ફણગાવેલાં મેથીનું શાક – હેલ્થી તો છે જ સાથે ટેસ્ટી પણ છે તો ક્યારે ટ્રાય કરશો?

ફણગાવેલાં મેથી નું શાક ટેસ્ટી અને હેલ્ધી છે .મેથી ડાયાબિટીસ ને કન્ટ્રોલ કરે છે તેમજ પીત – વાયુ નાશક છે . એવી જ રીતે ફણગાવેલા મેથી ખુબ જ પૌષ્ટિક હોય છે અને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. ગરમાગરમ રોટલી સાથે આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.

સામગ્રી :

  • – 1 કપ ફણગાવેલાં મેથી ના દાણા
  • – 1/2 ચમચી હળદર
  • – 1 ચમચી મરચું પાવડર
  • – 1/2 ચમચી ઘણા પાવડર
  • – 1/2 ચમચી લીંબુ નો રસ
  • – 1 ચમચી ખાંડ
  • – એક નંગ સુધારેલું ટામેટું
  • – 1/2 ચમચી તેલ

રીત :

સ્ટેપ :1

પ્રથમ મેથી દાણા ને પલાળી આછા કપડાં માં બાંધી ફણગાવી લેવાં .પછી બાફી બે-ત્રણ પાણી થી વોશ કરી ચારણી માં નાખી બાફી લઇ એક ડિશ માં કાઢી લેવા.

સ્ટેપ :2

એક પેન માં તેલ ગરમ કરી રાઈ-જીરુ નો વઘાર કરી ફણગાવેલાં બાફેલા મેથી ના દાણા,લસણ ની પેસ્ટ અને ટામેટાં ઉમેરી પાંચ મિનિટ સાંતળવું ત્યારબાદ તેમાં બઘાં મસાલા મિક્સ કરી છાશ અથવા પાણી ઉમેરી ફરી ૫મિનિટ માટે ઉકાળી લો.

સ્ટેપ :3

શાક ઉકળી જાય પછી ઉપર થી સ્વાદ મુજબ ખાંડ અને લીંબુ નો રસ ઉમેરી ગેસ બંધ કરવું .

સ્ટેપ :4

સર્વિંગ બાઉલ માં શાક કાઢી ને ઉપરથી કોથમીર ઉમેરી ગાર્નિશિંગ કરો અને ગરમાગરમ રોટલી સાથે સર્વ કરો.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *