ગાજર નો દૂધપાક – તમારા મિષ્ટાન્ન પ્રેમી મિત્રને બનાવી આપો આ નવીન સ્વીટ, જોઇને જ મન લલચાઈ જાય છે…

મારા ઘરેમાં ચોક્કસ બનતો ગાજર નો દૂધપાક હું આજે લાવી છું.

સ્વાદ માં તો ટેસ્ટી છે જ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ પૌષ્ટિક છે. ગાજર માં બહોળા પ્રમાણ માં વિટામિન એ હોય છે. જે આપણી આંખો અને શરીર માટે બહુ જ ફાયદાકારક છે.

ગાજર માં ગળપણ હોવાથી ખાંડ પણ ઓછી હોય છે જેથી બાળકો ને રોજ પણ આપી શકાય છે.

ગાજર ના દૂધપાક ની સામગ્રી:-

1 લિટર ફેટવાળું દૂધ (અમુલ ગોલ્ડ)


3-4 નંગ મીડિયમ ગાજર નું છીણ

1/2 ચમચી ઘી

ખાંડ સ્વાદાનુસાર

2 એલચી નો ભૂકો

1/2 વેનીલા કસ્ટર્ડ પાવડર ( ના ઉમરો તો પણ ચાલે)

૨ ચમચા દૂધ

બદામ ની કતરણ ગાર્નીશ કરવા માટે

રીત:-


સૌ પ્રથમ જાડી કડાઈ કે તપેલા માં અડધી ચમચી ઘી મુકો. તેમાં ગાજર નું છીણ ઉમેરી ને 1 મિનિટ માટે મધ્ય આંચ પાર સાંતળો ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો.


હવે આ દૂધ ઊકળે પછી 10 મિનીટ માટે ધીમી આંચ પાર પકાવો. પછી તેમાં ખાંડ ઉમેરો (આવું કરવાથી ગાજર બરાબર સોફ્ટ થઈ જાય છે) અને બીજા 10 -15 મિનીટ માટે ચઢવા દો.


એક નાના બાઉલ માં 1/2 ચમચી કસ્ટર્ડ પાવડર માં 2 ચમચા દૂધ ઉમેરી ને બરાબર મિક્ષ કરો.


આ મિશ્રણને ને ગાજર વાળા દૂધ માં નાખો.અને બીજી 5 મીનમાટે પકાવો.

હવે તેમાં ઈલાયચી પાવડર ઉમેરી ને ગેસ બંધ કરો..


હુંફાળું થાય પછી તેને ફ્રીઝમાં મૂકી ને ઠંડુ કરી ને સર્વે કરો..

નોંધ:-

ગાજર પસંદ કરતી વખતે લાલ હોય તેવા પસંદ કરો જેથી દૂધ નો કલર સરસ થાય છે.

આગલા દિવસે રાતે બનાવી ને મૂકી દો અને જેથી ઠંડુ બરાબર થાય અને એનો સ્વાદ પણ બહુ જ સરસ બની જાય છે.

ગાજર નું પ્રમાણ વધુ ક ઓછું કરી શકો છો તમારી પસંદ પ્રમાણે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *