ફરાળી ચકરી – આખું વર્ષ ફરાળમાં ખાવા માટે બનાવો સાબુદાણા અને બટેકાની ચકરી…

કેમ છો મિત્રો જય જલારામ. ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે અને વેફર કાતરી બનાવવાની પણ શરૂઆત થઇ ગઈ છે. પાપડ પણ બનાવતા હશો. આજે આપણે બનાવીશું સાબુદાણા અને બટેકા ની ચકરી. આ ચકરી તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો. આ ચકરી જનરલી સંચામાં ભરીને પાડવામાં આવે છે પણ આજે હું  સરળ ટેક્નિક જણાવીશ જેનાથી તમે બહુ જ ફટાફટ આ ચકરી બનાવી શકશો. તમારું બે કલાકનું કામ ફક્ત 30 મિનિટમાં પતી જશે તો એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમે મારી યુટ્યુબ ચેનલ હજી સબ્સ્ક્રાઇબ નથી કરી તો અહીંયા ક્લિક કરીને અત્યારે જ કરો.

સામગ્રી

  • સાબુદાણા
  • બાફેલા બટાકા
  • જીરું
  • લીલું મરચું
  • મીઠું

રીત

1- સૌથી પહેલા એક તપેલી સાબુદાણા લઈ લઈશું.અને તેને આખી રાત પાણી માં પલાળી રાખીશું. હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણા સાબુદાણા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે તેને બાફી લઈશું. હવે આપણે એક મોટો બટાકો છે.અને ત્રણ નાના બટાકા છે.તે લઈ લઈશું.

2- હવે બટાકા ને બાફી ને છોલી લીધા છે.હવે આપણે આગળ ની પ્રોસેસ કરીશું. હવે એક મોટા તપેલા માં ચાર પાણી ગ્લાસ લઈશું. હવે તેમાં મસાલા કરીશું. જો તમે ઉપવાસ માટે બનાવતા હોય તો સિંધવ મીઠું નાખવાનું. અત્યારે આપણે નાસ્તા માટે બનાવીએ છે એટલે આપણે સાદું મીઠું નાખીશું.

3- હવે આપણે લીલા મરચા તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. જો તમારા ઘર માં વધારે તીખું ખવાતું હોય તો તમે વધારે લઈ શકો છો. હવે લીલા મરચા ને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું.હવે તેમાં એક ચમચી જીરૂ નાખીશું.હવે પાણી ઉકળે છે. ત્યાં સુધી બટેકા ને છીણી લઈશું. જેથી સરસ મિક્સ થઈ જાય.

4- હવે જે સાબુદાણા પલાળી ને રાખ્યા હતા તેમાં બટાકા મિક્સ કરી લઈશું. હવે આપણે હાથ થી જ બધું મિક્સ કરી લઈશું. જો તમે ચમચા ની મદદ થી મિક્સ કરશો તો ક્યાંક સાબુદાણા અલગ રહેશે.તો ક્યાંય બટાકા અલગ રહેશે. એટલે હાથ થી મિક્સ કરવાથી સરસ મિક્સ થઈ જાય છે. હવે પાણી ઉકળી ગયું છે. હવે આપણે તેમાં માવો એડ કરી લઈશું.

5- હવે તેને હલાવતા હલાવતા તેને એક રસ કરી ને મિક્સ કરી લઈશું. હવે સાબુદાણા એકદમ ચડી જાય અને કાચ જેવા દેખાય ત્યાં સુધી તેને કુક કરી લઈશું. અને મિશ્રણ પણ થોડું ઘટ્ટ થઈ જશે.ત્યાં સુધી તેને ઉકાળી લઈશું. તેને ઢાકવા નું નથી. નહીં તો નીચે ચોંટી જશે. તો ચકરી ખાવા માં મજા નહીં આવે. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા સાબુદાણા એકદમ સરસ રીતે ચડી ગયા છે. હવે તેને બે મિનિટ માટે કુક કરી લઈશું.

6- હજુ મિશ્રણ થોડું ઘટ્ટ કરી લઈશું. અને ત્યારબાદ તે મિશ્રણ ને ઠંડુ કરી લઈશું. જો તમારે સંચા થી પાડવું હોય તો હજુ તેને ચાર થી પાંચ મિનિટ રહેવા દેવાનું. અને અત્યારે આપણે કોથળી થી પાડીશું એટલે આપણે મિશ્રણ ઢીલું રહેવા દઈશું. અને પછી દસ મિનિટ ઠંડુ થવા દેશો તો પછી સંચા થી પડે તેવું થઈ જશે.પણ સંચા ભરવા અને એવું બધું કરતા આજે આપણે એકદમ કોથળી થી ઇઝી રીત જોઈશું.

7- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા સાબુદાણા એકદમ ચડી ગયા છે. હવે આપણું ખીરું એકદમ પરફેક્ટ થઈ ગયું છે. ખીરું ને તમે હાથ અડારી શકો તેવું ખીરું ઠંડુ થાય ત્યારે ચકરી પાડવાની છે. હવે કોઈ પણ પ્લાસ્ટિક ની કોથળી માં જે તમે કપડાં લાવો તેવી કોથળી માં બે થી ત્રણ જ વાર માં આટલી ચકરી બની જશે.

8- હવે તે કોથળી માં એક ખૂણે ખીરું ભરી લઈશું. હાથ માં પકડાઈ તેટલું ખીરું ભરવાનું. જો આ રીતે ના ફાવે તો તમે જે દૂધ ની કોથળી આવે છે તેમાં ભરી ને પણ પાડી શકો છો. હવે બધી એર કોથળી માંથી કાઢી ને અને તમે જે સાઈઝ ની ચકરી પાડતા હોય તે સાઈઝ ની કટ કરી લઈશું. હવે એક પ્લાસ્ટિક પાથરી ને તેની પર હાથ થી કોથળી પકડી ને પાડી લઈશું.જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

9- આમ કરવાથી આપણી ચકરી ફટાફટ પડી જાય છે. અને આપણે અહીંયા ઘર માં જ સુકવી શું જેથી ચકરી બે કે ત્રણ જ દિવસમાં સુકાઈ જશે. અને જો તમે તાપે સૂકવો તો બે જ દિવસમાં સુકાઈ જશે. હવે આપણી બધી જ ચકરી પડી ગઈ છે. આપણે સવારે ચકરી પાડી હતી તો હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે હવે ઉપર થી હાથ અડારી એ તો સેજ પણ ચોટ તું નથી.હવે તેને ફેરવી લઈશું.

10- હવે ચકરી બધી પલટાવી લીધી છે હજુ તેને એક કે બે દિવસ સુકાવા દઈશું. પછી આપણે તેને તળી ને જોઈ લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ચકરી સુકાઈ ને તૈયાર થઈ ગઈ છે. હવે તેને તળી ને પણ જોઈ લઈશું. હવે તેલ ગરમ કરી લઈશું. ત્યારબાદ તેમાં ચકરી મુકીશું. અને તેલ વધારે ગરમ થવા દેવાનું છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ચકરી એકદમ સરસ પાપડ ની જેમ ફૂલી જાય છે. એકદમ પોચી અને વગર સંચા થી કોથળી થી એકદમ જલદી પડી જતી. આ સાબુદાણા બટેકા ની ચકરી આપણે તૈયાર કરી છે. એકદમ સરસ બની છે.અને એકદમ ક્રિસ્પી બની છે. અને ખાવા માં પણ એકદમ સોફ્ટ તૈયાર થઈ છે. તો તમે પણ આ રીતે બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *