ફરાળી સાબુદાણા અપ્પે – અપ્પમ – ઉપવાસમાં ખાસ બનાવો આ નવીન વાનગી, બધાને ખુબ પસંદ આવશે..

ફરાળી સાબુદાણા વડા તો તમે ઘણીવાર બનાવ્યા હશે પણ આ વખતે નવરાત્રી માં ફરાળ કરવા માટે અપ્પમ પેન નો ઉપયોગ કરીને સાબુદાણા વડા બનાવજો.

અપ્પમ પેન નો ઉપયોગ કરીને બનાવેલા સાબુદાણા વડા ખરેખર ખૂબજ સ્વાદિષ્ટ બને છે. કારણકે તેમાં ઓઇલ નો એકદમ ઓછો ઉપયોગ કરી ને સાબુદાણા અપ્પે બનાવી શકાય છે.

આ રેસિપિ સાબુદાણા, બટેટા, શેકેલી શીંગ, કાજુ, કિશમીશ તથા અન્ય રુટીન મસલા થી બનાવવા માં આવે છે.

તેમાં સાબુદાણા મુખ્ય સામગ્રી છે. સાબુદાણા વગર તો ફરાળી ડિશ અધૂરી જ છે. તેમાં થી ઘણી બધી સ્વીટ અને સોલ્ટી રેસિપિ બને છે.

માત્ર સાબુદાણા ના જ ગુણધર્મો અને હેલ્થ માટે ના ફાયદાઓ જોઇએતો ઘણા છે :

* સાબુદાણા કાર્બોહાઈડ્રેટ્સ અને કેલેરી થી ભરપુર છે.

*તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ સારા પ્રમાણ માં હોવાથી હાડકાની થીકનેસ વધારી મજબૂત બનાવે છે.

* એ નોન એલર્જીક અને ગ્લુટિન ફ્રી હોવાથી બધા જ ઉપાયોગ માં લઇ શકે છે અને બ્લડ પ્રેસર દૂર કરે છે.

* તેમાં ડાયેટરી ફાઇબર હોવાથી પાચન ના પ્રોબ્લેમ્સ દૂર કરે છે.

*તેમાં વિટામિન બી6 હોવા થી પ્રેગ્નનસી માં થતાં પ્રોબ્લેમ્સ દૂર થાય છે. સાથે સાથે અપ્પે માં ઉમેરેલી અન્ય સામગ્રીનાં ફાયદાઓ તો ખરાજ.

ખરેખર આબધું જાણ્યા પછી તમને બધાં ને એવું લાગશે કે સાબુદાણા થી ભરપૂર વાનગીઓને હંમેશા ઉપયોગ માં લેવી જોઇએ.

સાઉથ ઇંડીયન અને મહારાષ્ટ્રીયન આ રેસિપિ વધારે બનાવે છે,

ફરાળી સાબુદાણા અપ્પે માટે ની સામગ્રી :

1 કપ સાબુદાણા

1 ½ કપ પાણી – સાબુદાણા ધોઇ ને પલાળવા માટે

¼ કપ શેકી ને ફોતરા કાઢેલી શિંગ નો ભૂકો

¼ કપ કાજુ ના બારીક ટુકડા

¼ ક્પ કિશામિશ

1 ½ ટેબલ સ્પુન આદુ- મરચા પેસ્ટ

1 ટેબલ સ્પુન કોથમરી – બારીક કાપેલી

1 ટેબલ સ્પુન લેમન જ્યુશ અથવા આમચુર પાવડર

4 મિડિયમ સાઇઝ ના બાફેલા બટેટા

સોલ્ટ સ્વાદ મુજબ

½ ટેબલ સ્પુન ખાંડ (ઓપ્શનલ)

6-7 મીઠાં લીમડા ના પાન – બારીક કાપેલા

½ ટેબલ સ્પુન મરી પાવડર

ફરાળી સાબુદાણા અપ્પે મિશ્રણ બનાવવાની રીત :

સૌ પ્રથમ સાબુદાણા ને 2 થી 3 વાર પાણીથી ધોઇ નાખો.

ત્યાર બાદ તેને એક મોટા બાઉલમાં 1 ½ કપ પાણીમાં પાલાળો.

3 થી 4 કલાક પલળવા દ્યો.

ત્યારબાદ પાણીમાંથી ચાળણી માં સાબુદાણા નાખી બરાબર નિતરવા દ્યો.

*ટિપ્સ : સાબુદાણામાં થી બિલકુલ પાણી નિતરી જાય પછી જ બટેટા સાથે મિક્સ કરાવા, નહિતર મિક્સર ઢીલું થવાથી બોલ્સ બનાવી શકાશે નહિ. એક મિક્સિંગ બાઉલ લઇ ને તેમાં 4 મિડિયમ સાઇઝ ના બટેટા મૂકી સારી રીતે મેશ કરો.

તેમાં એકદમ સરસ રીતે નિતારેલાં સાબુદાના ઉમેરો. મિક્સ કરો.

ત્યાર બાદ તેમાં કાજુ ના બારીક ટુકડાં અને કિશમિશ ઉમેરો.

સાથે ¼ કપ શેકી ને ફોતરા કાઢેલી શિંગ નો ભૂકો ઉમેરી મિક્સ કરો.

ત્યારબાદ તેમાં 6-7 મીઠાં લીમડા ના બારીક કાપેલા પાન ઉમેરો.

*ટીપ્સ: મીઠાં લીમડા ના બારીક કાપેલા પાન ઉમેરવાથી અપ્પે માં સરસ લીમડાની સુગંધ આવશે.

મીઠા લીમડામાં પણ હેલ્થ માટે નાં સારા ગુણધર્મો છે.

સાથે 1 ½ ટેબલ સ્પુન આદુ- મરચા પેસ્ટ, 1 ટેબલ સ્પુન કોથમરી – બારીક કાપેલી, 1 ટેબલ સ્પુન લેમન જ્યુશ અથવા આમચુર પાવડર, સોલ્ટ સ્વાદ મુજબ, ½ ટેબલ સ્પુન ખાંડ (ઓપ્શનલ), ½ ટેબલ સ્પુન મરી પાવડર ઉએમેરો.

બરબર ભેળવી ને મિક્સ કરો. બોલ્સ બની શકે તેવુ મિશ્રણ તૈયારકરો.

ત્યારબાદ બન્ને હાથ ની હથેળીઓ માં થોડું ઓઇલ ગ્રીસ કરી મિશ્રણ માંથી લુવો લઇ 13 થી 14 બોલ્સ બનાવો.

હવે અપ્પમ પેન માં કૂક કરવા માટે ફરાળી સાબુદાણા અપ્પે તૈયાર છે.

ફરાળી સાબુદાણા અપ્પે કૂક કરવા ની રીત :

સૌ પ્રથમ ગેસ ચાલુ કરી ને અપ્પમ પ્લેટ ગરમ થવા મૂકો. ( પ્રીહીટ ).

ગરમ થાય એટલે ગેસ ની ફ્લેઇમ ધીમી કરો.

અપ્પેના દરેક મોલ્ડ ને બિલ્કુલ થોડાં ઓઇલ થી ગ્રીસ કરો.

દરેક મોલ્ડ માં એક એક બોલ મૂકો.

બ્રશ ઓઇલ માં ડીપ કરી બધા બોલ્સ ને ઉપર થી ગ્રીસ કરો.

*ઓઇલ બોલ્સ પર રેડવાનું નથી. બ્રશથી ગ્રીસ કરવાથી બોલ્સ પર ઓછું જ ઓઇલ લાગશે.

અપ્પમ પેન નોન સ્ટીક હોવાથી વધારે ઓઇલ લગાડવાની જરુર નથી.

હવે નીચે થી કુક થઇ ગોલ્ડન કલર થઇ જાય એટલે બીજી બાજુ ફેરવી દ્યો.

આમ બધી બાજુ ફરતે થી કૂક કરી ગોલ્ડન કલર ના થવા દ્યો.

બસ હવે ફરાળી સાબુદાણા અપ્પે ગરમા-ગરમ પીરસવા માટે તૈયાર છે.

લીલી ચટણી તથા ટોમેટો કેચપ સાથે પીરસો.

નવરાત્રૈ ના નવલારાસ ગરબા રમ્યા પહેલા અને પછી હેલ્ધી અપ્પે આરોગો અને એનર્જી મેળવો.

નાના, મોટા, વ્રુધ્ધ દરેક લોકોને માફક આવે તેવા આ એનર્જિ અપ્પે ના સ્વાદ અને સુગંધ સાથે આસ્વાદ માણો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *