ફુદીના લસણ જીરા ફ્લેવર નું પાણી પાણી પુરી માટે…

પાણીપુરી નામ સાંભળતા જ દરેક ના મોઢા માં પાણી આવી જ જાય , કેમ કે નાના મોટા દરેક ની પસંદ છે, તો. અને પાણી પુરી માં જો ટેસ્ટી પાણી ના હોય તો બિલકુલ ખાવાની ન મજા આવે તે દરેક ને ખબર હશે. પાણી બહુ જ અલગ અલગ ફ્લેવર ના બનતા હોય છે, આજે આપણે એકદમ જ ટેસ્ટી ફુદીના – લસણ અને જીરા ફ્લેવર નું પાણી બનાવવાની રેસીપી જોઈએ .

સામગ્રી

  • ૩ કપ ફુદીનો
  • ૧.૫ કપ કોથમીર
  • ૩ લીલા મરચા
  • ૧/૨ કપ – લસણ ની કળી
  • ૧.૫ ચમચી મીઠું
  • ૨ ચમચી – સંચળ
  • ૨ ચમચી – પાણીપુરી મસાલા
  • ૧ ચમચી શેકેલું જીરું
  • ૧ લીંબુ નો રસ

મસાલા માટે

  • ૫-૬ બાફેલા બટેકા
  • ૨ કપ બાફેલા ચણા
  • ૧.૫ ચમચી સંચળ
  • ૧ ચમચી લાલ મરચું પાઉડર
  • ૧ ચમચી મીઠું

ડ્રાય મસાલા માટે

  • શેકેલું જીરું પાઉડર
  • સંચળ

સૌ થી પેલા મિક્સિંગ જાર માં ફુદીનો , કોથમીર , ૩ કપ ફુદીનો , કોથમીર , લીલા મરચા , લસણની કળી ચમચી મીઠું ,સંચળ ,પાણીપુરી મસાલા શેકેલું જીરું આટલી વસ્તુ નાખી અને પેસ્ટ બનાવી લો.

હવે એક વાસણ માં ૧ લીટર જેટલું પાણી લઇ લો તેમાં બનાવેલી પેસ્ટ નાખી દો. પછી તેમાં લીંબુ નો રસ નાખી અને બરાબર મિક્સ કરી લો. બસ તૈયાર છે તમારું એકદમ ટેસ્ટી પાણી.

હવે મસાલો જોઈ લઈએ , તેના માટે એક વાસણ માં બટેકા બાફેલા લઇ લો અને મેશ કરી લો, પછી તેમાં બાફેલા ચણા , સંચળ ,લાલ મરચું પાઉડર અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. જો વધારે તીખું ખાવો હોય મસાલો તો લાલ મરચું વધારે નાખવું અને લીલા મરચા ની પેસ્ટ પણ વધારે નાખી શકો છો.

હવે પાણી પુરી ની ઉપર નખાતા ડ્રાય મસાલા માટે સંચળ અને જીરા પાઉડર ને મિક્સ કરી લો. બહુ જ સિમ્પલ લાગે છે પણ ટેસ્ટી લાગશે ખાવા માં એક વાર ટ્રાય કરજો.

તો એકદમ ફ્લેવરફૂલ અને ટેસ્ટી એવું પાણીપુરી નું પાણી આ રીતે એક વાર જરૂર થી ટ્રાય કરો ખરેખર ખુબ મજા આવશે પાણી પુરી ખાવાની.


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *