આજે ફરાળમાં બનાવો ફરાળી ઉપમા અને સાથે ચટપટી ફરાળી ચટની…

જો તમે ઉપવાસના દિવસો દરમિયાન ફરસાણની દુકાને જાઓએ તો તમને કેટલાએ પ્રકારની ફરાળી વાનગીઓ મળતી હોય છે. જેમ કે ફરાળી પિઝા, ફરાળી ભેળ, બફવડા વિગેરે વિગેરે પણ ઘરની ફરાળ જેટલી શુદ્ધ હોય છે તેટલી બહારની નથી હોતી અને જો તમે ફરાળમાં હજુ એક વેરાયટી ખાવા માગતા હોવ તો આજે ઉપવાસમાં ખાઓ ફરાળી ઉપમા અને ફરાળી ચટપટી ચટની.

Advertisement

ફરાળી ઉપમા અને ચટની બનાવવા માટેની સામગ્રી

1 વાટકી મોરૈયો

Advertisement

½ ચમચી સીંધવ મીઠુ

એક વાટકી ટોપરાનું છીણ

Advertisement

10-12 મીઠા લીંમડાના તાજા પાન

તીખાશ માટે જરૂર પ્રમાણે લીલુ મરચુ

Advertisement

અરધી ચમચી ખાંડ

અરધી ચમચી જીરુ

Advertisement

વઘાર માટેઃ 3-4 ચમચી તેલ, 2 ચમચી સીંગદાણા, અરધી નાની જીરુ

મીઠાં લીંમડાના પાન, લીલુ મરચુ 1 નાની ચમચી તલ

Advertisement

સ્વાદ પ્રમાણે મીઠુ

ફરાળી ઉપમા અને ચટની બનાવવા માટેની રીત

Advertisement

સૌ પ્રથમ એક વાટકી મોરૈયો લેવો તેને બરાબર સાફ કરીને ત્રણ પાણી વડે ધોઈ લેવો. મોરૈયાનો ઉપયોગ ધોયા વગર ન કરવો.

Advertisement

હવે એક વાટકી મોરૈયો ધોઈ લીધા બાદ તેમાં સાડા ત્રણ વાટકી પાણી ઉમેરવું. જે વાટકીમાં મોરૈયો લીધો હતો તે જ વાટકીનું માપ પાણી માટે પણ લેવું.

Advertisement

હવે પાણી સાથે મોરૈયામાં અરધી ચમચી સીંધવ મીઠુ પણ ઉમેરી દેવું. અને તેને ગેસ પર મિડિયમ ફ્લેમ પર ઉકળવા માટે મુકી દેવું.

Advertisement

મોરૈયો બફાઈને તૈયાર થાય તે દરમિયાન. મિક્સરના સૌથી નાના ચટની જારમાં, એક વાટકી ટોપરાનું છીણ, 10-12 મીઠા લીંમડાના તાજા પાન, તીખાશ માટે જરૂર પ્રમાણે લીલુ મરચુ ઉમેરવું.

Advertisement

ત્યાર બાદ તેમાં તમને જોઈતા ગળપણ પ્રમાણે અરધી ચમચી ખાંડ, અરધી ચમચી જીરુ, અને સ્વાદ પ્રમાણે ફરાળી મીઠુ ઉમેરવું. હવે તેમાં પાણી ઉમેરી તમને જોઈતી પાતળી – જાડી કન્સીસ્ટન્સી પ્રમાણે પાણી ઉમેરીને ચટની વાટી લેવી. ચટની એકદમ સ્મુધ વાટવી. અહીં તમે પાણીની સાથે સાથે થોડું દહીં પણ ઉમેરી શકો છો.

Advertisement

તો તૈયાર છે ફરાળી ચટની. તેને તમે મોરૈયાની ખીચડી, મોરૈયાની ઉપમા, તેમજ સુકીભાજી સાથે પણ સર્વ કરી શકો છો.

Advertisement

હવે એક મિડિયમ સાઇઝનું બટાટુ છાલ ઉતારીને જીણું સમારી લેવું. જેથી કરીને બાટાટ જલદી ચડી જાય.

Advertisement

આ દરમિયાન મોરૈયો ચડી ગયો હશે. જો તેમાં પાણી વધ્યું હોય તો તેને દૂર કરી દેવું. અથવા ન કરવું હોય તો થોડીવારમાં મોરૈયો તે પાણી પણ ચૂંસી લેશે. હાલ પુરતો મોરૈયો બાજુ પર રાખવો.

Advertisement

હવે એક પેનમાં 3-4 ચમચી તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય એટલે તેમાં થોડા સીંગદાણા, થોડું જીરુ, મીઠાં લીંમડાના પાન, લીલુ મરચુ અને થોડા તલ ઉમેરવા.

Advertisement

સીંગ તેલમાં થોડી સંતળાઈ જાય એટલે તેમાં જીણા સમારીને તૈયાર રાખેલા બટાટા ઉમેરી દેવા. અને તેને બધી જ સામગ્રી સાથે બરાબર મિક્સ કરી લેવી.

Advertisement

હવે ચાર પાંચ મિનિટ બટાટા સાંતળી લીધા બાદ તેમાં એક ચમચી લીંબુનો રસ, એક ચમચી ખાંડ, થોડો મરી પાઉડર ઉમેરીને બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લેવી.

Advertisement

હવે પેનને ઢાંકીને બટાટાને થોડીવાર ચડવા દેવા. હવે 80-85 ટકા બટાટા ચડી જાય એટલે તેમાં એક ચમચી જીણી સમારેલી કોથમીર ઉમેરી દેવી તેને મિક્સ કરી લેવી.

Advertisement

હવે ગેસ સાવ ધીમો કરીને તેમાં બાફીને તૈયાર રાખેલો મોરૈયો ઉમેરી દેવો. મોરૈયાને બરાબર મિક્સ કરી લેવો. મોરૈયો થોડો લોચા જેવો હોય માટે તેમાં મસાલો ભળતા વાર લાગે માટે તેને બાટાટા સાથે બરાબર મિક્સ કરી લેવો.

Advertisement

હવે મોરૈયો ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લીધા બાદ પેનને ઢાંકી દેવું. હવે તેને તેમ જ 2-3 મિનિટ સિજવા દેવું.

Advertisement

હવે બે મિનિટ બાદ તમે જોશો તો મોરૈયો બરાબર ચડી ગયો હશે અને બધા મસાલા પણ એકબીજામાં ભળી ગયા હશે.

Advertisement

તો તૈયાર છે ફરાળી ઉપમા અને ફરાળી ચટની. આ ફરાળી ઉપમાં સાથે તમે ચા પણ સર્વ કરી શકો છો. ટોપરાની ચટની સાથે તો આ ઉપમાં ઓર વધારે સ્વાદિષ્ટ લાગે છે.

Advertisement

રસોઈની રાણીઃ નીધી પટેલ

ફરાળી ઉપમા અને ફરાળી ચટની બનાવવા માટે વિગતવાર વિડિયો

Advertisement

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *