રેસિપી

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *