ફજેતો (કેરી ની કઢી) – કેરીના ગોટલામાંથી બનાવો આ ટેસ્ટી અને ટેન્ગી ફજેતો…

ફજેતો (કેરી ની કઢી)

હેલો મિત્રો આજે આપણે બનાવીશું કેરી ના વધેલા ગોટલા માંથી ફજેતો. જયારે આપણે કેરી માંથી રસ કાઢીએ ત્યારે ગોટલા માં કેટલો પલ્પ રહી જતો હોય છે. એ પલ્પ નો ઉપયોગ કરી ને આજે આપણે ફજેતો બનાવીશું.

· સામગ્રી:

૩ કેરી ના ગોટલા,

½ કપ દહીં,

૨ ચમચી ચણા નો લોટ,

૧૦-૧૫ નંગ સિંગ દાણા,

૧ નંગ સમારેલું લીલું મરચું

૧/૨ ચમચી રાઈ-જીરું,

થોડા પાન સુકો લીંબડો,

૧ નંગ લાલ સુકું મરચું,

૧ નંગ તમાલપત્ર,

નમક સ્વાદાનુસાર,

૧/૨ ચમચી ધાણાજીરું,

૧/૨ ચમચી ગરમ મસાલો,

· સજાવટ માટે કોથમીર

· રીત

સૌપ્રથમ આપણે લઈશું ગોટલા જયારે પણ કેરી નો રસ કાઢીએ અને છેલે ગોટલા વધે તે ગોટલા આપણે લઈશું. હવે ગોટલા માં ૧ ગ્લાસ જેટલું પાણી એડ કરી અને તેને ૧૦ મિનીટ સુધી રેસ્ટ આપીશું . જેથી કરી અને ગોટલા માંથી સરળતા થી પલ્પ નીકળી જાય.


૧૦ મિનીટ ના રેસ્ટ બાદ આપણે હાથ વડે મસળી ને ગોટલા માંથી બધો જ પલ્પ કાઢી લઈશું.


ત્યાર બાદ હવે પલ્પ માં કઢી નું હોય એવું બેટર બનાવવા માટે જરૂર મુજબ પાણી એડ કરીશું.

ત્યાર બાદ હવે તેમાં દહીં અને ચણા નો લોટ એડ કરીશું.


હવે તેમાં બારીક સમારેલું ૧ નંગ લીલું મરચું એડ કરીશું. જેનાથી ફજેતા નો ટેસ્ટ ખુબ જ સરસ આવશે. ત્યાર બાદ તેમાં સ્વાદ અનુશાર નમક અને હળદળ એડ કરીશું.


હવે તૈયાર કરેલા બેટર ને જેરણી વડે જેરી લઈશું. જો તમારે આવી રીતે ના જેરવું હોય તો તમે મિક્ષ્ચરમાં કે બ્લેન્ડર વડે પણ જેરી શકો છો. આ રીતે જેરવાથી બધી જ સામગ્રીઓ કેરી ના પલ્પ માં ખુબ જ સારી રીતે મિક્ષ થઇ જશે.


હવે ફજેતા ના વઘાર માટે એક પેન માં તેલ ગરમ મુકીશું. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ૧/૨ ચમચી રાઈ અને જીરું એડ કરીશું. ત્યાર બાદ તેમાં તમાલપત્ર અને લાલ સુકું મરચું એડ કરીશું. પછી થોડો સુકો લીંબડો એડ કરીશું. અને ફજેતા માટે નો ખુબ જ સરસ એવો વઘાર તૈયાર કરી લઈશું.


ત્યાર બાદ તેમાં તૈયાર કરેલું ફજેતા નું બેટર એડ કરી થોડો સમય તેને એક પ્લેટ થી ઢાંકી દઈશું જેથી વઘાર ખુબ જ સરસ રીતે ફજેતા માં આવી જાય.

ત્યાર બાદ તેમાં મસાલાઓ કરી લઈશું. તેમાં ઉમેરીશું. નમક, હળદળ, ધાણાજીરું અને થોડો ગરમ મસાલો.


ત્યાર બાદ તેને ગેસ ની ધીમી આંચ ઉપર ૫ મિનીટ સુધી ઉકળવા દઈશું.


તેમાં ઉપર થી થોડી કોથમરી એડ કરી સર્વ કરો. તો તૈયાર છે ગરમાગરમ ફજેતો. તો આ કેરી ની સીઝન માં એક વખત તો આ ફજેતો જરૂર થી બનાવજો.


નોંધ:

આ ફજેતો થોડો ખાટો જ સરસ લાગે છે. પરંતુ જો તમને થોડી મીઠાસ જોઈતી હોય તો થોડો ગોળ અથવા ખાંડ પણ એડ કરી શકાય.

રસોઈની રાણી : મેઘના સચદેવ

ફજેતો બનાવવા માટે ની વિડીઓ રેસીપી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *