ફ્રેશ ફ્રુટ સલાડ – ફ્રેશ ફ્રૂટ સાથે સ્વાદનો અને સ્વાસ્થ્ય માટે ખજાનો છે ફ્રૂટ બાઉલ, એકવાર જરૂર ટ્રાય કરજો…

ફ્રેશ ફ્રુટ સલાડ :

ઉનાળાની ગરમી ચાલુ થાય એટલે માર્કેટમાં જ્યુસી ફ્રુટ્સ આવવાના ચાલુ થઇ જતા હોય છે જે હેલ્ધી અને થંડક આપનારા હોય છે. તેનો ઉપયોગ કરીને જો વાનગીઓ બનાવીને ખાવામાં આવે તો ખરેખર શરીરને ખૂબજ ઠંડક મળે છે. ઉનાળામાં ખાસ કરીને તરબુચ, શક્કરટેટી, કાળી અને લીલી દ્રાક્ષ અને પાઇનેપલ જેવા જ્યુસી ફ્રુટ વધારે આવે છે. તે ખાવાથી ગરમીમાં શરીરનું વોટર લેવલ જળવાઇ રહે છે. તેથી ગરમીમાં આ ફ્રુટ્સ ખાવા ખૂબજ જરુરી છે.

અહીં હું આપ સૌ માટે તરબુચ, લીલી દ્રાક્ષ અને પાઇનેપલનું કોમ્બીનેશન કરીને ફ્રેશ ફ્રુટ સલાડ ની રેસિપિઆપી રહી છું જે ગરમીમાં ખૂબજ આરોગ્યપ્રદ છે. નાના બાળકોથી માંડીને ઘરના દરેક મોટા લોકો માટે ખૂબજ ઠંડક આપનાર છે.

ફ્રેશ ફ્રુટ સલાડ બનાવવા માટેની સામગ્રી :

  • 2 બાઉલ તરબુચના નાના કાપેલા પીસ
  • 4-5 સ્લાઇઝ પાઇનેપલ
  • 1 કપ ગ્રીન ગ્રેપ્સના પીસ
  • 1 ટેબલ સ્પુન જેલી સ્વીટ
  • 2 ટેબલ સ્પુન કાજુના નાના પીસ
  • 20-25 કીશમીશ
  • ¼ ટી સ્પુન બ્લેક પેપર પાવડર
  • 1 ટી સ્પુન ચાટ મસાલો
  • 20-25 ફોતરા કાઢેલી અધકચરી કરેલી ખારીશિંગ
  • સ્વાદ મુજબ સોલ્ટ

ગાર્નિશિંગ માટે :

  • પાઇનેપલની સ્લાઇઝ
  • કાજુના નાના પીસ
  • કીશમીશ
  • 1 ટેબલ સ્પુન મલ્ટી કલર્ડ જેલી સ્વીટ
  • કોથમરી જરુર મુજબ

ફ્રેશ ફ્રુટ સલાડ બનાવવાની રીત :

સૌ પ્રથમ તરબુચનો રેડ પાર્ટ લઇ તેના નાના પીસ કરી લ્યો. 4-5 સ્લાઇઝ પાઇનેપલ અને 1 કપ ગ્રીન ગ્રેપ્સના પીસ કરી લ્યો.

હવે આ બધા ફ્રેશ ફ્રુટને એક મોટા મિક્સિંગ બાઉલમાં મૂકો. મિક્ષ કરી લ્યો. ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન મલ્ટી કલર્ડ જેલી સ્વીટ ઉમેરો.

હવે તેમાં 2 ટેબલ સ્પુન કાજુના નાના પીસ અને 20-25 કીશમીશ ઉમેરો. સાથે તેમાં ¼ ટી સ્પુન બ્લેક પેપર પાવડર ઉમેરો.

હવે તેમાં 1 ટી સ્પુન ચાટ મસાલો ઉમેરો. મિક્ષ કરી લ્યો. જરુર લાગે તો તમારા સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરો. ચાટ મસાલામાં અને ખારી શિંગમાં સોલ્ટ છેજ.

હવે 20-25 ખારીશિંગના દાણા લઇ તેના ફોતરા કાઢી નાખો અને શિંગને ખરલમાં મૂકી અધકચરી ખાંડી લ્યો. ખારીશિંગના આ અધકચરા કરેલા ભૂકાને ફ્રેશ ફ્રુટ મિક્ષ કરેલા બાઉલમાં ઉમેરો. બધી સામગ્રી બરાબર મિક્ષ કરી લ્યો.

હવે બનેલા ફ્રેશ ફ્રુટ સલાડને રેફ્રીઝરેટરમાં 1 કલાક ઠંડું થવા માટે મૂકો. આ સલાડ ઠંડું ખાવાથી શરીરમાં ઉનાળાની ગરમીથી ખૂબજ રાહત રહે છે.

ઠંડું ઠંડું ફ્રેશ ફ્રુટ સલાડ હવે સર્વ કરવા માટે એક સર્વિંગ બાઉલમાં ભરી જરુર મુજબ તેના પર કાજુના નાના પીસ, કીશમીશ, 1 ટેબલ સ્પુન મલ્ટી કલર્ડ જેલી સ્વીટ અને કોથમરી સ્પ્રિંકલ કરી ગાર્નિશ કરો. હવે એક સાઇડમાં પાઇનેપલની સ્લાઇઝ મૂકો. સાથે ગ્રેપ્સની ઝુમ્ખી મૂકી ડેકોરેટ કરો.

હેલ્ધી, ડેકોરેટ, ટેસ્ટી, ચટપટુ ઠંડું ઠંડું ફ્રેશ ફ્રુટ સલાડ જોઇનેજ મોંમા પાણી આવી જશે.

નાના મોટા સૌને ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું આ ફ્રેશ ફ્રુટ સલાડ તમે પણ આ જ સિઝન માં ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *