ફ્લાવર નું મન્ચુરિયન – આજે જ માર્કેટ માંથી લઈ આવો અને બનાવો આ સરળ અને પૌષ્ટિક એવા ફ્લાવર ના મન્ચુરિયન

ફ્લાવર જેટલું દેખાવ માં સરસ હોય છે એટલું જ ખાવામાં સ્વાદિષ્ટ અને શરીર માટે ફાયદાકારક છે.

ફ્લાવર ખાવાથી પાચન અંગે ની બીમારી થી દૂર રહો છો. હાડકાં ના પ્રોબ્લેમ હોય એવા લોકો એ બને એટલું આનું સેવન કરવું જોઈએ . ફ્લાવર ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને હાર્ટ પ્રોબ્લેમ થી પણ બચો છો.

આજે જ માર્કેટ માંથી લઈ આવો અને બનાવો આ સરળ અને પૌષ્ટિક એવા ફ્લાવર ના મન્ચુરિયન.

સામગ્રી:-

1 નાનું ફ્લાવર

1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ

12 કળી લસણ

1 કટકો આદુ

3 લીલી ડુંગળી

1 લીલું મરચું

2 ચમચા સોયા સોસ

1 ચમચો રેડ ચીલી સોસ

1 ચમચો ટોમેટો સોસ

1 ચમચી કોર્નફ્લોર

2 ચમચી પાણી

1 ચમચી લીંબુ

4 ચમચી મેંદો

2 ચમચી કોર્નફલોર

1/2 ચમચી મરચું

મીઠું સ્વાદાનુસાર

કોર્નફ્લેક્સ નો ભૂકો કે બ્રેડ ક્રમબ્સ

તેલ તળવા માટે

રીત:-

સૌ પ્રથમ ફ્લાવર ના નાના નાના ફૂલ જુદા કરી ને મીઠા ના પાણી થી ધોઈ લો.


એક તપેલા માં ગરમ પાણી મુકો . તેમાં મીઠું , આદું મરચાં ની પેસ્ટ અને 5 લસણની કળી ની પેસ્ટ ઉમેરો . પાણી ઊકળે પછી તેમાં ફ્લાવર ના ફૂલ નાખી ને 2 મિનીટ તેજ આંચ પર અધકચરા થાય ત્યાં સુધી બાફી લો. હવે ફલાવર ને પાણી માંથી નીકાળી ને કોરા કરી લો.


એક બાઉલ માં 4 ચમચી મેંદો અને 2 ચમચી કોર્નફ્લોર મિક્સ કરી ને પાણી ઉમેરો અને મિડિયમ ઘટ્ટ સ્લરી બનાવો . આમાં મીઠું અને લાલ મરચું સ્વાદ મુજબ ઉમેરો.


હવે બાફી ને કોરા કરેલા ફ્લાવર ના ભાગ ને આ ખીરા માં બોળો. અને તેમાથી નિકાળી ને કોર્નફ્લેક્સ ના ભુકા માં રગદોળી ને ગરમ તેલ માં તેજ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.


તેલ માંથી નીકાળી ને પેપર નેપકીન પર રાખો.

હવે એક કડાઈ માં તેલ લો. તેમાં ઝીણું સમારેલું લસણ, ડુંગળી, મરચું અને આદું ના કટકા નાખી ને તેજ આંચ પાર 1 મિનિટ માટે સાંતળો. ત્યારબાદ સોયાસોસ, રેડચીલી સોસ અને ટોમેટો સોસ નાખી ને બરાબર હલાવો .. હવે મીઠું , લાલ મરચું ઉમેરી ને ફ્લાવર ના કટકા ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.


એક વાડકી માં 1 ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી મણિ નું મિશ્રણ બનાવો અને એ આ ફ્લાવર ઉપર નાખી ને તેજ આંચ પર એક મિનીટ પકાવો. છેલ્લે ઉપર થી લીંબુ નીચોવી ને મિક્સ કરો.

લીલી ડુંગળી થી ગાર્નિશ કરી ને સર્વ કરો.

નોંધ:-

ફ્લાવર એકદમ તાજું લેવું.

પાણી માં ફ્લાવર અધકચરું જ બફાઇ એનું ખાસ ધ્યાન રાખો. નહીં તો મન્ચુરિયન જેવું ક્રિસ્પી અને chewy નહીં લાગે અને તળવા માં પણ બહુ ઓઈલી રહી જશે.

મેં વિનેગાર ની બદલે લીંબુ ઉમેર્યું છે તમે ઇચ્છો તો 1 ચમચી વિનેગાર ઉમેરી શકો છો.

ગળપણ વધુ જોવે તો ખાંડ પણ ઉમેરી શકાય.

આખી પ્રોસેસ તેજ આંચ પર જ કરવી જેથી વધુ સરસ ક્રિસ્પી બને.

ફ્લાવર ને મેંદા અને કોર્નફ્લોર ની સ્લરીમાં બરાબર બોળી ને કોર્નફ્લેક્સ ના ભુકા નું કોટિંગ ચારેબાજુ થી કરવું નહીં તો તળવામાં ઓઈલી થઈ જશે ફ્લાવર.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *