ખુબજ ટેસ્ટી,સહેલી અને ઝડપી મોન્સૂન સ્પેશ્યલ સ્ટાર્ટર રેસીપી પાર્ટી બાઈટ…

ખુબજ ટેસ્ટી,સહેલી અને ઝડપી મોન્સૂન સ્પેશ્યલ સ્ટાર્ટર રેસીપી પાર્ટી બાઈટ

મિત્રો વરસાદ ની મોસમ માં ગરમ ગરમ ટેસ્ટી વાનગી કોને ના ભાવે ,એ પણ જો નવી,સહેલી અને ઘરે ઝડપ થી કોઈ પણ બનવી શકે એવી હોઈ તો તો માજા પડી જાય …

આજે હું અપને શીખડાવીસ એકદમ નવી “મોનેકો બિસકીટસ” માં થી બનતી મોન્સૂન સ્પેશ્યલ સ્ટાર્ટર રેસીપી જે ને પાર્ટી બાઈટ પણ કહી શકાય ,જેને તમે મિત્રો સાથે પાર્ટી,કિટ્ટી પાર્ટી કે વરસાદ ની મોસમ માં પણ ઘરે સહેલાઇ થી બનવી ને ખાઈ શકો

તો ચાલો આજે શીખ્યે પાર્ટી બાઈટ

સામગ્રી

૧ એક પેકેટ મોનાકો બિસ્કિટ

૨ બાફેલા ને પીસેલા બટાટા

૩ ૨-૩ ટેબલે સ્પૂન પનીર

૪ ૫ થી ૬ ટેબલે સ્પૂન બાફી ને પીસેલા વટાણા

૫ ૫ થી ૬ ટેબલે સ્પૂન બાફી ને પીસેલી સ્વીટ કોર્ન

૬ ૨ થી ૩ ટેબલે સ્પૂન બીટ કે ગાજર

૭ પ્રમાણસર કોથમરી

૮ ફ્રેશ બ્રેડ નો કરકરો ભૂકો પ્રમાણસર

૯ પ્રમાણસર મીઠું

૧૦ પ્રમાણસર ચેટ મસાલો

11 2 થી ૩ ટીપા ટોબેસકો સોસ

૧૨ પ્રમાણસર લીલું સમારેલું મરચું

13 ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પ્રમાણસર

૧૪ ટોસ પટ્ટી નો ભુકા

૧૫ મકાઈ નો લોટ

૧૬ ચીઝ ના નાના ટુકડા

હવે ઉપર મુજબ ની સામગ્રી નંબર ૧ થી ૧૩ ને એક બાઉલ માં બરાબર હાથે થી મિક્સ કરો.

બરાબર મિક્સ થઇ જય પછી આ મિશ્રણ કે માવા ના વડા જેવા ગોળ બોલ બનવી વચ્ચે ચીસ નો ટુકડો મુકો ફરી થી ગોળ બનવી ગોરના જેવું બનવો હવે ,આ ગોરના ને ૨ મોનાકો બિસકીટસ વચ્ચે સેન્ડવીચ ની જેમ ભરો.

હવે મકાઈ ના લોટ માં ફક્ત પાણી નાખી ને ભજ્યા ના લોટ જેવું મિશ્રણ બનાવો

હવે મોનાકો બિસકીટસ અને માવા ની સેન્ડવીચ ને ટોસ પટ્ટી ના ભુકા માં બોળો અને ત્યાર પછી મકાઈ ના લોટ ના મિશ્રણ માં જબળો,ફરી થી એક વખત સેન્વીચ ને ટોસ પટ્ટી ના ભુકા માં બોળો અને ત્યાર પછી મકાઈ ના લોટ ના મિશ્રણ માં જબળો આવું ૨ વખત કરવા થી મોનાકો બિસકીટસ ની સેન્ડવીચ માં ટોસ પટ્ટી અને મકાઈ ના લોટ નું મિશ્રણ બરાબર ચોંટી જશે .

હવે આ મોનાકો બિસકીટસ ,ટોસ પટ્ટી અને મકાઈ ના લોટ ના મિશ્રણ વળી સેન્ડવીચ ને સીંગતેલ માં ગોલ્ડન બ્રોઉન કોલોર ની થઇ ત્યાં સુધી તળો.

હવે આપણું મોન્સૂન સ્પેશ્યલ સ્ટાર્ટર-પાર્ટી બાઈટ તૈયાર છે જે એક પ્લાટ માં ટેન્ગી ડીપ,કોથમરી થી ગાર્નીસિંગ કરી ને મિત્રો ને પાર્ટી ,કિટ્ટી પાર્ટી કે વરસાદ ની મોસમ માં ગરમ ગરમ પીરસી શકો .

મિત્રો આ રેસીપી નો વિડિઓ મારી Youtube Channe માં પણ છે ,ત્યાં થી પણ તમે આ અને બીજી ઝટપટ ,સહેલી ઘરે બનતી વાનગીઓ જોઈ ને બનવી શકશો.

રસોઈની રાણી : જીજ્ઞા સોની (યુટ્યુબ ચેનલ)

આ વાનગી બનાવવાની સરળ રેસીપી શીખો વિડીઓ જોઇને.

સૌજન્ય : Website-www.jignaskitchen.com

Join the discussion

Your email address will not be published. Required fields are marked *