પંજાબી સ્ટાઇલ ફલાવરના હેલ્ધી અને સોફ્ટ પરોઠા બનાવવાની એકદમ સરળ રીત – Punjabi Style Flower Paratha

આજે આપણે પંજાબી સ્ટાઈલ ફ્લાવર ના હેલ્ધી અને સોફ્ટ પરોઠા બનાવવાની એકદમ સરળ રીત જોઈશું આપણે ફ્લાવર નું શાક તો ખાતા હોય એ છે પણ જો તેના પરોઠા મળી જાય તો બહુ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • ઘઉં નો લોટ
  • ફ્લાવર
  • લીલા ધાણા
  • લીલા મરચાં
  • મીઠું
  • લાલ મરચું
  • ગરમ મસાલો
  • આમચૂર પાઉડર

રીત

1- સૌથી પહેલા આપણે લોટ બાંધી લઈશું તો તેના માટે દોઢ કપ ઘઉંનો લોટ લઈ લઈશું તેમાં થોડું મીઠું એડ કરીશું હવે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું હવે તેને મિક્સ કરી ને લોટ બાંધી લઈશું.

2- હવે તેમાં થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે લોટ બંધાય ગયો છે,આ લોટ રોટલી જેવો પણ નઈ અને સાવ પરોઠા જેવો પણ નઈ તેવો બાંધી લઈશું.

3- હવે તેને ઢાંકીને રહેવા દઈશું તેમાં થોડું તેલ લગાવી ને રહેવા દઈશું હવે તેને વીસ થી પચીસ મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધી આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું પહેલા આપણે ફ્લાવર ને ધોઈ ને કોરું કરી લીધું છે.

4- અહીંયા આપણે લગભગ ૫૦૦ગ્રામ ફ્લાવર લીધું છે તેને હવે છીણી લઈશું તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધું જ ફ્લાવર છીણી લીધું છે તો ચાલો હવે તેનું સ્ટફિંગ તૈયાર કરીશું હવે એક પેન માં એક ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું હવે તેમાં એક મરચું ઝીણું ઝીણું સમારી ને લઈ લીધું છે.

5- હવે તેને સાંતળી લઈશું હવે જે છીણેલું ફ્લાવર છે તે એડ કરી લઈશું આને આપણે કુક નથી કરવાનું અને ગેસ ફાસ્ટ રાખવાનો છે હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું જ્યાં સુધી કોરું ના પડે ત્યાં સુધી તેને હલાવતા રહીશું જો તમે ગેસ ધીમો રાખશો તો તે કુક થઈ જશે.

6- જો પાણી નો ભાગ હશે તો વણતાં નઈ ફાવે એટલે પાણી નો ભાગ ના રહેવો જોઈએ તમે વીડિયોમાં જોઈ શકો છો કે આખું ડ્રાય થઈ ગયું છે આમાં બિલકુલ પાણી નો ભાગ નથી હવે તેમાં મસાલા કરીશું હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.

7- હવે તેમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને અડધી ચમચી જેટલું આમચૂર પાવડર એડ કરીશું,હવે એક કપ લીલા ધાણા એડ કરીશું ધાણા ને ધોઈ ને કોરા કરી લેવાના છે અને પછી સમારવાં ના છે હવે ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણ ને ઠંડુ થવા દઈશું પછી પરોઠા વણી લઈશું.

8- હવે લોટ સરસ થઈ ગયો છે હવે એક મોટું ગુલ્લુ લઈશું તેના પર કોરો લોટ ભભરાવી લઈશું અને તેને હવે વણી લઈશું હવે તેમાં સ્ટફિંગ એડ કરીશું હવે તેને બંધ કરી કોરો લોટ ભભરાવી ને ફરી થી વણી લઈશું. જો ફ્લાવર નું મિશ્રણ બહાર આવે તો કંઈ વાંધો નથી તે જ્યારે શેકાય છે ત્યારે તે બહુ ટેસ્ટી લાગે છે.

9- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે પરોઠો વણાય ગયો છે બહુ જાડો પણ નથી અને બહુ પાતળો પણ નથી હવે તેને એક પેન માં શેકી લઈશું હવે તેને પલટાવી લઈશું.

10- હવે બીજી બાજુ થોડું સરખું શેકાવા દઈશું હવે થોડું તેલ મુકીશું તમે ઘી પણ મૂકી શકો છો હવે તેને પ્રેસ કરતા કરતા શેકી લઈશું હવે બીજી બાજુ પણ તેલ લગાવી લઈશું,આ તમે બ્રેક ફાસ્ટ માં કે ડિનર માં ખાય શકો છો આને બનાવવું પણ ઈઝી છે હવે ગેસ બંધ કરી દઈશું.

11- હવે તેને એક પ્લેટ માં કાઢી લઈશું હવે ફ્લાવર ના પરોઠા તૈયાર છે આને તમે કેચપ સાથે રાયતા સાથે ખાય શકો છો ગમેતે રીતે ખાય શકો છો તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *