ફરાળી એપલ હલવો – નાના મોટા દરેકને પસંદ આવશે આ નવીન એપલ હલવો…

ફરાળી એપલ હલવો :

હલવાનું નામ સાંભળતાજ મોમાં પાણી આવી જતું હોય છે. હલવો ફરાળી અને નોન ફરાળી એમ બન્ને પ્રકારના બનાવવામાં આવે છે. બન્ને પ્રકારના હલવા સ્વીટ તરીકે સર્વ કરી શકાય છે. ખૂબજ સ્વાદિષ્ટ એવા આ બન્ને પ્રકારના હલવાઓ જન્માષ્ટ્મી, હોળી, દશેરા, દિવાળી જેવા તહેવારો કે ઉત્સવોમાં વધારે ખવાતા હોય છે. ફરાળી હલવા દૂધી, ગાજર, એપ્પલ, બટેટા, શક્કરીયા, કોળુ, અરાલોટ, રાજગરો, માવો, ખજુર, ડ્રાયફ્રુટ, મખાના જેવી અનેક ફરાળી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. પૌષ્ટીક સામગ્રીમાંથી બનાવવામાં આવતો હોવાથી હલવો હેલ્થ માટે પણ ખૂબજ એનર્જી આપનાર છે.

અહીં હું આપ સૌ માટે ફરાળી એપલ હલવો બનવવાની રેસિપિ આપી રહી છું. તેમાં એપલ સાથે મિક્ષ ફ્રુટ જામ એડ કરેલ છે, જેથી થોડો ખટ્ટો-મીઠો અને ખૂબજ ટેસ્ટી છે. બાળકોને ખૂબજ ભાવશે. તેમજ એપલ, પીનટ, કોકોનટ સાથે થોડા ડ્રાય ફ્રુટ્સનું પણ કોમ્બીનેશન હોવાથી નાના થી માંડીને મોટા સુધીના દરેક લોકો માટે ખૂબજ પૌષ્ટિક પણ છે. તો તમે પણ મારી આ ફરાળી એપલ હલવાની રેસિપી વ્રતના ઉપવાસ માટે ચોક્કસથી બનાવજો. બનવાવામાં સરળ અને જલદી બની જ્તો આ હલવો ફરાળ સિવાય, એમજ પણ ખાઇ શકાય છે. તો તમે પણ તમારા રસોડે ચોક્કસથી બનાવવાની ટ્રાય કરજો.

ફરાળી એપલ હલવો બનાવવા માટેની સામગ્રી :

  • 1 મોટું એપલ
  • 2 ટી સ્પુન ઘી
  • ½ કપ સુગર પાવડર
  • ½ કપ પીનટ
  • 1/3 કપ ગ્રેટેડ ડ્રાય કોકોનટ
  • 10-12 બારીક સમારેલી બદામ
  • 10-12 બારીક સમારેલા પિસ્તા
  • 1 ટેબલ સ્પુન જામ ( જામ ના એડ કરવું હોય તો 1 ટી સ્પુન એલચી પાવડર ઉમેરવો.)

ફરાળી એપલ હલવો બનાવવાની રીત :

*સૌ પ્રથમ પીનટ્ને રોસ્ટ કરીને ઠરે એટલે તેના ફોતરા કાઢી લેવા. ત્યારબાદ તેને ગ્રાઇંડ કરી લેવા.

*એપલને પીલ કરી છાલ કાઢી, બીજ વાળા વચ્ચેના ભાગને કાઢીને બારીક ખમણી લેવું.

*ડ્રાય ફ્રુટ સમારી લેવા.

એક નોન સ્ટીક પેનમાં 2 ટી સ્પુન ઘી મૂકી મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો. તેમાં ખમણેલું એપલ ઉમેરી મિક્ષ કરો.

હવે તેને સતત હલાવતા રહી ઘીમાં કૂક કરો. કલર ચેંજ થશે.

બરાબર કલર ચેંજ થઈ ટ્રાંસપરંટ કલરનું થઈ જાય અને બરાબર કૂક થઈ સોફ્ટ થઇ જાય ત્યાં સુધી સતત હલાવતા રહી કૂક કરો.

કૂક થઇ રહેલા એપલના ખમણમાંથી થોડું ઘી છૂટ્ટું પડતું દેખાય અને પેનનું બોટમ છોડવા લાગે એટલે તેમાં ½ કપ સુગર પાવડર અને 1 ટેબલ સ્પુન જામ ઉમેરી મિક્ષ કરો.

સુગર અને જામ બરાબર મેલ્ટ થાય એટલે તેમાં બારીક કાપેલા પિસ્તા અને બદામ ઉમેરી મિક્ષ કરો. 1 મિનિટ હલાવતા રહી કૂક કરો.

ત્યારબાદ તેમાં 1/3 કપ ગ્રેટેડ ડ્રાય કોકોનટ અને ½ કપ પીનટનો બનાવેલો પાવડર ઉમેરી મિક્ષ કરો.

હવે ફ્લૈમ લો મિડિયમ પર રાખી સતત હલાવતા રહી કૂક કરો.

મિશ્રણની હલવા જેવી થીક કંન્સીસ્ટંસી થાય, પેન છોડવા લાગે અને થોડું ઘી રીલીઝ થતું દેખાય એટલે (આ સ્ટેપ પર એલચી પાવડર ઉમેરી મિક્ષ કરી શકાય) ફ્લૈમ બંધ કરી નીચે ઉતારી લ્યો.

હવે તેને દુધીના હલવાની જેમ ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરી લેવલ કરી, ઉપરથી બદામ અને પિસ્તાના સ્લીવર્સથી ગાર્નિશ કરો. ત્યારબાદ ચપ્પુ વડે સ્ક્વેર કે ડાયમંડ કટ કરી લ્યો. ઠરે એટલે પીસ અલગ કરી સર્વ કરો.

ગરમા ગરમ ફરાળી એપલ હલવો સર્વ કરવા માટે નાના નાના બાઉલ કે કપમાં ભરી ઉપરથી ઉપરથી બદામ અને પિસ્તાના સ્લીવર્સથી ગાર્નિશ કરો.

ફરાળમાં કે રેગ્યુલર ખાઈ શકાય તેવો ફરાળી એપલ હલવો સર્વ કરવા માટે રેડી છે. ખૂબજ હેલ્ધી, ખટ્ટો-મીઠો, ટેસ્ટી ફરાળી એપલ હલવો દરેક લોકોને ખૂબજ ભાવશે.

તમે પણ એક્વાર ચોક્કસથી ટ્રાય કરી ઘરના દરેક લોકોને ટેસ્ટ કરાવજો. તેથી વારંવાર બનાવવાની ફરમાઇશ આવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *