ઝટપટ બનતી ઝટપટ ખવાતી આવી ચટપટી ભેળ, આ વિકેન્ડ પર જરૂર બનાવજો…

મને બરાબર યાદ છે એ શાળાનો અંતિમ દિવસ….!!


સૌએ ઘરેથી એક એક વસ્તુ બનાવીને લાવવાની અને એ પણ અગાઉથી નક્કી જ હોય. અંદર અંદર એકબીજા સાથે નક્કી કરવામાં આવતું કે કોણ મમરા લાવશે, કોણ પૂરી, કોણ ચટણી, કોણ ડુંગળી, કોણ ગળી ચટણી, કોણ કોથમીરની ચટણી…. વગેરે.

સૌ જેતે વસ્તુ લાવ્યા હોય તે બધું જ ભેગું કરવામાં આવતું અને ભેગાં મળીને ભેળની મજા માણતાં.

શિક્ષકને પણ આ દિવસે ખૂબ મજા આવતી હતી.

શું તમને તમારા બાળપણના એ દિવસો યાદ આવે છે??

કોઈ વાંધો નથી આ વાનગી જ એવી છે કે જોતા જ મોં મા પાણી આવી જશે…!!

ઝટપટ બનતી ઝટપટ ખવાતી આવી ચટપટી ભેળ હજી સુધી તમે નહીં ખાધી હોય.

ચાલો આપણે સૌ ભેગા મળીને બનાવીએ અને ખાઈએ.

સામગ્રી…

મમરા

સેવ

પૂરી

સમારેલી ડુંગળી

સમારેલા ટામેટાં

સમારેલી કોથમીર

સમારેલું બીટ

દાડમના દાણાં

બાફેલા બટાકા

કોથમીર ની લીલી ચટણી

ખજૂરની ગળી ચટણી.

રીત…

લીલી ચટણી..

સૌ પ્રથમ કોથમીર ફુદીનાનની ચટણી બનાવીશું.

એક મિક્સરના બાઉલમાં કોથમીર, ફુદીનો, લીલા મરચા, દહીં, મીઠુ, ખાંડ, લષણ, અને લીંબુ નો રસ આ બધું જ એક સાથે ક્રશ કરી લો.
લીલીછમ કોથમીર ની ચટણી તૈયાર છે.

ખજૂરની ચટણી….

ખજૂર, આંબલી અને ગોળ આ બધું જ એક સાથે કુકરમાં બાફી લો.


ઠંડુ પડે એટલે એને ક્રશ કરી ને ગાળી લો.

હવે આમા મીઠુ, ધાણાજીરૂ, લાલ મરચું નાંખી મિક્સ કરી લો.

આ તૈયાર છે મીઠી ચટણી.

ભેળ બનાવવાની રીત….


હવે એક મોટા બાઉલમાં મમરા, સેવ, પૂરી, ટામેટા, બીટ ડુંગળી, બટાકા, દાડમના દાણા આ બધી જ સામગ્રી ભેગી કરી લો હવે લીલી ચટણી અને ગળી ચટણી ઉમેરો.


બધું જ બરાબર મિક્સ કરી લો.


બસ તૈયાર છે આપની ચટપટી ભેળ….!!


મનગમતી રીતે સર્વ કરી શકો છો.


પાણી પૂરીની પૂરીમાં ભરીને પણ સર્વ કરી શકાય.


તમારી મરજી…. પણ ખાજો ખરા હોં….. ગરમીમાં ભેળનો વાંધો નહીં આવે….!

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *