શ્રાવણના સોમવારે માણો આ ખાસ ઘરે બનાવેલી શુદ્ધ વાનગીની મજા, ઉપવાસની વધી જશે મજા

મારા ઘરે દરેક મેમ્બર ને જમ્યા પછી સ્વીટ ખાવાની ટેવ છે તો દરરોજ તો કાઈક ને કાંઈક સ્વીટ ઘરમાં બનાવી જ રાખું છું પણ ઉપવાસ હોય એટલે કંઈ સ્પેશિયલ બનાવવી જ પડે .અને હા ઘરે બધાયને ગુલાબજાંબુ બહુ ભાવે છે તો મને એમ થયું કે શક્કરિયાના ગુલાબજાંબુ બનાવી દઈએ.  ગુલાબજાંબુ એક લોકપ્રિય મીઠાઈ છે.

શક્કરીયા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે,તે સ્વાસ્થ્ય માટે પણ એટલા જ ફાયદાકારક હોય છે.અંગ્રેજીમાં તેને સ્વીટ પોટેટો કહેવામાં આવે છે.કદાચ આ જ કારણ છે કે તેને બટાકાની સાથે જોડે છે,તેથી જ તેને શક્કરિયા પણ કહેવામાં આવે છે.શક્કરીયા ખાવાના ઘણા ફાયદા છે.તે સામાન્ય રીતે શિયાળામાં વધુ ખવાય છે, કારણ કે તેના ફાયદા વધુ હોય છે.શક્કરિયા દેશના લગભગ તમામ ભાગોમાં જોવા મળે છે,તે દરેક વિસ્તારોમાં અલગ-અલગ નામથી ઓળખાય છે.શક્કરીયા ત્રણ પ્રકારના હોય છે.

ગુલાબી શક્કરીયા,લાલ શક્કરીયા,સફેદ શક્કરીયા એ અસ્થમા સાથે સંઘર્ષ કરી રહેલા લોકો માટે શક્કરિયાનું સેવન ફાયદાકારક હોય છે. એન્ટીઓકિસડન્ટ્સ અસ્થમા સામે લડવામાં અસરકારક સાબિત થઈ શકે છે અને શક્કરીયામાં કેરોટિન નામના એન્ટીઓકિસડન્ટો હોય છે.તેથી શ્વાસની સમસ્યાઓ જેવી કે અસ્થમામાં શક્કરીયા ફાયદાકારક હોઈ શકે છે. તો ચાલો ફ્રેન્ડસ ઉપવાસ માં ખવાય તેવી સ્વીટ ફટાફટ બનાવી લઈએ.

શક્કરિયાના ગુલાબજાંબુ

સામગ્રી

1 વાટકો બાફી ને મેશ કરેલ શકકરીયા નો માવો
3 ચમચી મિલ્ક પાઉડર
4 ચમચી શિંગોડા નો લોટ
ચપટી બેકિંગ સોડા
1 કપ ખાંડ
1 કપ પાણી
ગુલાબની પાંદડી જરૂર મુજબ
૧/૨ ટી સ્પૂન ગુલાબ એસેન્સ
તેલ તળવા માટે
1 ચમચી દૂધ જરૂર જણાય તો (કણક બાંધવા)

સૌપ્રથમ શક્કરિયાને બાફી લેવા. હવે તેને છીની થી છીની લેવું જેથી રેશા ના આવે. માવાની અંદર મિલ્ક પાઉડર, શિંગોડા નો લોટ અને બેકિંગ સોડા ઉમેરી મુલાયમ નરમ કણક બાંધો. પછી તેમાંથી નાના-નાના બોલ બનાવી ગરમ તેલમાં ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લેવા. બીજા એક બાઉલમાં ખાંડ અને પાણી મિક્સ કરી ગરમ કરો.

ખાંડ ઓગળે અને ચાસણી ઉકળવા લાગે એટલે તેમાં ગુલાબની પાંદડી અને ગુલાબનું એસેન્સ ઉમેરો.તળેલા જાંબુને બનાવેલ ચાસણીમાં ડીપ કરી 30થી 40 મિનિટ રહેવા દેવું. તો તૈયાર છે આપણા શક્કરિયા ના ગુલાબજાંબુ. ઉપર બદામની કતરણથી ગાર્નિશ કરી ગરમ અથવા ઠંડા કરી સર્વ કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *