ફ્રાઇડ રાઇસ – રાંધેલો ભાત વધ્યો છે અને બાળકો કાંઈક ટેસ્ટી ખાવા માંગે છે તો બનાવો આ રાઈસ…

કેમ છો બધા…

સવાર ની તો રૂટિન રસોઈ થઈ ગયી.. પણ સાંજ થઈ ગયી સુ બનાઉ વિચાર કરતી હતી છોકરાઓ ને કઈ સારું ખાઉંતું…તો ફ્રીજ ખોલ્યું જોઉં તો થોડા થોડા બધા શાક પડ્યાતા…તો વિચાર આયો ચાલો ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ બનાવી દઉં…બધા થોડા થોડા શાક હતા એ પણ વપરાઈ ગયા અને મસ્ત રાઈસ પણ બની ગયા..એ બહાને છોકરા એ વેજીટેબલ ભી ખાઈ લીધા…

ક્યારેક સાંજે કઈ સૂઝતું ના હોય તો ફટાફટ બનાવી દો ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ તો જાણી લો સામગ્રી..

ફ્રાઇડ રાઇસ

  • ૨ કપ – રાંધેલો ભાત
  • ૨ ટેબલ સ્પૂન – તેલ
  • ૧ ટેબલ સ્પૂન – આદુ-લસણ જીણું સમારેલું
  • ૧ નંગ – લીલું મરચું
  • ૧ મોટી – ડુંગળી
  • ૧/૨ કપ- કેપ્સીકમ
  • ૧/૨ નંગ – ગાજર
  • ૧ કપ – કોબીજ
  • ૧ ટી સ્પૂન – ચીલી સૉસ
  • ૧ ટી સ્પૂન – સોયા સૉસ
  • મીઠું સ્વાદ મૂજબ
  • ૧/૪ ટી સ્પૂન – વિનેગર
  • ૧/૨ ટી સ્પૂન – મરી પાવડર
  • ૨ ટેબલ સ્પૂન – લીલી ડુંગળી

રીત :-

બધાં શાક ને લાંબા (ચીરી) સમારી લો.

પેનમાં તેલ લઇ આદુ-લસણ સાંતળી ડુંગળી સાંતળો.

લીલું મરચુ જીણું સમારી ઉમેરો. એક- બે મિનિટ માં ગાજર, કેપ્સીકમ, કોબીજ બધું વારાફરતી ઉમેરી ફાસ્ટ ગૅસ પર સાંતળો.

ચીલી સૉસ, સૉયા સૉસ ઉમેરી ભાત ઉમેરી મીઠું, મરી પાવડર, વિનેગર ઉમેરી સારી રીતે મિક્સ કરો. ફાસ્ટ ગૅસ પર બનાવવું. લીલી ડુંગળી થી ગાર્નિશ કરી સર્વ કરો.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *