ફરાળી સાબુદાણા બટેટાની ફ્રાયમ્સ – બટેકા અને સાબુદાણાની ચકરી બનાવતા હશો તો હવે આ ટેક્નિક વાપરજો..

ઉનાળાના સખત તડકામાં જલદી બની જતી વેફર્સ કે ફ્રાયમ્સ હવે ગૃહિણીઓ બનાવવા લાગ્યા છે. કેમેકે બટેટા અને ટમેટા પણ વેફર્સ કે ફ્રાયમ્સ બનાવવા લાયક આવવા લાગ્યા છે.

આ અગાઉ મેં ફરાળી સાબુદાણા ટમેટાની ફ્રાયમ્સ બનાવવાની પર્ફેક્ટ રેસિપિ આપી છે. જે ફ્રાય કરવાથી ખૂબજ સરસ ટેંગી-ક્રંચી – સોફ્ટ બને છે. જે ફરાળ સિવાય નાસ્તામાં પણ બાળકોને અને મોટાઓને પણ ખૂબજ ભાવે એવી છે. આજે ફરી તડાકામાં બનાવવા માટેની ફરાળી રેસિપિ આપી રહી છું.

આજે હું અહીં ફરાળી સાબુદાણા બટેટાની ફ્રાયમ્સ બનાવવાની રેસિપિ આપી રહી છું. જેમાં આદુ-મરચાના સરસ સ્પાયસી ટેસ્ટની સાથે સાથે લેમન જ્યુસનો માઇલ્ડ ટેંગી ટેસ્ટ પણ ફ્રાય્મ્સ ને ખૂબજ ટેસ્ટી બનાવે છે. તે ડીપ ફ્રાય કરી ખાવાથી જરુરથી બધાને ખૂબજ ભાવશે.

ફરાળી સાબુદાણા બટેટાની ફ્રાયમ્સ બનાવવા માટેની સામગ્રી :

500 ગ્રામ સાબુદાણા

  • 300 ગ્રામ બટેટા –વેફર બનાવવા માટેના આવે છે એ બટેટા લેવા
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ટેબલ સ્પુન આખુ જીરું – અધકચરું ખાંડી લેવું
  • 2 ટેબલ સ્પુન આદુ-મરચાની પેસ્ટ
  • ½ લીમ્બુ નો જ્યુસ

ફરાળી સાબુદાણા બટેટાની ફ્રાયમ્સ બનાવવાની રીત :

સૌ પ્રથમ 500 ગ્રામ સાબુદાણા એક મોટા બાઉલમાં લઇને તેને 2-3 વાર પાણીથી ધોઇ લ્યો.

રાત્રે, સાબુદાણા પાણીમાં ડૂબે તેના કરતાં 2-3 ઇંચ પાણી ઉપર રહે, તેટલું પાણી ઉમેરી લ્યો.

સાબુદાણા પલાળવા માટેનું વાસણ મોટું લેવું ( કારણકે સાબુદાણા પલળ્યા પછી તેની ડબલ જેટલી કોંટિટી થઇ જાય છે). એટલે પૂરતી સ્પેસ મળે તો સરખા સોફ્ટ થઇ શકે.

સવાર સુધી સાબુદાણા પલાળી રાખવા.

સવારે 300 ગ્રામ બટેટા બાફી લેવા. કુકરમાં બાફવા માટે જરુર મુજબ પાણી મૂકી, તેમાં રિંગ મૂકી, તેના પર હોલવાળી પ્લેટ મૂકવી. (બટેટા વધારે લેવા નહી). તેના પર બટેટા બાફવા માટે મૂકવા.

બટેટા મોટા હોય તો એક બટેટાના બે પીસ કરી મૂકવા જેથી બટેટામાંથી કચાશ જતી રહે. સરસ બફાઇ જાય.

હવે બટેટા જરા ઠરે એટલે તેની છાલ ઉતારીને ખમણી પર ઘસીને છીણી લ્યો. જેથી ગાંઠા ના રહે.

ત્યારબાદ રાત્રે પલાળેલા સાબુદાણાને સવારે મોટા તપેલામાં તેમાં રહેલા બધા પાણી સહિત ઉમેરી દ્યો.

ફ્લૈમ ચાલુ કરી તેના પર તપેલું મિડિયમ ફ્લૈમ પર મૂકી ચમચાથી સતત હલાવતા રહો. જેથી તપેલામાં બોટમ પર સાબુદાણા સ્ટીક ના થઇ જાય.

હવે તેમાં 3 કપ જેટલું પાણી ગરમ કરીને ઉમેરી દ્યો. સતત હલાવતા રહો. જેથી સાબુદાણા જલ્દી અને પૂરેપૂરા સરસ કૂક થઇ ઘટ્ટ થઇ જાય જાય.

(સાબુદાણા બાફવા મૂકતા ટાઇમે એકદમ વ્હાઇટ કલરના હોય છે. પરંતુ બરાબર કૂક થઇ, ટ્રાંસપરંટ કલરના થઇ જાય છે).

સાબુદાણા બરાબર બફાઇને ઘટ્ટ થઇ જાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

આ સ્ટેપ પર સ્પાઇસ ઉમેરો. પહેલેથી ઉમેરેવાથી ખીચુનો કલર થોડો ડાર્ક થઇ જશે. અટલે શરુઆત માં ઉમેરવા નહીં.

ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન આખુ જીરું – અધકચરું ખાંડેલું ઉમેરો, સાથે તેમાં 2 ટેબલ સ્પુન આદુ-મરચાની પેસ્ટ (વધારે સ્પાયસી કરવા માટે 1 ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ વધારે ઉમેરી શકાય) ઉમેરી મિક્ષ કરી દ્યો.

હવે તેમાં ½ લીમ્બુનો જ્યુસ ઉમેરી ફરીથી બધું એકરસ થાય તેમ હલાવીને મિક્ષ કરી દ્યો. ફ્લૈમ ધીમી કરી દેવી.

હવે તેમાં બાફીને ખમણેલા બટેટા ઉમેરી મિક્ષ કરી દ્યો. પાઊંભાજીના સ્મેશર વડે બધું મિશ્રણ મેશ કરી લ્યો. એટલે બટેટાનું છીણ પણ સરસ મિક્ષ થઇ એકરસ થઇ જશે.

ત્યારબાદ સાબુદાણા-બટેટાના મિશ્રણ ને 3-4 મિનિટ ઉકાળી ઘટ્ટ કરો.

હવે ફ્લૈમ બંધ કરી થોડી વાર સતત હલાવતા રહો. જેથી વધારે ઘટ્ટ થાય.

ફ્લૈમ પરથી તપેલું ઉતારીને મિશ્રણ એકદમ ઠંડું પડવા દ્યો. થોડી થોડીવારે હલાવતા રહો.

મિશ્રણ ઠંડું થઇને જામીને લચકા પડતું થાય એટલે તેમાંથી ફ્રાયમ્સ પાડવા માટે રેડી છે.

તડકામાં પ્લાસ્ટિક પાથરી બધી બાજુએથી વજન મૂકી દબાવી દ્યો. જેથી પવનથી ઉડીને તાજી પાડેલી ફ્રાયમ્સ એકબીજી સાથે સ્ટીક ના થઇ જાય.

હવે સેવ બનાવવાનાં સંચામાં સ્ટાર કટ કરેલી પ્લેટ લગાવીને, સંચામાં મિશ્રણ ભરી, બંધ કરી, હેંડલ ફેરવીને રાઉંડ કે સીધી લીટીમાં પ્લાસ્ટિક પર ફ્રાયમ્સ બનાવો.

જાડા પ્લાસ્ટિકની બેગ લઇ તેના કોર્નર પર ફ્રાયમ્સ પાડવા માટે જરુર મુજબ કાતરથી કટ કરી નાનો હોલ કાપો.

હવે એ પ્લાસ્ટિક બેગમાં મિશ્રણ ભરી ઉપરથી બંધ કરો. હાથથી જ પ્રેસ કરીને ફ્રાયમ્સ પાડો.

પાડેલી ફ્રાયમ્સ 2 દિવસ તડકે સૂકાઇને સરસ કડક થઇ જાય એટલે એર ટાઇટ કંટેઇનરમાં પ્લસ્ટીક બેગમાં ભરી સ્ટોર કરવાથી આખું વર્ષ કે તેનાથી પણ વધારે ટાઇમ સારી રહે છે. તો હવે તૈયાર છે ફરાળી સાબુદાણા ફ્રાયમ્સ ડીપ ફ્રાય કરવા માટે.

લોયામાં ડીપ ફ્રાય કરવા માટે તેલ સારું એવું ગરમ કરીને ફ્લૈમ સ્લો મિડિયમ કરી લ્યો. તેમાં થોડી થોડી ડ્રાય ફ્રાયમ્સ ઉમેરી સરસ ફ્લફી અને ક્રંચી થઇ જાય ત્યાંસુધી ડીપ ફ્રાય કરો.

સરસ ઓરેંજ કલરની ક્રંચી અને ટેંગી, ટેસ્ટી ફરાળી સાબુદાણા બટેટાની ફ્રાયમ્સ વ્રતના ઉપવાસ માટે ફરાળ કરવા માટે સર્વ કરો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *