ફ્લાવરનું શાક – આવીરીતે બનાવશો તો ઘરમાં બધાનું ફેવરિટ શાક બની જશે ફ્લાવરનું શાક…

આજે આપણે ફ્લાવર નું શાક એક નવી રીત થી બનાવીશું.આપણે રેગ્યુલર મસાલા થી જ બનાવીશું,આ એકવાર બનાવશો તો ઘર માં દરેક ને પસંદ પડશે,અને એકદમ ટેસ્ટી બને છે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. રેસિપીના અંતમાં વિડિઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની લિંક આપી છે. ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિઓ જોવાના કોઈ પૈસા નથી.

સામગ્રી:

  • મીઠું
  • ફ્લાવર
  • તેલ
  • ઘી
  • રાઈ
  • જીરું
  • હીંગ
  • સૂકા લાલ મરચા
  • તમાલપત્ર
  • તજ
  • આદુ લીલા મરચા અને લસણ ની પેસ્ટ
  • ડુંગળી
  • ટામેટા ની પ્યુરી
  • હળદળ
  • કાશ્મીરી લાલ મરચું પાવડર
  • ધાણાજીરું પાવડર
  • કસ્તુરી મેથી
  • લીંબુ નો રસ
  • ખાંડ
  • ઝીણી સમારેલી કોથમીર

રીત

1- સૌથી પહેલા ફ્લાવર ને ધોઈ ને કટ કરી લીધો છે અહીંયા આપણે ૩૦૦ ગ્રામ ફ્લાવર લઈશું,હવે એક મોટા વાસણ માં પાણી ગરમ કરવા મુકીશું. હવે તેમાં એક ચમચી મીઠું નાખી ને મિક્સ કરી લઈશું,હવે જે કટ કરેલું ફ્લાવર છે તે તેમાં એડ કરી દો.

2- હવે આને બે થી ત્રણ મિનિટ સુધી બાફી લઈશું,હવે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો તેને પાણી માંથી કાઢી લઈશું,હવે એક પેન માં ત્રણ ચમચી તેલ લઈશું.ત્યારબાદ બે ચમચી ઘી ગરમ કરવા મુકો,હવે ગરમ થાય એટલે એક ચમચી રાઈ અને એક ચમચી જીરૂ નાખી દો.હવે તેમાં ૧/૪ હીંગ અને બે સૂકા લાલ મરચા એડ કરીશું.

3- હવે બે થી ત્રણ તમાલપત્ર એડ કરીશું, ત્યારબાદ બે તજ ના ટુકડા એડ કરીશું,હવે આ ખડા મસાલા ને તેલ અને ઘી સાથે સાંતળી લેવાના છે,જેથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે હવે ત્રણ ચમચી જેટલી આદુ,લીલા મરચા અને લસણ ની પેસ્ટ એડ કરીશું.હવે ત્રણ ડુંગળી ઝીણી સમારેલી એડ કરીશું,હવે આ ડુંગળી ને ધીમા ગેસ પર સાંતળી લેવાની છે.

4-હવે તેને હલાવી લઈશું,ત્યારબાદ તેમાં ત્રણ નંગ ટામેટા ની પ્યુરી એડ કરીશું,અથવા એકદમ ઝીણા સમારીને લઈ લેવાના, ત્યારબાદ અડધી ચમચી હળદર અને એક ચમચી મીઠું એડ કરીશું,હવે બધું મિક્સ કરી લઈશું હવે ઢાંકી ને ત્રણ મિનિટ રહેવા દઈશું,હવે તેમાં દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું,અથવા તમે જે મરચું યુઝ કરતા હોય તે કરી શકો છો.

5-હવે એક ચમચી ધાણાજીરૂ પાવડર નાખી દો અને મિક્સ કરી દો,હવે ઢાંકી ને ફરી થી બે મિનિટ માટે કુક કરી લઈશું હવે બે મિનિટ પછી તમે વીડિયોમાં જોઈ શકો છો કે ડુંગળી અને ટામેટા સરસ કુક થઈ ગયા છે.અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેમાં બાફેલું ફ્લાવર એડ કરી લઈશું.

6- જો ફ્લાવર ને આ રીતે બાફી લઈશું તો તેમાં કોઈ જીવાણુ હશે કે કોઈ કચરો હશે તો તે નીકળી જશે અને કુક થવા વાર નઈ લાગે.હવે તેને હળવા હાથે મિક્સ કરી લઈશું.હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ માટે કુક કરી લઈશું.

7- જેથી ફ્લાવર માં બધા મસાલા ભળી જાય,હવે ચાર મિનિટ થઈ ગઈ છે હવે તેમાં એક ચમચી કસ્તુરી મેથી હાથ થી મસળી ને નાખી દઈશું,ત્યારબાદ અડધી ચમચી ખાંડ નાખીશું.ત્યારબાદ અડધા લીંબુ નો રસ નાખી દઈશું.

8- હવે આ બધું હળવા હાથે મિક્સ કરી લઈશું,તો એકદમ ટેસ્ટી એવું ફ્લાવર નું શાક બની ને બિલકુલ તૈયાર છે,હવે સર્વે કરી લઈશું અને ઉપર થી ઝીણી સમારેલી કોથમીર થી ગાર્નિશ કરી લઈશું.આ શાક તમે રોટલી, પરાઠા કોઈ પણ સાથે ખાઈ શકો છો.એકદમ રૂટિન મસાલા થી બનતું આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *