ફણગાવેલા મગનો સલાડ – ડાયટ કરી રહ્યા મિત્રો માટે બહુ જ ખાસ રેસિપી…

શું તમારે ડાયેટ કરવું છે અને ચટપટું ખાવાની ઈચ્છા થાય છે ? તો આ હેલ્ધી અને લો ફેટ સલાડ છે બેસ્ટ ઓપશન.

• મિત્રો હાલમાં બધાને વધુ વજન ની સમસ્યા ખૂબ જ સતાવતી હોય છે અને ઘણા બધા લોકો મોટાપો નો શિકાર બનેલા હોય છે તો આ બધા જ લોકોને વજન ઓછું કરવું તો છે જ પણ ટેસ્ટી અને ચટાકેદાર વાનગીઓ ખાવાની ઈચ્છા થાય છે તો આજે આપણે હેલ્ધી ટેસ્ટી , ચટાકેદાર લો ફેટ એટલે કે ડાયેટ માં લઇ શકાય એવો સલાડ રેસિપી હું તમને બતાવવાની છું જે વજન ઘટાડવા માં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો વજન ઓછું કરવાની સાથે સાથે સ્વાસ્થ્યવધૅક આ ફણગાવેલા મગનો સલાડ વિડિયો રેસિપી થી શીખો અને જરૂરથી ટ્રાય કરજો.

• તો ચાલો જોઈએ અને રેસીપી ગમે તો નવી નવી રેસિપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો .

સામગ્રી:-

  • • 1 બાઉલ મગ
  • • 1&1/2 ગ્લાસ પાણી
  • • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • • 1 ઝીણું સમારેલું ટામેટું
  • • ½ ચમચી લાલ મરચું
  • • ½ ચમચી ધાણાજીરું
  • • ½ ચમચી સંચર
  • • સ્વાદ પ્રમાણે મીઠું
  • • અડધું લીબું

રીત:-

• Step 1 :-સૌથી પહેલાં 1 બાઉલ મગને ચોખ્ખા પાણીમાં ધોઈ નાખવાં. અને 1 &1/2 ગ્લાસ પાણી ઉમેરીને ઢાકણ બંધ કરીને 4 થી 5 કલાક સુધી પલાળવા.

• Step 2:-5 કલાક પછી વધારાનું પાણી નિતારી લઈને કાણાવાળી ચારણીમાં બધા જ મગ લઈ લો.

• સ્ટેપ 3:-હવે એક જાડો રૂમાલ ભીનો કરીને મગ ઉપર ઢાંકી દેવો અને 10 થી 12 કલાક માટે ઢાંકી રાખવો. તો 12 કલાક પછી મગના ફણગાં ફુટી ગયા.

• સ્ટેપ 4:-હવે એક મોટા બાઉલમાં ફણગાવેલા મગ લો. અને હુફાળુ ગરમ પાણી થી ધોઈ લો અને પાણી નિતારી લો. હવે બીજા બાઉલમાં ફણગાવેલા મગ લો.
એમા એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને એક ઝીણું સમારેલું ટામેટું ઉમેરી લો.

• સ્ટેપ 5:-હવે એમાં ½ ચમચી મરચું, ½ ચમચી ધાણાજીરું, ½ ચમચી સંચર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને ½ લીબું નો રસ ઉમેરીને બધું જ બરાબર મિક્ષ કરી લો. તો હવે ફણગાવેલા મગનો સલાડ તૈયાર છે.

નોંધ:-

• આ સલાડ મા કેપ્સિકમ, ગાજર, મકાઈ ના દાણા પણ ઉમેરી શકો છો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *