ઇન્સ્ટન્ટ રવા ઢોકળા – કોઈપણ પૂર્વ તૈયારી કર્યા વગર બનાવી શકશો આ ગરમાગરમ ઢોકળા…

ઇન્સ્ટન્ટ રવા ઢોકળા

ઘણીવાર અચાનક જ ઘરમાં નાસ્તાની જરૂર પડે છે, મહેમાન આવી ગયા હોય, અથવા અચાનક બાળકો કંઈક ગરમાગરમ ખાવાની ડીમાન્ડ કરે. અથવા તો બહારથી આવ્યા હોઈએ અને ઝટપટ કંઈક રસોઈ કરી નાખવી હોય તો તેના માટે અમે અમારી આજની આ પોસ્ટમાં લાવ્યા છે ઇન્સ્ટન્ટ રવા ઢોકળાની ખુબ જ સરળ રેસીપી.

આ ઇન્સ્ટન્ટ રવા ઢોકળાની ખાસીયત એ છે કે આપણે અહીં અગાઉથી કોઈ જ તૈયારી કરીને નથી રાખવી પડતી. અને બહારથી કોઈ સ્પેશિયલ વસ્તુ પણ નથી લાવવી પડતી. લોકો ઘરમાં સામાન્ય રીતે સોજીનો સ્ટોક રાખતા જ હોય છે. અને દહીં પણ ફ્રીઝમાં પડ્યું જ હોય છે. બસ આ બે જ મુખ્ય ઇનગ્રેડીયન્ટથી તમે થોડાક જ સમયમાં સ્વાદિષ્ટ ઢોકળા બનાવી શકો છો.

તો ચાલો બનાવીએ ઇન્સ્ટન્ટ રવા ઢોકળા.

સામગ્રી


1 બોલ સોજી

½ બોલ દહીં

½ ચમચી ઇનો

સ્વાદ પ્રમામે મીટું

એક નાની ચમચી મરી પાઉડર

જરૂર પ્રમાણે પાણી


સૌ પ્રથમ એક તપેલી લેવી. તેમાં રવો એટલે કે સોજી એક બોલ એડ કરવી અને સાથે સાથે દહીં પણ એડ કરી લેવું. તેને બરાબર મીક્ષ કરી લેવું. હવે ખીરુ તૈયાર કરવા માટે જરૂર પ્રમાણે પાણી એડ કરી બરાબર હલાવી લેવું.


હવે અરધો કલાક માટે તેને પલળવા માટે બાજુ પર મુકી દેવું.


અરધો કલાક બાદ તમે જોશો તો સોજી ફુલી ગઈ હશે. અને ખીરુ થોડું જાડું થઈ ગયું હશે. હવે ઢોકળાના ખીરામાં જે કન્સીસ્ટન્સી રાખતા હોઈએ તે પ્રમાણે પાણી એડ કરી બરાબર મીક્ષ કરવું.

હવે તેમા સ્વાદ પ્રમાણે મીઠુ એડ કરો અને ફરી હલાવી લો. હવે તેને થોડી વાર માટે બાજુ પર મુકી દેવું.


ઢોકળા પાડવા માટે સ્ટીમરમાં અથવા તો ઢોકળાના કુકરમાં ત્રણ ગ્લાસ પાણી લઈ ગેસ પર ગરમ થવા મુકી દેવું. કુકરનું ઢાકણું બંધ કરીને ફુલ ફ્લેમ પર પાણી ઉકળવા દેવું.


ઢોકળાની થાળી લઈ તેમાં તેલ ચોપડીને તૈયાર કરી દેવી.


હવે તૈયાર કરીને બાજુ પર મુકેલા ખીરામાં અરધી ચમચી ઇનો ઉમેરો. ફ્લેવર વગરનો ઇનો લેવો.


હવે તેને વધારે ફેંટ્યા વગર હળવા હાથે હલાવી લેવું.

ઢોકળા પાડવા માટે ખીરુ તૈયાર છે.


હવે તેલ ચોપડેલી થાળીમાં ખીરુ પાથરી દો. થાળીને ઠપકારીને ખીરુ સમતળ કરી લો.


હવે ખીરાવાળી થાળી ઢોકળાના કુકરમાં મુકી દો. તેના પર મરી પાઉડર ભભરાવી લો.


હવે કુકરની ઢાંકીને તેને મિડિયમથી હાઈફ ફ્લેમ પર 10 મીનીટ માટે બફાવા મુકી દો.


દસ મીનીટ બાદ તમે જોશો કે ઢોકળા બફાઈ ગયા હશે. ઢોકળા બફાયા છે કે નહી તે જોવા માટે તેમાં છરી નાખીને ચેક કરી લો. જો છરી પર ખીરુ ચોંટતુ હોય તો તેને ફરી 5 મીનીટ માટે બફાવા દેવું.


હવે ઢોકળા બફાઈ ગયા હશે. તેને 5-10 મીનીટ માટે નોર્મલ થવા બાજુ પર મુકી દો.


5-10 મીનીટ બાદ ઢોકળા ઠંડા થઈ ગયા બાદ તેના ચોસલા પાડી દો.


હવે એક ગેસ પર વઘારીયુ મુકી તેમાં 2 ચમચી તેલ ઉમેરવું. તેલ ગરમ થાય એટલે તેમાં એક નાની ચમચી રાઈ એડ કરવી.


રાઈ બરાબર તતડી જાય એટલે ગેસ બંધ કરી દેવો. રાઈ બરાબર ફુટી જાય એટલે તેમાં એક ચમચી તલ એડ કરી લેવા.


હવે આ તૈયાર થયેલા વઘારને ચમચીએ ચમચીએ ઢોકળાની થાળી પર રેડી દો. જેથી કરીને ઢોકળાના દરેક ચોસલા પર વઘાર અડે. અને વઘારની ફ્લેવર દરેક ઢોકળા સુધી પહોંચે.


હવે છરીની મદદથી ઢોકળાના ચોસલાને છુટ્ટા કરી લો. અને એક પ્લેટમાં સર્વ કરો.

આ ઢોકળા છોકરાને સ્કૂલના લંચબોક્ષમાં આપી શકાય છે, ઉપરાંત ચા જોડે પણ બનાવી શકાય છે અને બપોરના ભોજનમાં સાઇડ ડીશ તરીકે પણ સર્વ કરી શકાય છે.

ટીપ્સ – ઢોકળામાં ઇનોનો જ ઉપયોગ કરવો, ખાવાનો સોડા ન લેવો, કારણ કે તેનાથી ઢોકળા લાલ થઈ જાય છે અને ઢોકળા તેટલા પોચા નથી થતાં. ઇનો પણ ફ્લેવર વગરની લેવી.

સૌજન્ય : અમે ગુજરાતી (યુટ્યુબ ચેનલ)

ઇન્સ્ટન્ટ રવા ઢોકળાની સ્ટેપબાય સ્ટેપ રેસીપી જોવા માટે નીચે આપેલી વિડિયો પર ક્લિક કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *