ફરાળી દહીંવડા – કોઈપણ ઉપવાસ નવીન વાનગી ટ્રાય કરવી પસંદ છે? તો આ દહીંવડા એકવાર જરૂર બનાવજો..

મહાશિવરાત્રીનું મહાપર્વ આવી રહ્યું ત્યારે ફરાળમાં પીરસી શકાય એવાં ફરાળી દહીંવડા લઈને આવ્યાં છે હીરલ હેમાંગ ઠકરાર… ચાલો રેસિપી જોઈએ.

સામગ્રી :

 • 200 ગ્રામ સાંબો
 • 100 ગ્રામ બટેટા
 • 100 ગ્રામ રાજગરાનો લોટ
 • 1ચમચી વાટેલા આદુ-મરચાં
 • 500 ગ્રામ દહીં
 • 1 નંગ કેળું
 • 2 ચમચા દાડમના દાણાં
 • 2 ચમચા સમારેલી લીલી દ્રાક્ષ
 • 1 ચમચી શેકેલું જીરૂ પાવડર
 • સ્વાદ અનુસાર મીઠું.
 • તેલ તળવા માટે

રીત : સૌપ્રથમ સાંબો લો, બે ત્રણ પાણીએ ધોઈને સ્વાદ અનુસાર મીઠું અને વાટેલા આદું-મરચાં ઉમેરી બાફી લો. બટેટા પણ બાફી લો.

એક કડાઈમાં વડા તળવા માટે તેલ લઈને ગેસની મધ્યમ આંચ પર મૂકો.

હવે સાંબો અને બટેટા ઠંડા પડે એટલે મસળી લો, રાજગરાનો લોટ અને જરૂરત પ્રમાણે મીઠું ઉમેરી મધ્યમ કદનાં વડા તૈયાર કરી લો, ગરમ તેલમાં ગોલ્ડન રંગના તળી લો.


દહીંમાં થોડું પાણી ઉમેરી દહીંનું ઘોરવું તૈયાર કરો. કેળાં ને સમારી લો.


હવે સર્વિંગ બાઉલમાં વડા મૂકો ઉપર દહીંનું ઘોરવું ઉમેરો. કેળાંના ટુકડા, દાડમના દાણાં, સમારેલી દ્રાક્ષ, શેકેલું જીરૂ પાવડરથી સજાવો…. તૈયાર છે ફરાળમાં પીરસી શકાય એવાં ફરાળી દહીંવડા જેને ફ્રુટ દહીંવડા પણ કહી શકાય.

રસોઈની રાણી : હીરલ હેમાંગ ઠકરાર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *