ફરાળી સાબુદાણા ટમેટાની ફ્રાયમ્સ – બનાવવામાં સરળ અને આખું વર્ષ ખાઈ શકાય એવી…

ફરાળી સાબુદાણા ટમેટાની ફ્રાયમ્સ :

હવે ઉનાળો આવી ગયો છે. સારો એવો તડકો પડે છે. આ સાથે જ ગૃહિણીઓ આ સિઝનમાં આખા વર્ષના મસાલા-અથાણા સાથે સાથે આખું વર્ષ ચાલે તેટલી બટેટાની ડ્રાય વેફર્સ તેમજ સાબુદાણાની ફ્રાયમ્સ પણ બનાવી લેતા હોય છે. બટેટા માંથી બનતી ડ્રાય જાડી કે જીણી સળી ફરાળી ચેવડો બનાવવા માટે ઉપ્યોગમાં લેવામાં આવે છે.તો તેની રાઉંડ સાદી કે જાળીવાળી વેફર્સ એમજ ફ્રાય કરીને ફરાળમાં લેવામાં આવે છે.એ જ રીતે સાબુદાણાની પણ ઘણા પ્રકારની ડ્રાય ફ્રાયમ્સ બનાવવામાં આવે છે. જેવીકે રાઉન્ડ, ચકરી કે સટ્રેઇટ લીટી જેવી. ઘરે બનાવવામાં આવતી દરેક પ્રકારની બટેટા કે સાબુદાણાની ફરાળી વેફર્સ કે ફ્રાયમ્સ ઉનાળાના સખત તડકામાં એકદમ સૂકવીને બનાવવામાં આવે છે. જેથી આખું વર્ષ સારી રહે અને તળવાથી પણ સરસ સોફ્ટ-ક્રંચી બને.

આજે હું અહીં ફરાળી સાબુદાણા ટમેટાની ફ્રાયમ્સ બનાવવાની રેસિપિ આપી રહી છું. ઉનાળાના તડકાની શરુઆત થઇ ગઇ છે. તો આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે આ ફ્રાયમ્સ જરુરથી બનાવી લેજો.

ફરાળી સાબુદાણા ટમેટાની ફ્રાયમ્સ બનાવવાની માટેની સામગ્રી :

  • 2 કિલો સાબુદાણા
  • 2 કિલો દેશી – ખાટા અને પાકા – લાલ ટમેટા
  • 2 ટેબલ સ્પુન આખુ જીરું – અધકચરું ખાંડેલું
  • 3 ટેબલસ્પુન – તમારા સ્વાદ મુજબ વધારે – ઓછું કરવું
  • (મરી પાવડર ઓપ્શનલ) મેં અહીં વાપરેલો નથી.

સૌ પ્રથમ સાબુદાણાને સાફ કરીને 3-4 વાર પાણીથી ધોઇ લ્યો.

ત્યારબાદ મોટા તપેલામાં સાબુદાણા ડૂબે ઉપરાંત 3-4 ઇંચ જેટલું પાણી વધારે ભરી રાતથી સવાર સુધી પલળવા દ્યો.

સાબુદાણા પલળે એટલે ડબલ કોન્ટીટી થઇ જાય છે. તેથી મોટુ વાસણ હોય તો સાબુદાણા એકદમ સોફ્ટ થઇ શકે.

ત્યારબાદ સવારે, પાલાળેલા સાબુદાણા પાણી સહિત, જે મોટું વાસણ લીધું હોય તે મિડિયમ ફ્લૈમ પર કૂક થવા મૂકો. ઉપરથી 4-5 ગ્લાસ જેટલું બોઇલ્ડ પાણી ઉમેરી મિક્ષ કરી લ્યો. એટલે સાબુદાણા ઝડપથી સોફ્ટ અને ટ્રાંસપરંટ થઇ કૂક થઇ જશે. સતત હલાવતા રહો. આ સાથે તેમાં તમારા સ્વાદ મુજબ મીઠું ઉમેરી દ્યો. મિક્સ કરી લ્યો.

સવારે 2 કિલો દેશી – ખાટા અને પાકા – લાલ ટમેટા પાણીથી ધોઇને – લુછીને ગ્રાઇંડ કરવા માટે નાના ટુકડામાં સમારી લ્યો.

તેને ગ્રાઇંડ કરી એકદમ સ્મુધ પેસ્ટ થાય ત્યાં સુધી પાણી ઉમેર્યા વગર જ ગ્રાઇંડ કરો. તેમાં ટમેટાના પીસ ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખો.

હવે કૂક થઇ રહેલ સાબુદાણાના તપેલામાં ગ્રાઇંડ કરેલા ટમેટાનું જ્યુસ ઉમેરી દ્યો.

વધારે કોન્ટીટી હોય, હલાવતા ના ફાવે તો બે તપેલામાં અર્ધા-અર્ધા કરી બન્નેને જુદા જુદા બે ફ્લૈમ પર મૂકી કૂક કરવા અને સતત હલાવતા રહેવું. તેથી જલદીથી ઘટ્ટ પણ થઇ જશે.

ઉકળીને સાબુદાણા ટમેટાનું લચકા પડતું ઘટ્ટ બેટર બની ત્યાં સુધી કૂક કરો. તળિયા પર સ્ટીક ના થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખી સતત હલાવતા રહો.

કૂક થઇ જશે એટલે ટમેટાનો કલર થોડો ડાર્ક ઓરેંજ થઇ જશે.

હવે ફ્લૈમ પરથી ઉતારી લ્યો

ત્યારબાદ બન્ને તપેલામાં રહેલું સાબુદાણા ટમેટાનું બેટર મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 2 ટેબલ સ્પુન આખુ જીરું – અધકચરું ખાંડેલું ઉમેરી મિક્ષ કરી લ્યો.

( આ સ્ટેપ પર તમે મરી પાવડર ઉમેરી શકો છો. તેનાથી ફ્રાયમ્સમાં જરા કાળાશ આવે છે એટલે મેં એવોઇડ કર્યો છે. ફ્રાયમ્સ ફ્રાય કરીને ઉપરથી મરી પાવડર સ્પ્રીંકલ કરી શકાય છે).

હવે મિશ્રણ બરાબર ઠરવા દ્યો. થોડી થોડીવારે તેને ઠરવા માટે હલાવતા રહો.

ઠરીને રુમ ટેમ્પરેચર પર આવે એટલે સાબુદાણા ટમેટાનું બનેલું બેટર ફ્રાયમ્સ પાડવા માટે રેડી છે.

ફરાળી સાબુદાણા ટમેટાની ફ્રાયમ્સ પાડવાની રીત :

સૌ પ્રથમ જાડુ પ્લાસ્ટીક કે કાપડ તડકામાં પાથરી બધી બાજુથી વજન મૂકી દબાવી દ્યો. જેથી પવન આવે તો ઉડે નહી.

હવે સેવ પાડવાના સંચામાં સ્ટાર કટ કરેલી પ્લેટ મૂકી, સંચામાં સાબુદાણા ટમેટાનું બનેલું બેટર ભરી બંધ કરી દ્યો.

સંચાનું હેંડલ રાઉંડમાં ફેરવતા જઇ પાથરેલા કાપડ કે પ્લાસ્ટીક પર સીધી લીટીઓ – ફ્રાયમ્સ પાડો.

સંચો ના હોય તો જાડા પ્લાસ્ટીકની બેગ લઇ પાઇપિંગ બેગની જેમ નીચે જરુર મુજબ કાતરથી કટ કરી હોલ બનાવો.

હવે તે બેગમાં મિશ્રણ ભરીને તડકામાં જ કાપડ કે પ્લાસ્ટીક પર સ્ટ્રેઇટ લીટી જેવી સાબુદાણા ટમેટાની ફ્રાયમ્સ પાડો.

આ રીતે બધા મિશ્રણમાંથી ફ્રાયમ્સ પાડી લ્યો. પાડેલી ફ્રાયમ્સ તડકે જ રાખો.

સુકાઇને ક્રંચી થઇ જાય ત્યાં સુધી સૂકાવા દ્યો.

24 કલાક પછી કાપડ માંથી ઉખેડીને મોટા વાસણમાં ભરી ફરી 1 દીવસ તડકે રાખો. એટલે તેમાંથી થોડું રહેલું મોઇશ્ચર પણ સુકાઇ જાય. અને આખુ વર્ષ ખરાબ ના થાય.

ત્યારબાદ બધી ફ્રાયમ્સ ઠરવા દ્યો. ગરમ હોય ત્યાં સુધી ભરશો નહી.

ઠરે એટલે મોટી પોલિથિન બેગ લઇ તેમાં ભરી ઉપરથી રબ્બર બેંડ લગાવી એરટાઇટ કંન્ટેનરમાં સ્ટોર કરવી.

જરુર મુજબ કાઢીને ગરમા ગરમ ઓઇલમાં ડીપ ફ્રાય કરવી. ઉપર મરી પાવડર સ્પ્રિંકલ કરી શકાય છે.

તો તૈયાર છે આખુ વર્ષ ઉપવાસમાં કે બાળકોને નાસ્તામાં આપી શકાય તેવી ખટ્ટી-મીઠી – ટેંગી ટેસ્ટ વાળી ફરાળી સાબુદાણા ટમેટાની ફ્રાયમ્સ.

આ કુરકુરી ટેંગી ફ્રાયમ્સ બાળકો, યંગ્સ કે મોટા બધાજ ખાઇ શકે તેવી સોફ્ટ અને ક્રંચી બને છે. તો ચોક્કસ થી બનાજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *